લેખકની કલમે

બસ, એક વાર હા કહી દે યે મીરા, તું આ શ્યામને બાહોમાં લઇ લે..મંદિરમાં પ્રવેશતા જ એવો અહેશાસ થતો હતો કે ભગવાનના ધામમાં જ પહોચી ગયા છે..

આજે પણ તારી યાદમાં…..

મયંક પટેલ – વદરાડ

બસ, એક વાર હા કહી દે
યે મીરા, તું આ શ્યામને બાહોમાં લઇ લે.

પૂનમની રાતનો સાગર હિલોળા લઇ રહ્યો હતો. ભરતી અને ઓટ આવતી રહેતી હતી. ક્યારેક એનું જોર એવું વધી જતું હતું કે લાગે હમણાંજ આ સાગર ખેદાનમેદાન કરી નાખશે. આ દરિયાને કાબુમાં કરતો હતો દ્વારકાનો કાળીયો ઠાકોર. હજારો વર્ષ પહેલા વિશ્વકર્માએ બનાવેલું આ મંદિર સુંદર કલા સાથે જોડાયેલ હતું. ત્રણ માળનુ આ મંદિરમાં કેટલાય સ્તમ્ભ હતા.

મંદિરમાં પ્રવેશતા જ એવો અહેશાસ થતો હતો કે ભગવાનના ધામમાં જ પહોચી ગયા છે. પરમ શાંતિનો આનંદ અહીં મળતો હતો. આજે આ કાળિયા ઠાકોરના એક ભક્તનો જન્મ દિવસ હતો એ હતો…..
શ્યામ રાજપૂત !!!!!!!

દરિયાની ભરતી અને ઓટમાં પાણી હિલોળા લઇ રહ્યું છે,
શ્યામની યાદમાં મીરાનું મન આરોટાઈ રહ્યું છે.

શ્યામને વિશ કરવા માટે મીરા ખુબ આતુર હતી. અહીં એવો પ્રેમ હતો જેની સુવાસ આખા દ્વારકામાં પ્રસરાઈ ચુકી હતી. એટલે જ મીરા આ શ્યામના પ્રેમમાં અટવાઈ ચુકી હતી.

છેલ્લા ચાર દિવસથી શ્યામ મીરાંના મોબાઈલમાં બ્લોક હતો. આજે મીરાનું હ્દય મજબુર હતું શ્યામને વિશ કરવા. આજે આ મીરા પોતાના શ્યામથી વિખુટા પડીને રાજકોટ રંગીલા શહેરમાં માધુપૂર ચોકડી જોડે રહેતી હતી….

પોતાના બેડરૂમમાં બેસીને મીરાંએ શ્યામને અનબ્લોક કર્યો. ચોકડી શર્ટ, બ્લુ જીન્સ માં તેંની પ્રોફાઇલ પીક જોઈને મીરાએ શરમાતા,શરમાતા એક કિસ કરી લીધી. Happy birthday…. shyam
Mira……

એક મેસેજ સેન્ડ કરી દીધેલ.

શ્યામને પણ ખબર હતી કે તેને પહેલું વિશ તો મીરા જ કરશે. જેવો મેસેજ ની રિંગ વાગી કે તેના વિચારોમાં આવેલી મીરા મેસેજમાં આવી ગઈ હતી. ગોમતી નદીના કિનારે બેઠેલા શ્યામે પોતાના મોબાઈલમાં જોયું કે મીરા હતી. મેસેજ જોઈને તે પોતાના ભૂતકાળમાં ખોવાઈ ગયો.

આજથી છ વર્ષ પહેલા શ્યામ નોકરીની શોધમાં હતો. તેને પોતાના મિત્ર મારફતે કોલિંગ સેન્ટરમાં જવાનું વિચાર્યું. તે દિવસે સફેદ ધોતી, પીળા રંગનો કમળ ઉપર બાજુબંધ, લીલા રંગનો ખેસ, માથે સોનાના મુગટ પહેરેલા કાળિયા ઠાકોરના દર્શન કરીને શ્યામ જોબ માટે નીકળી ગયો.

જ્યાં હજારો હાથ વાળો સાથે હોય ત્યાં કદી નિરાશાનો અહેસાશ પણ ના જ હોય ને ?. મેનેજરે શ્યામને પોતાના કેબિનમાંથી એક ખાલી ખુરશી બતાવી. શ્યામ તૈયાર થઈને સીધો જ ત્યાં ગયો. પોતાના શરીરમાં નવો રોમાંચ તેને થયો. તેને જોયું તો.

બાજુની ખુરશીમાં એક યુવતી હતી. જેના લાંબા વાળ, કાજલથી શુશોભીત આખો, તેના લલાટ માં લાલ રંગના કુમકુમ થી કરેલ ગોળ ચાંદલો અને કેસરી રંગની સાડીમાં એક મોહિની થી કમ ન લાગતી. શ્યામના હદયના બંધ દરવાજા પણ તેને જોઈને તૂટી જ ગયા હતા. શ્યામ પોતાની છીટ ઉપર બેઠો ને તેને એક નજર બાજુમાં નાખી કે સામે જ આંખોના પલકારા સાથે જ એક નાનકડું સ્મિત આવ્યું કે શ્યામે પણ તેને આવકાર્યું. તરત એક અવાજ આવ્યો ” મારુ નામ મીરા !!!!!”

શ્યામે પોતાનું નામ જણાવ્યું બન્ને હવે જોડે જ બેસીને કામ કરતા હતા. શ્યામને ખાસ કઈ આવડતું ન હતું તો મીરા તેને મદદ કરતી હતી. આમ ક્યારેક તેના હાથનો સ્પર્શ થતો તો ક્યારેક તેના પગનો…

અચાનક થયેલા આવા સ્પર્શ બન્ને બાજુ એક તળવરાટ જગાવતા હતા. લાગે શાંત પાણીમાં કોઈએ પથ્થર નાખ્યો હોય ને પાણીમાં અનેક તરન્ગો પેદા થયા હોય.થયું પણ એવું ગોમતી નદીમાં નાહવા કોઈએ કૂદકો માર્યો કે પાણીની છાલોક શ્યામ ઉપર આવી ચઢી ને શ્યામ પોતાના ભૂતકાળમાંથી બહાર આવી ગયો…

બ્લોક થવાનું એક જ કારણ હતું એ હતું I LOVE YOU… છેલ્લા છ વર્ષથી શ્યામ એક જ મેસેજ કરતો જેના કારણે મીરા તેને બ્લોક કરતી. આજે પણ તેને એમ જ કર્યું. જે મીરાને ખબર હતી જ. તેના આ મેસેજ થી મીરા મનોમન હસવા લાગી. અને તેની આંખના ખૂણામાં પાણી ભરાઈ આવ્યું. તે વિચારવા લાગી.

એ દિવસો હતા જ્યાં શ્યામ અને મીરા ઓફીસમા સાથે કામ કરતા. પછી પરિચય વધતો ગયો તેમ બંને એકબીજાના નજદીક આવતા ગયા. મેસેજ અને કોલ ઉપર બન્ને સમય વિતાવતા હતા.

સમય મળે કે દ્વારકાની નગરીમાં બન્ને ચાલ્યા જતા. ક્યારેક આ ગોપી નદીમાં ભગવાન કૃષ્ણની ગોપીઓ સમાઈ ગઈ હતી.એમ જ આ મીરા અને શ્યામ બન્ને તેની પાળ ઉપર બેસીને એકબીજામાં ખોવાઈ જતા. ક્યારેક નાના નાના ઝગડા પણ થતા તો મીરા શ્યામને મનાવતી હતી. પોતાના હાથે જ ઓફિસમાં જમાડતી. લોકો તેમનો આ પ્રેમ જોઈને મંદ મંદ હસતા તો કેટલાય લોકો બળી જતા હતા.

દ્વારકા થી આગળ ૩ કિ.મિ રુક્ષમણી નું મંદિર છે જ્યાં રુક્ષમણી જી સમાણા હતા. ત્યાં પણ બન્ને ફરવા જતા હતા. તો રોજ ભડકેશ્વર મહાદેવ જ્યાં સનસેટ પોઇન્ટ છે ત્યાં ડૂબતા સૂરજને નિહાળવા બન્ને પહોંચી જતા હતા.

શ્યામની પ્રિય જગા હતી મીરા ગાર્ડન… કેમ કે તે મીરાંના નામની સાથે જોડાયેલ હતી તો મીરાની સાથે અઠવાડિયામાં એક મુલાકાત તો ત્યાં થતી જ. શ્યામને પોતાના ખોળામાં લઈને મીરા તેને જોતી રહેતી હતી.મીરા ગાર્ડન એ તેમની પહેલી મુકલાત એકલતામાં થયેલી અને છેલ્લી પણ…

શ્યામે ઘણીવાર મીરાંને પ્રપોઝ કરેલું પણ મીરા એક જ જવાબ આપતી કે આપણે એક સારા મિત્રો છે . એથી વધારે વિચારવું જોઈએ પણ નહિ. પોતાના ભૂતકાળમાં તલ્લીન મીરાને માથામાં તેની માતા એ એક ટપલી લગાવી ” ક્યારનીય હું બૂમો પાડું. ક્યાં ખોવાઈ ગઈ છે મીરા”. તરત મીરા સ્વસ્થ થઈ ગઈ. તેને મોબાઈલ બાજુમાં મૂકીને કામમાં મશગુલ થઇ ગઈ.

મીરાંને ઓફ લાઈન જોઈને શ્યામ પોતાનું બુલેટ લઈને નીકળી ગયો. આમે તેના ખૂનમાં એક રાજપૂતનું ખૂન હતું એટલે ઠાઠ તો હોય જ.. તે સીધો જ દ્વારકાથી નીકળી ને નાગેશ્વર મહેદેવના મંદિરે પહોંચ્યો જે દ્વારકાથી પંદર કી.મી આવેલ છે અને બાર જ્યોતિલિંગ માનું એક છે. ત્યાં ભગવાન શિવના દર્શન કરીને બેઠો.

આજે અહીં કેટલીય ભીડ હતી. કેટલાય લોકો આવતા જતા હતા. એક આશમાની કલરની સાડીમાં એક યુવતી આવતી હતી. જેને જોઈને શ્યામ એકદમ ઉભો થઇ ગયો. તેમાં મીરા જેવું જ રૂપ હતું પણ મીરા ન હતી. તેને જોઈને પાછું તેનું હ્દય શાંત થઇ ગયું. પણ એક ભુલાયેલી યાદ પાછી આવી ગઈ.

મીરા હવે તો આવે તેમ હતી જ નહીં કેમ કે તે ખુબ દૂર જઈ ચુકી હતી. તે દિવસે મીરા અને શ્યામ મીરા ગાર્ડનમાં હતા ને મીરાના આંખમાં થી આશુની ધારા વહેતી હતી. ટપક…ટપક.. ટપ.. ટપ.. આશુ શ્યામના હાથ ઉપર પડ્યા ને શ્યામ તેને પૂછવા લાગ્યો ” મીરા ,, ઓ મીરા.. આવું કેમ”.

રડતા આવજે મીરા બોલી ” ભગવાને આ નાત આને જાત ના વાડા ઉભા કરી દીધા છે. હું પણ તારા પ્રેમના તરાહમાં તણાઈ ચુકી છું પણ હવે આપણે મળી શકીએ નહીં. મારે હવે દ્વારકા છોડવું પડશે. હું તને વચન આપું છું કે આપણી આ દોસ્તીને ભલે લોકો પ્રેમ સમજે પણ આપનો અંતર આત્મા જાને છે કે આપણે બન્ને કેટલા શુદ્ધ છીએ. હું આપણી આ દોસ્તી સદાય અકબંધ રાખીશ”.

તેના આવા સવાલ અને જવાબમાં જ આજે શ્યામ અટવાઈ ગયો હતો. જેને તે પોતાનો પ્રેમ માનતો હતો એ પ્રેમ હાથવગો જતો હતો. આમે મીરા અને શ્યામ ક્યાં પુરા પ્રેમમાં રહ્યા હતા.. મીરા, શ્યામને પોતાના પતિની જેમ રાખી ચુકી હતી પણ એ શ્યામ માટે તો રાધા અને મીરા બન્ને રડતા હતા.

વરસાદના પ્રથમ બુંદમાં માટીની સુવાસ મધુર લાગે,,
મીરા અને શ્યામનો પ્રેમ જગજાહેર હતો છતા અધુરો લાગે.!!!!!!

તેની આંખમાંથી એ ટપકતા આશુમાં શ્યામ એવો તણાઈ ગયેલો કે તેની મંજિલ ક્યાં ? સાગરમાં જઈને અટવાશે તે તેને ખબર ન હતી. મીરા ગાર્ડનની તેમની એ છેલ્લી મુલાકાત હતી. જે યાદોમાં આજે પણ શ્યામને આંખોમાં પાણી આવી ગયું હતું.

અચાનક તેના મોબાઈલમાં મેસેજ આવ્યો ” શું કરે શ્યામ”.
“આજે પણ તારી યાદમાં, મીરા !!! “.
બન્ને વચ્ચે વાતોનો છીલછીલો ચાલું જ હતો. આજે પણ બન્ને બાજુ અધૂરી પ્યાસ દેખાઈ આવતી હતી. હવે શ્યામ તેને એક જ સવાલ કરતો ” હું તને ખુબ ચાહું “. પોતાના શ્યામને પોતાની હદયની આગોશમાં અટવાતો જોઈને મીરા પણ દુઃખી થતી. શ્યામ વધુ દુઃખી ના થાય એટલે તેને શ્યામને થોડા દિવસો માટે ફરી બ્લોક કરી દીધો….

શ્યામ જાણતો હતો કે મીરા ચાર દિવર પછી ફરીવાર વાત કરશે. કેમ કે તેને પણ શ્યામ વગર ક્યાં ચાલતું હતું.
બસ, આમ જ આજે પણ શ્યામ અને મીરા એકબીજાને વાતો કરે જ છે…

પોતાની મીરાંની યાદમાં આજે પણ શ્યામ દ્વારકાની ગલીઓમાં પોતાના ભૂતકાળના પ્રેમની સુવાસને તાજી કરવા માટે મીરાંને શોધે છે….

લેખક: મયંક પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક અવનવી વાર્તાઓ વાંચો ફક્ત ગુજ્જુરોક્સ પેજ પર.
તમે આ લેખ ‘GujjuRocks’ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આ પત્ર આપને ગમ્યો હોય તો આપના મિત્રો જોડે શેર કરો.. ધન્યવાદ.