મનોરંજન

ઘરમાં ચામાચીડિયાના ઘુસવાથી ઉડયા અમિતાભના હોશ, બોલ્યા – કોરોના પીછો નથી છોડી રહ્યું

કોરોના વાયરસ સામે આવ્યો ત્યારથી જ કહેવાય રહ્યું છે કે કોરોના વાયરસ ચામાચીડિયા દ્વારા મનુષ્યમાં ફેલાયો છે. એ પછીથી બધા જ લોકો ચામાચીડિયાને લઈને ખૂબ જ સતર્ક થઇ ચુક્યા છે. ત્યારે અમિતાભ બચ્ચનના ઘરમાં ચામાચીડિયાએ ઘુસી જઈને ખૂબ જ ઉત્પાત મચાવ્યો હતો.

Image Source

અમિતાભ બચ્ચને ટ્વીટર પર ટ્વીટ કરીને આ વાતની જાણકારી આપી છે. તેમને જણાવ્યું કે તેમના બંગલા જલસામાં એક રૂમમાં ચામાચીડિયું ઘુસી આવ્યું, જેને કાઢવામાં તેમને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો.

Image Source

અમિતાભે ટ્વીટમાં લખ્યું – જ્યુરીના દેવીઓ અને સજ્જનો, આ કલાકની ખબર… બ્રેકીંગ ન્યુઝ… શું તમે માનશો કે એક ચામાચીડિયું જલસામાં ત્રીજા માળે મારા રૂમમાં ઘુસી આવ્યું. ખૂબ જ મુશ્કેલીથી તેને બહાર કાઢ્યું. કોરોના પીછો જ નથી છોડી રહ્યું.

અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તેમને થોડા જ દિવસો પહેલા ટ્વીટ કરીને કોરોના વોરિયર્સનો આભાર વ્યક્ત કર્યો હતો.

તેમના પ્રોજેક્ટ્સની વાત કરીએ તો અમિતાભ બચ્ચને પ્રિયંકા ચોપરા, દિલજિત દોસાંજ, રણબીર કપૂર, રજનીકાંત, આલિયા ભટ્ટ અને બીજા સ્ટાર્સ સાથે મળીને એક ઘરમાં જ બનાવેલી શોર્ટ ફિલ્મ ફેમિલીમાં કામ કર્યું હતું. આ ફિલ્મ કોરોના વાયરસની જાગૃકતા ફેલાવવા માટે હતી.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.