આ બેટ્સમેનને તેના સાથી ખેલાડીએ કરાવ્યો રન આઉટ, પછી આઉટ થયેલા ખેલાડીએ ચપ્પલ ઉતાર્યું અને કર્યું એવું કે… જુઓ વીડિયો

હાલ આખા દેશમાં ક્રિકેટનો માહોલ ચાલી રહ્યો છે, કારણ કે IPL ચાલી રહી છે. આ દરમિયાન સોશિયલ મીડિયામાં ઘણા બધા વીડિયો પણ સામે આવી રહ્યા છે જેમાં ક્રિકેટને લગતા ઘણા બધા ફની વીડિયો પણ જોવા મળી રહ્યા છે, ત્યારે હાલ એવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે જે લોકોને પેટ પકડીને હસાવી રહ્યો છે.

આ વીડિયોમાં બેટ્સમેન બેટિંગ કરતા રન આઉટ થાય છે. આ પછી તે જે કરે છે તે જોઈને તમે પેટ પકડીને હસવા લાગશો. વીડિયો જોઈને તમને તમારા બાળપણના દિવસો યાદ આવી જશે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેટલાક લોકો ટેરેસ પર ક્રિકેટ રમી રહ્યા છે. આ દરમિયાન ખુરશીનો ઉપયોગ સ્ટમ્પ તરીકે કરવામાં આવી રહ્યો છે.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક છોકરો બેટિંગ કરી રહ્યો છે, જ્યારે બીજા છેડે ઊભેલો એક છોકરો દોડવા માટે તૈયાર જોવા મળી રહ્યો છે. આ દરમિયાન બોલર બોલ ફેંકે છે અને બેટ્સમેન બોલને ફટકારે છે. તમે જોઈ શકો છો કે શોટ રમવાની સાથે જ બેટ્સમેન રન માટે દોડે છે, પરંતુ બીજા છેડે ઊભેલા નોન-સ્ટ્રાઈકર બેટ્સમેન ક્રિઝમાંથી બહાર આવી શકતો નથી. આ ચક્કરમાં બેટ્સમેન રન આઉટ થાય છે.

આ પછી વીડિયોમાં એક ખૂબ જ રમુજી ઘટના બને છે. બેટ્સમેન રન આઉટ થતાં જ તે ખૂબ જ ઝડપથી ગુસ્સે થઇ જાય છે. ગુસ્સે થયા બાદ તે તેના જૂતા કાઢે છે અને દોડીને ચપ્પલ ફેંકે છે.
જોકે, સદનસીબે, તે જૂતું બીજા છેડે ઊભેલા બેટ્સમેનને વાગતું નથી અને તે બચી જાય છે. વીડિયો જોવામાં ખુબ જ મજા આવે છે. વીડિયોને @nitesh_sriv નામના ટ્વિટર એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે.

Niraj Patel