કૃષ્ણપાલની થઇ શબાના, હિંદુ ધર્મ અપનાવી નામ રાખ્યુ પૂજા, 8 વર્ષની મહોબ્બત બાદ ઇસ્લામ છોડી હિંદુ રીતિ રિવાજથી કર્યા લગ્ન

20 વર્ષની શબાના મુસ્લિમથી બની હિંદુ : બરેલીમાં પ્રેમી કૃષ્ણપાલ સાથે કર્યા લગ્ન, કહ્યુ- બુરખામાં મહિલાઓને જોવી સૌથી વધારે નફરત

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

કહેવાય છે કે પ્રેમ કરનારાઓને કોઈ સરહદ, જાતિ કે ધર્મની દીવાલ રોકી શકતી નથી. બરેલીના આ કપલે કંઈક આવું જ કર્યું. અહીં રહેતી શબાનાએ હિંદુ ધર્મ અપનાવ્યો અને તેના પ્રેમી કૃષ્ણપાલ સાથે લગ્ન કરી લીધા. તેમના લગ્ન હિંદુ રીતિ-રિવાજ મુજબ થયા હતા. હાફિઝગંજના અમદાવાદમાં રહેતી શબાનાને તેના જ ગામના કૃષ્ણા પાલ સાથે પ્રેમ થઈ ગયો હતો.

20 વર્ષની શબાના મુસ્લિમથી બની હિંદુ

બંને આઠ વર્ષથી એકબીજાને ગુપ્ત રીતે મળતા હતા અને કલાકો સુધી ફોન પર વાત કરતો. આ પછી બંનેએ સાથે મળીને જીવન વિતાવવાનું નક્કી કર્યું અને પછી શબાનાએ ઇસ્લામ ધર્મ છોડી હિંદુ ધર્મ અપનાવ્યો અને લગ્ન કરી લીધા. શબાના અને કૃષ્ણપાલના લગ્ન મઢીનાથ સ્થિત અગસ્ત મુનિ આશ્રમમાં થયા હતા.

બરેલીના આશ્રમમાં લગ્ન કર્યા

પંડિત કેકે શંખધરે બંનેના લગ્ન હિંદુ રીતિ રિવાજ મુજબ કરાવ્યા હતા. આ પછી શબાનાએ હિંદુ ધર્મ અપનાવ્યો અને પોતાનું નામ શબાનાથી બદલીને પૂજા યાદવ કરી દીધું. પંડિત કેકે શંખધરે મંત્રોચ્ચાર દ્વારા શબાનાના લગ્ન કૃષ્ણ પાલ સાથે કરાવ્યા.

શબાનાનું કહેવું છે કે તેને હિંદુ ધર્મમાં વિશ્વાસ છે અને તે પુખ્ત છે. તેણે પોતાની મરજીથી અને કોઈપણ દબાણ વગર કૃષ્ણપાલ સાથે લગ્ન કર્યા છે.

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Shah Jina
error: Unable To Copy Protected Content!