સમયે સમયે બધું બદલાતું આવ્યું છે અને હજુ આગળના સમયમાં પણ ઘણું બધું એવું બદલાશે જેની આપણે કલ્પના પણ નહિ કરી હોય. આધુનિક સમયમાં બધું જ આધુનિક થવા લાગ્યું છે. રહેણી કરણીથી લઈને પહેરવેશ સુધીની તમામ વસ્તુઓ બદલાવવા લાગી છે.
એક સમય હતો જયારે નાહવા માટે આધુનિક બાથરૂમ નહોતા, એ સમયના લોકો નદી, તળાવ, નહેરમાં નાહવા માટે જતાં અથવા તો ઘરની પાસે જ નાહવા માટે જગ્યા બનાવતા. પરંતુ ધીમે ધીમે સમય બદલાતો ગયો અને ઘરે ઘરે બાથરૂમ બનવા લાગ્યા. જેની અંદર સ્નાન કરવા માટે જઈએ ત્યારે આપણે એકલા જ હોઈએ અને આપણે નિર્વસ્ત્ર થઈને સ્નાન કરીએ. આપણને એવું હોય છે કે આપણને કોઈ જોઈ નથી રહ્યું પરંતુ આપણી એ ભૂલ છે. શાસ્ત્રો પ્રમાણે જો જોઈએ તો નિર્વસ્ત્ર નહાવું એ પાપ છે. નિર્વસ્ત્ર થઈને સ્નાન કરવું એ શાસ્ત્રોમાં પાપ ગણવામાં આવ્યું છે તેના માટે શાસ્ત્રો તરફ એક નજર કરીએ.

પદ્મ પુરાણમાં ગોપીઓના ચીર હરણ પ્રસંગ સાથે પણ આ વાતને જોડવામાં આવે છે. જયારે ગોપીઓ ખુલ્લામાં નિર્વસ્ત્ર સ્નાન કરવા માટે જાય છે ત્યારે કૃષ્ણ ભગવાન તેમના વસ્ત્રો ચોરી લે છે, જયારે ગોપીઓ દ્વારા વસ્ત્રો પાછા માંગવામાં આવે છે ત્યારે શ્રી કૃષ્ણ કહે છે “તમારા વસ્ત્રો વૃક્ષ ઉપર છે. બહાર આવીને પોતાના વસ્ત્રો લઇ લો” ત્યારે નિર્વસ્ત્ર ગોપીઓ પાણીમાં જ રહીને જવાબ આપે છે કે “અમે નિર્વસ્ત્ર છીએ, કેવી રીતે આવી શકીએ?” ત્યારે કૃષ્ણ જવાબ આપે છે કે “તમારે નિર્વસ્ત્ર થઈને સ્નાન કરતાં પહેલા આ વિચારવું હતું.” ત્યારે મૂંઝાયેલી ગોપીઓ ઉત્તર આપે છે: “જયારે અમે અહીંયા સ્નાન કરવા માટે આવ્યા ત્યારે અહીંયા કોઈ નહોતું, અમને કોઈ જોતું નથી એમ વિચારી અમે નિર્વસ્ત્ર સ્નાન કરવા માટે ગયા.”
ગોપીઓની આ વાતનો સુંદર જવાબ આપતા શ્રી કૃષ્ણએ કહ્યું કે: “તમે એવું માની લીધું કે આ જગ્યા ઉપર કોઈ તમને કોઈ જોતું નથી, પરંતુ હું તો સર્વત્ર રહેલો છું. આકાશમાં ઉડતા પક્ષીઓ, જમીન ઉપર ચાલવા વાળા જીવો, પાણીમાં રહેતા જીવોએ પણ તમને નિર્વસ્ત્ર જોયા છે. પાણીમાં રહેલા વરુણ દેવે પણ તમને નિર્વસ્ત્ર જોયા. નિર્વસ્ત્ર થઈને સ્નાન કરવાના કારણે તમે વરુણ દેવનું પણ અપમાન કર્યું છે.”

આમ શ્રી કૃષ્ણના કહેવા અનુસાર નિર્વસ્ત્ર થઈને સ્નાન કરતા ભલે આપણે એવું વિચારીએ કે આપણને કોઈ જોઈ નથી રહ્યું પરંતુ તમારી આસપાસ રહેલા ઘણા જીવો તમને જોતા હોય છે,જળના દેવતા વરુણ દેવ પણ પાણીમાં રહેતા હોય છે જેના કારણે નિર્વસ્ત્ર થઈને સ્નાન કરી તમે એમનું પણ અપમાન કરી રહ્યા હોવ છો.
ગરુડ પુરાણમાં પણ નિર્વસ્ત્ર થઈને સ્નાન કરવું પાપનું ભાગીદાર બનવું જણાવે છે.

ગરુડ પુરાણમાં જણાવ્યા અનુસાર જયારે આપણે સ્નાન કરવા માટે જઈએ ત્યારે તમારા કપડામાંથી પડતું પાણી તમારા પિતૃઓ એટલે કે પૂર્વજો પીવે છે જેનાથી એમને તૃપ્તિ મળે છે. નિર્વસ્ત્ર થઈને જો સ્નાન કરવામાં આવે તો પિતૃઓ અતૃપ્ત રહે છે અને નારાજ પણ થાય છે. નારાજ થયેલા પિતૃઓના કારણે વ્યક્તિનું તેજ,બળ,ધન અને સુખ નષ્ટ થઇ જાય છે. પિતૃઓને નારાજ કરવા પણ આપણા પરિવાર માટે સંકટ લાવી શકે છે. જેથી નિર્વસ્ત્ર થઈને સ્નાન કરવું પાપ સમાન છે.

માટે હવે જયારે પણ સ્નાન કરવા જાવ ત્યારે સંપૂર્ણ નિર્વસ્ત્ર થઈને ક્યારેય સ્નાન ના કરવું જોઈએ.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.