ફેસબુક પર મિત્રતા, પ્રેમ અને લગ્ન…520 કિમી દૂરથી બરેલી પહોંચી ખુશ્બુ, ધર્મ બદલી લીધા સાત ફેરા, બોલી- મુસ્લિમ ધર્મમાં મહિલાઓની ઇજ્જત નથી

પ્રેમી વિશાલ સાથે લગ્ન માટે ખુશબુ બાનોએ તોડી ધર્મની દીવાલ, કહ્યુ- મુસ્લિમ ધર્મમાં મહિલાઓની ઇજ્જત નથી

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

છેલ્લા ઘણા સમયથી દેશમાંથી ઘણી અલગ અલગ પ્રેમ કહાનીઓ સામે આવી ચૂકી છે. ત્યારે હાલમાં ઉત્તર પ્રદેશના બરેલીથી 500 કિલોમીટર દૂર સંત રવિદાસ નગરની ખુશ્બુ બાનોની કહાની હાલ ચર્ચામાં છે ખુશ્બુ બાનોને સોશિયલ મીડિયા દ્વારા વિશાલ કુમાર નામના યુવક સાથે પ્રેમ થયો હતો અને પ્રેમ ખાતિર તે બધુ છોડી બરેલી આવી ગઇ અને પ્રેમી સાથે લગ્ન કરી લીધા.

વિશાલ અને ખુશ્બુ બાનો ચાર વર્ષ પહેલા ફેસબુક પર મિત્રો બન્યા હતા. લગભગ 520 કિમીની મુસાફરી બાદ ખુશ્બૂ બુધવારે બરેલી પહોંચી અને પ્રેમી સાથે લગ્ન કરી લીધા. સંત રવિદાસ નગરની મુસ્લિમ યુવતી ખુશ્બૂ બાનોએ પોતાનો ધર્મ બદલી બરેલીના ભોજીપુરા વિસ્તારના વિશાલ કુમાર સાથે લગ્ન કર્યા છે.

ખુશ્બુ અને વિશાલ ચાર વર્ષ પહેલા ફેસબુક દ્વારા મિત્ર બન્યા હતા, ખુશ્બુ વિશાલ કરતા લગભગ ત્રણ વર્ષ મોટી છે. ખુશ્બુ બાનોએ જણાવ્યું કે તેની ફેસબુક પર પીપલસાણા, ભોજીપુરામાં રહેતા વિશાલ સાથે મિત્રતા થઈ અને પછી બંનેએ મોબાઈલ નંબર એક્સચેન્જ કર્યા. જે પછી બંને કલાકો સુધી એકબીજા સાથે વાતો કરવા લાગ્યા.

ધીરે-ધીરે તેમની મિત્રતા પ્રેમમાં બદલાઈ. જો કે, બંને અલગ-અલગ ધર્મના હોવાથી બંનેના પરિવારમાં સહમતિથી લગ્નની કોઈ અપેક્ષા નહોતી. એટલે ખુશ્બુએ પોતાનું ઘર છોડી દીધું અને બરેલી આવી ગઇ. હવે વૈદિક ધર્મ અપનાવ્યા બાદ ખુશ્બુએ પોલીસ સુરક્ષા માટે વિનંતી કરી છે. તેણે કહ્યું કે તેને શરૂઆતથી જ હિંદુ દેવી-દેવતાઓમાં શ્રદ્ધા છે.

ખુશ્બુએ જણાવ્યું કે લગ્ન બાદ ઓનર કિલિંગનો ખતરો છે. ઈસ્લામમાં મહિલાઓનું કોઈ સન્માન નથી. હલાલા, ટ્રિપલ તલાક એ સૌથી મોટી દુષ્ટતા છે અને આ દુષણોને કારણે તેણે ધર્મપરિવર્તન કર્યું છે. તે હવે ખુશ્બુ બાનો તરીકે નહીં, પણ ખુશ્બુ તરીકે ઓળખાવી જોઈએ.

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Shah Jina