ગુજરાતમાં પૂર અને વરસાદ બાદ હવે તોફાન ‘અસના’એ લાખો લોકોની મુસીબતમાં વધારો કર્યો છે. જો કે વાવાઝોડું હવે ઘણું નબળું પડી ગયું છે, પરંતુ ગુજરાતના અનેક પૂર પ્રભાવિત જિલ્લાઓની હાલત કફોડી બની ગઈ છે. ગુજરાતમાંથી પાણી ભરાઈ જવાની અનેક તસવીરો અને વી઼ડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ દરમિયાન વડોદરાના એક વિસ્તારમાંથી એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં લોકો પૂરના પાણીમાં પણ ગરબા કરી રહ્યા છે.
એવું માનવામાં આવી રહ્યુ છે કે આ વીડિયો જન્માષ્ટમીના દિવસનો છે, જ્યારે વડોદરામાં પાણી ભરાઇ ગયુ હતું. વીડિયોમાં લોકો ઘૂંટણ સુધીના પાણીમાં પણ ગરબે ઘૂમતા જોવા મળી રહ્યા છે. બેકગ્રાઉન્ડમાં સ્પીકર્સ પર મ્યુઝિક વાગી રહ્યું છે અને લોકો જોરોશોરોથી ગરબાની મજા માણી રહ્યા છે. આ દરમિયાન કેટલાક લોકો દહીં હાંડી કાર્યક્રમની તૈયારી પણ કરતા જોવા મળ્યા હતા.
ભારે વરસાદ અને વિશ્વામિત્રી નદીમાં આવેલ પૂરના કારણે આખુ વડોદરા શહેર પાણી પાણી થઈ ગયું હતું. અનેક મકાનો અને દુકાનોમાં પાણી આવી ગયુ હતુ. જો કે આવા સમયે પણ વડોદરાવાસીઓ મુશ્કેલીને ભૂલી ગયા અને ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની ઉજવણી કરી. નાગરવાડા વિસ્તારમાં જન્માષ્ટમીના બીજા દિવસે એટલે કે નોમના દિવસે શ્રીકૃષ્ણ જન્મોત્સવની ઉજવણી માટે લોકો એકત્ર થયા અને ઘૂંટણ સમા પાણીમાં મટકી ફોડનો કાર્યક્રમ કર્યો અને ગરબે પણ ઘૂમ્યા.
वडोदरा में भरे पानी के बीच खेला गया गरबा
नागरिकों का गरबा खेलते हुए वीडियो वायरल
वडोदरा में बाढ़ से घिरे लोगों के घरों में पानी घुस गया
लोगों ने आपदा का सामना करते हुए हंसते हुए गरबा खेला#Vadodara #VadodaraRain #Rain #vadodaraflood #vadodaranews #vadodararain #Garba pic.twitter.com/Iz1R8QjdnR— Priykant Journalist (@Priykantnews) August 31, 2024