કારે એવી ભયાનક ટક્કર મારી કે એક જ પરિવારના 4 લોકોના તડપી તડપીને થયા મૃત્યુ, કારનો વળી ગયો કચ્ચરઘાણ

મારુતિ કારે એવી ખતરનાક ટક્કર મારી કે બિચારા 4 લોકો તડપી તડપીને મર્યા, જાણો સમગ્ર મામલો

ગુજરાત સહિત સમગ્ર દેશભરમાંથી અનેકવાર અકસ્માતના કિસ્સાઓ સામે આવતા રહે છે. જેમાં ઘણીવાર આખે આખો પરિવાર અકસ્માતનો ભોગ બનતો હોય છે, તો ઘણીવાર પરિવારના કેટલાક લોકોના મોત થતા હોય છે. ઘણીવાર તો અકસ્માતને કારણે કેટલાક બાળકો તેમના માતા-પિતા પણ ગુમાવી દેતા હોય છે. હાલમાં એક ભીષણ રોડ અકસ્માતની ખબર સામે આવી રહી છે. જેમાં એક જ પરિવારના ચાર લોકોના મોત થયા છે અને ત્રણ લોકો ઘાયલ થયા છે. ઉત્તર પ્રદેશના બસ્તી જિલ્લામાંથા આ માર્ગ અકસ્માતનો કિસ્સો સામે આવ્યો છે.

મળતી માહિતી મુજબ, બસ્તી જિલ્લાના કપ્તાનગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના ખજુહા પાસે હાઈવે પર અજાણ્યા વાહનની ટક્કરને કારણે કાર બેકાબૂ થઈ ગઈ અને આગળ જઈ રહેલા વાહન સાથે અથડાઈ હતી. જેના કારણે કાર ફંગોળાઈ હતી. આ ઘટનામાં એક જ પરિવારના કાર ચાલક સહિત ચાર લોકોના મોત થયા હતા. જ્યારે કારમાં સવાર ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. પોલીસ અને NHAIની ટીમ માહિતી પર પહોંચી, કલાકોની મહેનત બાદ કારમાં સવાર લોકોને બહાર નીકાળવામાં આવ્યા હતા.

ઘાયલોને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે ચારેય મૃતદેહોને એમ્બ્યુલન્સ દ્વારા જિલ્લા હોસ્પિટલના શબઘરમાં રાખવામાં આવ્યા હતા. પોલીસે પરિવારને ફોન દ્વારા આ ઘટનાની જાણ કરી હતી. તમામ લોકો ગોરખપુરના પાદરી બજારના રહેવાસી છે. અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને ડૉક્ટરોએ જિલ્લા હોસ્પિટલમાંથી મેડિકલ કોલેજ લખનઉ રિફર કર્યા હતા. ગોરખપુરના પાદરી બજારના રહેવાસી ડૉ.ઓમ નારાયણ શ્રીવાસ્તવ ફતેહપુરમાં રહે છે. ગઈકાલે રાત્રે તેઓ તેમના પરિવાર સાથે ગોરખપુરના પૈતૃક નિવાસસ્થાન પાદરી બજાર જઈ રહ્યા હતા.

મોડી રાત્રે 11:45 વાગ્યા આસપાસ આ લોકો કપટનગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના ખજુહા ગામ નજીક પહોંચ્યા, ત્યારે પાછળથી એક અજાણ્યા વાહને કારને ટક્કર મારી. આ અકસ્માતમાં રવિ શ્રીવાસ્તવ, વંદના શ્રીવાસ્તવ, રતન શ્રીવાસ્તવ અને કારના ડ્રાઈવરનું મોત થયું હતું. જ્યારે કારમાં પાછળ બેઠેલા ડો.ઓમ નારાયણ અને પ્રણવ શ્રીવાસ્તવ જ્યારે વૈષ્ણવી ગંભીર રીતે ઘાયલ થયા હતા. અકસ્માત બાદ બધા કારમાં ફસાઈ ગયા હતા. તમામને સખત મહેનત બાદ બહાર કાઢવામાં આવ્યા હતા. મૃતકોમાં રવિ શ્રીવાસ્તવ અને રતન શ્રીવાસ્તવ પતિ-પત્ની હોવાનું કહેવાય છે. જ્યારે વંદના શ્રીવાસ્તવ રવિની માતા હોવાનું કહેવાય છે. ડ્રાઈવરની ઓળખ હજુ થઈ નથી.

Shah Jina