જો તમે પણ આવી જ રીતે બટાકાની પતરીના ભજીયાં બનાવશો તો એકદમ સોફ્ટ ને પાછા ક્રિસ્પી ને ટેસ્ટી બનશે !!

0

ગુજરાતી ઘરોમાં ભજીયા ના બને એ શક્ય જ નથી. એમાંય બટાકાની પતરીના ભજીયા તો નાના મોટા દરેકના ફેવરીટ છે. પરંતુ આજે અમે જે રીતે તમને રેસીપી જણાવી રહ્યા છીએ. જો એ તમે પણ એવી રીતે બનાવશો તો તમારા ભજીયાણા સ્વાદમાં ઓર વધારો થશે. તો બનાવો આજે સ્ટેપ બાય સ્ટેપ રીત જોઈને બટાકાની પતરીના ભજીયા. નોંધી લો ફોટા સાથેની રીત.

સામગ્રી:

  • બેસન 150 ગ્રામ
  • ચોખા નો લોટ 1 ચમચી
  • મીઠુ સ્વાદ અનુસાર
  • પાણી 3/4 કપ
  • ખાવા નો સોડા 1/4 ચમચી
  • 1 નંગ બટકા ની ચિપ્સ
  • તેલ તળવા માટે

રીત
સૌપ્રથમ એક વાડકા માં બેસન એડ કરો પછી એમાં ચોખા નો લોટ અને મીઠુ એડ કરી મિક્સ કરી લો પછી એમાં પાણી એડ કરી મિક્સ કરી લો અને બરોબર મિક્સ કરી લો બઉ પાતળું ના કરતા થોડું જાડું ખીરું રાખજો જે થી ભજીયા સારા બને મિક્સ થયાં પછી એમાં સોડા એડ કરો અને થોડો રેસ્ટ આપો
ત્યાં સુધી બટકા ની ચિપ્સ પાડી લો અને એને પાણી માં ધોઈ લો .
પછી તેલ ગરમ થાય એટલે બટકા ની ચિપ્સ ને બેસન માં ડુબાડી ને તળી લો તો
આવી રીતે બધા ભજીયા તળી લો શિયાળા ની સીઝન માં ગરમ ગરમ બટકા ના ભજીયાં ખાવા ની મજા આવશે તો આ રેસીપી જરૂર થી બનાવજો અને રેસીપી કેવી લાગી જરૂર થી જણાવજો

પતરીના ભજીયાની રેસીપીનો વિડીયો જોવા માટે નીચે આપેલ લિન્ક પર ક્લિક કરો :

આવી જ રેસિપી માટે અમારી યૂટ્યૂબ ચેનલ નીચે લિંક આપી છે એ ક્લિક કરીને જરૂર સબસ્ક્રાઇબ કરજો
Gujarati Kitchen

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે આપનો ખુબ ખુબ આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here