વડોદરામાં દહેજ ભૂખ્યા સાસરિયાઓ પરણીતાને એવી સતાવી કે વાંચીને તમારા રૂંવાડા ઉભા થઇ જશે, પતિએ પણ કરી અભદ્ર માંગણી

મહિલાઓ સાથે શારીરક અને માનસિક હેરાનગતિની ઘણી ઘટનાઓ સામે આવતી રહે છે. ઘણી મહિલાઓને દહેજ માટે સાસરીવાળા હેરાન કરતા હોય છે તો ઘણી સ્ત્રીઓ પતિ દ્વારા અપાતા શારીરક ત્રાસનો પણ ભોગ બનતી હોય છે, હાલ એવી જ એક ઘટનાની ફરિયાદ વડોદરામાંથી પણ સામે આવી છે. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે.)

પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરાના સોમા તળાવ વિસ્તારમાં પિયરમાં માતા-પિતા સાથે રહેતી પરિણીતાના વર્ષ-2012માં લગ્ન સમાજના રીતિરિવાજ મુજબ મહારાષ્ટ્રના નાસિકના શેણીત ગામમાં રહેતા સાગર ભગવાન ચૌહાણ સાથે થયા હતા. લગ્નજીવન દરમિયાન પરિણીતાએ બે પુત્રને જન્મ આપ્યો હતો. જે પૈકી એક પુત્રનું વર્ષ-2016માં બીમારીના કારણે મૃત્યુ થયું હતું.

લગ્નના થોડા સમય સુધી પરણિતાને સાસરી વાળા સારી રીતે રાખતા હતા, પરંતુ થોડા સમય બાદ જ સાસરિયાઓએ તેમનો અસલી ચહેરો બતાવવાનું શરૂ કર્યું હતું અને દહેજ માટે પરણિતાને ત્રાસ આપવા લાગ્યા હતા. પહેલા લેપટોપ માટે 40 હજાર રૂપિયા માગતા પરણીતાએ તે આપ્યા હતા. ત્યારબાદ મકાન ખરીદવાની માગણી કરી હતી. જેના બાદ પરણિતાએ તેના પિતાને જણાવ્યું હતું કે જો તમે 2.50 લાખ રૂપિયા નહીં મોકલાવો તો મારો પતિ મને પરત ઘરે મોકલી દેશે.

દીકરીનો ઘરસંસાર ના બગડે તે માટે પિતાએ રૂ.2.50 લાખ રૂપિયા મોકલી આપ્યા હતા, જોકે, પતિે મકાનનું ડાઉન પેમેન્ટ ભર્યું નહોતુ અને 1 લાખ રૂપિયા અન્ય ખર્ચમાં વાપરી નાખ્યા હતા. જેથી પત્નીએ પતિને પૈસા વપરાઇ જશે તો મકાન માટે ડાઉન પેમેન્ટ કઇ રીતે કરીશું. જેથી બચેલા દોઢ લાખ રૂપિયા પિતાને પરત આપ્યા હતા. જોકે એક લાખ રૂપિયા પતિએ પરત આપ્યા નહોતા.

પતિ છેલ્લા 4 વર્ષથી એકલો પુનામાં રહેતો હતો અને પરિણીતાને સાથે રાખતો ન હતો. વર્ષ-2015માં પતિના અન્ય સ્ત્રી સાથે સંબંધ હોવાથી તેની સાથે પણ ઝગડો થયો હતો. પતિ દારૂ અને સિગરેટનું વ્યસન ઘરાવતો હોવાથી પરિણીતા પાસે વિવિધ બિભત્સ માગણી કરતો હતો. જ્યારે પરિણીતા તે માગણી પુરી ના કરી શકે તો પતિ માર મારતો હતો. આટલું જ નહીં દારૂ અને સિગરેટનું વ્યસન કરવા સમયે પતિ પુત્રને પણ સાથે બેસાડતો હતો.

આખરે ગત 20 ઓક્ટોબરના રોજ પતિએ પરિણીતાને તું તારા પિયરમાં જાય છે અને પાછું આવવું હોય તો તારા પિતા પાસેથી રૂ. 3 લાખ રોકડા લઈને આવજે નહીં તો અહીં પાછી આવતી નહીં તેમ જણાવી પુત્ર સાથે ઘરમાંથી કાઢી મૂકી હતી. જેના બાદ કંટાળીને પરણીતાએ વ્યસની પતિ અને સાસરિયા વુરૂદ્ધ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે દહેજ ધારા, મારઝૂડ અને ધાકધમકીની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Niraj Patel