પહેલા ઘીમાં તળ્યા પારલે-જી બિસ્કિટ અને પછી દૂધ નાખીને બનાવી બફરી, જોઈને લોકોએ કહ્યું.. “ભાઈ જીવવા દે અમને !!”

સોશિયલ મીડિયા પર રોજ બરોજ કેટલાય રસપ્રદ વીડિયો વાયરલ થતા રહે છે. ક્યારેક સ્ટ્રીટ ફૂડના વિચિત્ર કિસ્સાઓ પણ સામે આવતા રહે છે. હાલમાં જ દિલ્હીથી એક વીડિયો વાયરલ થયો છે જેમાં એક વ્યક્તિ પારલે જી બિસ્કીટની મીઠાઈ બનાવતો જોવા મળી રહ્યો છે. આ વાનગીનો વીડિયો વાયરલ થતાં જ લોકોએ જબરદસ્ત કોમેન્ટ કરવાનું શરૂ કરી દીધું હતું.

આ ઘટના દિલ્હીની છે. આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર ધ ફૂડ ટ્રેકર નામના ફૂડ ફ્રીકે શેર કર્યો છે. યુઝરે કેપ્શનમાં લખ્યું છે કે પારલે જી બિસ્કીટ ની બરફી દેશી ઘીમાં તળેલી છે. આ વિડિયો એ પણ બતાવે છે કે તે કેવી રીતે તેને બનાવવામાં આવી હતી. એક વ્યક્તિ પહેલા પારલે જીના બિસ્કીટને દેશી ઘીમાં ફ્રાય કરે છે, પછી તેને મિક્સર ગ્રાઇન્ડરમાં નાખે છે અને તેની પેસ્ટ બનાવે છે.

જેના બાદ એક બાઉલમાં મિલ્ક પાવડર અને દૂધ મિક્સ કરીને બેટર તૈયાર કરે છે. ત્યાર બાદ તે એક પેનમાં ખાંડ ગરમ કરે છે અને તેમાં મિલ્ક પાવડર અને મિલ્ક પેસ્ટ ઉમેરીને ગરમ છે. અને અંતે બિસ્કીટની પેસ્ટ ઉમેર્યા પછી તે થોડીવાર માટે તેને પકવતો જોવા મળે છે. આટલું કર્યા પછી વ્યક્તિ એક ટ્રે લે છે અને તેમાં નાખીને બરફી બનાવે છે.

 

View this post on Instagram

 

A post shared by Thefoodattacker (@thefoodattacker)

આ વીડિયો વાયરલ થતાં જ લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. કેટલાકને આ વીડિયો ગમ્યો તો કેટલાકે કહ્યું કે ભાઈ બહુ થઈ ગયું. એક યુઝરે લખ્યું કે શું મજબૂરી હતી ભાઈ. અન્ય એક યુઝરે લખ્યું કે ભગવાન તમારા પરિવારને આ સહન કરવાની શક્તિ આપે. આ ઉપરાંત એક વ્યક્તિએ લખ્યું કે હવે રડાવશો ભાઈ.

Niraj Patel