17 વર્ષના ઇન્ટરનેશનલ બાસ્કેટબોલ ખેલાડીએ ડેમમાં કૂદીને પોતાનું જીવન ટૂંકાવ્યું, મમ્મી પપ્પાને વોઇસ મેસેજ મોકલીને જણાવ્યું કારણ…

“સોરી મમ્મી… મારાથી નહીં થાય..મને માફ કરી દેજો” એમ કહીને આંતરરાષ્ટ્રીય બાસ્કેટબોલ ખેલાડીએ કર્યો આપઘાત

ગુજરાત સમેત દેશભરમાં આપઘાતના ઘણા મામલાઓ સામે આવી રહ્યા છે, જેમાં પણ નાની ઉંમરમાં જ આપઘાત કરવગની ઘટનાઓ સતત સામે આવી રહી છે. નાની ઉંમરના કિશોર બાળકો કોઈ નાની નાની બાબતોમાં પણ મોતને વહાલું કરવાનું વિચારી લેતા હોય છે, ત્યારે હાલ એવો જ એક મામલો હાલ સામે આવ્યો છે, જેમાં 17 વર્ષના ઇન્ટરનૅશન બાસ્કેટબોલ પ્લેયરે આપઘાત કરી લેતા ચકચારી મચી ગઈ છે.

આ ઘટના સામે આવી છે મધ્ય પ્રદેશના બૈતુલ માંથી. જ્યાં 17 વર્ષના આશાસ્પદ ઇન્ટરનેશનલ બાસ્કેટ બોલ ખેલાડી પ્રાર્થના સાલવેએ ડેમમાં કૂદીને આપઘાત કરી લીધો છે. થોડા સમય પહેલા જ તેના ભાઈનું પણ મોત થયું હતું. જેનો આઘાત પ્રાર્થના સહન ના કરી શક્યો અને તેને પણ મોતને વહાલું કરી લીધું. પહેલા પ્રાર્થનાનો ભાઈ અને હવે પ્રાર્થનાના મોત બાદ પરિવારમાં પણ માતામ છવાયો છે.

પ્રાર્થના ભારતીય ટીમ માટે ઇન્ટરનેશનલ બાસ્કેટબોલ ટુર્નામેન્ટ પણ રમી ચુક્યો છે. આપઘાત કરતા પહેલા પ્રાર્થનાએ પરીવારજનોને એક વૉઇસ મેસેજ મોકલ્યો હતો. જેમાં તેને આપઘાતની જાણકારી આપી હતી. પ્રાર્થનાએ જે વૉઇસ મેસેજ તેના પરિવારજનોને મોકલ્યો છે તેમાં તેને આપઘાતનું કારણ તેના ભાઈનું મોત જણાવ્યું છે. વૉઇસ મસેજમાં તેને જણાવ્યું કે તે ભાઈના નિધનથી ખુબ જ પરેશાન હતો.

હાલ પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે. બૈતુલના કાલાપાઠા વિસ્તરણ રહેવાસી પ્રાર્થનાનું શબ ગત ગુરુવારના રોક કોસમી ડેમમાં મળ્યું હતું. પરિવારને જયારે પ્રાર્થનાનો વોઇસ મેસેજ મળ્યો ત્યારે તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી તેમને આ વાતની સૂચના પોલીસને અપાઈ હતી. ડેમના કિનારે પ્રાર્થનાનું સ્કૂટી ઉભું હતું. ગુરુવારે સવારે એસડીઆરએફની ટીમ દ્વારા પ્રાર્થનાની લાશ બહાર કાઢવામાં આવી હતી અને તેના બાદ તેની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવી.

Niraj Patel