બાસ્કેટબોલની નેશનલ ખેલાડીએ આત્મહત્યા કરી લેતા મચી ગઈ ચકચાર, સુસાઇડ નોટથી ગુથ્થી સુલજાવવામાં…

છેલ્લા ઘણા સમયથી ગુજરાત સહિત દેશભરમાંથી આપઘાતના ઘણા કિસ્સાઓ સામે આવતા રહે છે. કોઇ પ્રેમ સંબંધમાં જીવન ટૂંકાવતુ હોય છે તો કોઇ માનસિક અને શારીરિક હેરાનગતિને કારણે આપઘાત જેવું પગલુ ભરતુ હોય છે. ત્યારે હાલ બાસ્કેટબોલની રાષ્ટ્રીય ખેલાડીના આપઘાતનો કિસ્સો સામે આવ્યો છે. ખેલાડી લતિરાએ બિહારની રાજધાની પટનામાં આત્મહત્યા કરી લીધી. આ ઘટના પટનાના રાજીવ નગર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ગાંધીનગરની છે, જ્યાં લતિરાની લાશ ભાડાના મકાનમાંથી મળી આવી હતી.

મકાન માલિકે પોલીસને જણાવ્યું કે આ ઘટના સોમવારે મોડી સાંજે બની હતી. લતિરાના પરિવારના સભ્યો સોમવારથી તેને ઘણી વખત ફોન કરી રહ્યા હતા પરંતુ તે ફોન ઉપાડતી ન હતી. તેની સાથે કામ કરતા એક કર્મચારીએ પણ તેમને ફોન કર્યો હતો, પરંતુ લતિરાએ ફોન ઉપાડ્યો ન હતો. ત્યારબાદ બેંગ્લોરમાં રહેતા લતિરાના સંબંધીઓએ મકાનમાલિકને ફોન પર તેના વિશે પૂછ્યું.

મંગળવારે સવારે જ્યારે મકાનમાલિક અને તેની સાથે કામ કરતા લોકોએ લતિરાનો રૂમ જોયો તો તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા. લતિરાની લાશ રૂમમાં લટકતી હાલતમાં મળી આવી હતી. લતીરાનો રૂમ અંદરથી બંધ હતો.ઉતાવળમાં મકાન માલિકે રાજીવ નગર પોલીસ સ્ટેશને આ બાબતે જાણ કરી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પોલીસે લતિરાના રૂમમાંથી તેનો મોબાઈલ પણ તપાસ માટે આપ્યો છે.

પ્રતિકાત્મક તસવીર

આ સાથે પોલીસ ઓફિસના ઘણા લોકોની પૂછપરછ કરી રહી છે જેઓ તેની સાથે કામ કરતા હતા.મકાનમાલિકનું કહેવું છે કે તે અહીં ભાગ્યે જ રહેતી હતી. તેણી હંમેશા તેની રમતો રમવા માટે બહાર રહેતી હતી. પોલીસને એક સુસાઈડ નોટ પણ મળી છે, જેમાં મલયાલમ ભાષામાં લખેલું હતું. પોલીસ હાલ આ મામલે કંઈ પણ કહેવાનું ટાળી રહી છે. સુસાઇડ નોટનું લખાણ દર્શાવે છે કે તે ખૂબ જ હતાશ હતી અને હાલની પરિસ્થિતિમાં ડિપ્રેશનનો શિકાર હતી.

Shah Jina