ફિલ્મી દુનિયા

બ્રેકીંગ ન્યુઝ: 90 વર્ષની ઉંમરમાં આ ડાયરેક્ટરનું થયું નિધન, રાજેશ ખન્ના સાથેની ‘ચક્રવ્યૂહ’ અને અમિતાભ સાથે ‘મંઝિલ’માં કામ કરેલું હતું

લાગી રહ્યું છે કે, 2020નું બૉલીવુડ માટે કાળમુખુ છે. છેલ્લા 35 દિવસમાં મનોરંજન જગતના 35 લોકોએ દુનિયાને અલવિદા કહી છે. હજુ ગઈકાલે જ જાણીતા ગીતકાર અનવર સાગરના નિધનની ખબર આવી હતી. જે હજુ ભુલાયું નથી ત્યારે બોલીવુડને વધુ એક ઝાટકો લાગ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Raju Shreshtha (@rajushreshtha_actor_director) on

બોલીવુડની રોમેન્ટિક અને ગલીપચી થતી ફિલ્મ બનાવનાર જાણીતા નિર્દેશક બાસુ ચેટર્જીનું 90 વર્ષની વયે નિધન થયું છે. આ વાતની જાણકારી IFTDA અશોક પંડિતએ આપી છે. અશોક પંડિતે તેના ઓફિશિયલ ટ્વીટર પરથી ટ્વીટ કરીને લખ્યું હતું કે, આ જણાવતા બહુ જ દુઃખી છું કે ફિલ્મ મેકર બાસુ ચેટર્જીનું નિધન થઇ ગયું છે. તેના અંતિમ સંસ્કાર આજે બપોરે 2 વાગ્યે સાન્તાક્રુઝમાં કરવામાં આવશે. આ ફિલ્મ જગત માટે મોટી ખોટ છે, તમારી યાદ આવશે સર.’

બાસુ ચેટર્જી 90 વર્ષના હતા. જો કે તેના મૃત્યુ પાછળનું કારણ શું છે તે અંગે કોઈ માહિતી નથી. નોંધપાત્ર વાત એ છે કે બાસુ ચેટર્જીનો જન્મ 30 જાન્યુઆરી 1930 ના રોજ અજમેરમાં થયો હતો. બાસુ તેની અલગ ઓળખવાળી ફિલ્મ્સ માટે જાણીતા છે. જેમ કે મંઝિલ’,‘ ‘છોટી સી બાત’, ‘ચિતચોર’,’ચમેલી કી શાદી’, ‘ખાટા મીઠા’, રજનીગંધા. તેમની ફિલ્મો મધ્યમ વર્ગના પરિવાર પર આધારિત હતી.તે સ્પષ્ટ છે કે બાસુ ચેટર્જીનું મૃત્યુ એ મનોરંજન ઉદ્યોગને ન પૂરુ પાડી શકાય તેવું નુકસાન છે.

 

View this post on Instagram

 

A post shared by Raj Mukherjee (@mukherjee1309) on

પરમ કૃપાળુ પરમાત્મા એમના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના.ૐ શાંતિ..શાંતિ..શાંતિ..