જ્યોતિષ શાસ્ત્ર

બસ ઘરમાં કરો પીળી કોડીનો ફક્ત આ 1 ઉપાય, તિજોરી હંમેશાં રહેશે રૂપિયાથી ભરેલી – જાણો સરળ ઉપાય

આપણે બધા જાણીએ જ છીએ કે લોકો પોતાના ભાગ્યને લીધે સતત ચિંતામાં રહેતા હોય છે. તેઓ વિચારે છે કે તેમનું આવનારું ભાગ્ય કેવો રંગ લાવશે. ઘણીવાર એવું પણ બને છે કે કોઈકનું ભાગ્ય ચમકી જાય છે તો કોઈકનું પહેલા કરતા પણ પડી ભાંગે છે. અને એની પાછળનું કારણ પણ જણાતું નથી કેમ કે સખત મહેનત અને પરિશ્રમ કરવા છતાં પણ સફળતા મળતી નથી. ઘણા લોકો પોતાના આવનારા ભવિષ્યને સુધારવા માટે જ્યોતિષોનો સહારો લેતા હોય છે. જેથી એની પહેલેથી જ તૈયારી કરી શકે. જેનાથી બધી જ મુસીબતો દુર થઇ શકે અને સાથે જ દરેક કામમાં સફળતા મળે છે.

Image Source

તંત્ર વિજ્ઞાનમાં કહેવામાં આવ્યું છે કે ધનલક્ષ્મીને પીળી કોડીઓ પોતાની તરફ આકર્ષિત કરે છે. આ દેવી લક્ષ્મીજીને પ્રિય વસ્તુઓમાંથી એક છે. જો આને આપણે સાચી રીતે કામમાં લઈએ તો દેવી લક્ષ્મી આપણા ઘરમાં સ્થાયી નિવાસ કરે છે અને એના કારણે ઘરમાં કોઈને પણ પૈસાની કમી આવતી નથી. જો કે પીળી કોળીઓ સમુદ્રમાંથી નીકળે છે, પણ સરળતાથી કોઈ પણ પંસારીની દુકાન પર મળી જાય છે.

પીળી કોડીને મહાન મુલ્યવાન ગણવામાં આવે છે. ઘણા લોકો પોતાના ઘરમાં કે મંદિરમાં કે તિજોરીમાં પીળી કોડી રાખે છે તેમજ પુજા પણ કરે છે. માન્યતાના આધારે પર પીળી કોડી મહાલક્ષ્મીને વિશેષ પ્રિય છે. જેને કારણે પૂજા પાઠમાં પણ પીળી કોડીનો ઉપયોગ કરવામાં આવે છે. જેની પૂજાથી ઘરમાં વિશેષ ધન પ્રાપ્તિ થાય છે. તો ચાલો જાણીએ પીળી કોડીના એવા ઉપાયો વિશે કે જે લક્ષ્મીજીની આર્થિક કૃપા તમારા પર વરસાવી શકે છે.

Image Source
  • શ્રાવણ મહિનાના સોમવારે 12 કોડીઓ લીલા કપડામાં બાંધીને ઘરની ઉતર દિશામાં છુપાવી દેવી. આ ઉપાયથી તમને કુબેર દેવની કૃપા પ્રાપ્ત થશે.
  • શુભ મુહુર્તમાં, મા મહાલક્ષ્મીની પૂજા કરવી અને પૂજામાં 11 પીળી કોડીઓ રાખવી. પૂજા પછી આ બધી કોડીને પીળા કપડામાં લપેટીને બાંધી લેવી અને તિજોરીમાં મૂકી દેવી.
  • ખરાબ નજરથી બચવા માટે એક પીળી કોડી તમારી પાસે અચૂક રાખવી. જેને તમે પર્સ કે ખિસ્સામાં પણ રાખી શકો છો તેમજ તાવીજની જેમ ગળામાં પણ પહેરી શકો છો.
  • સુખ સમૃદ્ધી માટે ઘરના મુખ્ય દરવાજા પર 11 કોડીઓ બાંધી દેવી. જેનાથી ઘરમાં નકારાત્મક ભાવનાનો ઉદભવ થશે નહી.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks