ફીસ જમા ન કરવા પર સ્કૂલે પરીક્ષામાં ના બેસવા દીધી તો ધોરણ 9ની વિદ્યાર્થીનીએ ફાંસી લગાવી કર્યો આપઘાત

હે ભગવાન, ધોરણ 9ની વિદ્યાર્થીનીએ કર્યો આપઘાત : પરિવાર ફીસના પૈસા જમા ન કરી શક્યો તો સ્કૂલે પેપર આપવાથી રોકી, ઓમ શાંતિ કાઇને જજો….

ગુજરાત સહિત દેશભરમાંથી અવાર નવાર આપઘાતના મામલા સામે આવે છે, જેમાં પ્રેમ સંબંધ કે અવૈદ્ય સંબંધ સહિત અનેક કારણો હોય છે. આ ઉપરાંત છેલ્લા ઘણા સમયમાં વિદ્યાર્થીઓના આપઘાતના પણ ઘણા મામલા સામે આવે છે. ત્યારે હાલમાં વધુ એક મામલો સામે આવ્યો છે. જેમાં ધોરણ 9ની એક વિદ્યાર્થીનીએ આપઘાત કર્યો છે. યુપીના બરેલીમાં 14 વર્ષની એક વિદ્યાર્થીનીએ સીલિંગ ફેનથી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. વિદ્યાર્થિની ક્લાસમાં અભ્યાસ કરતી હતી.

આર્થિક સ્થિતિ નબળી હોવાના કારણે વિદ્યાર્થીનીનો પરિવાર દીકરીની ફી જમા કરાવી શક્યો ન હતો. સ્કૂલ દ્વારા વિદ્યાર્થીનીને સતત હેરાન કરવામાં આવતી અને આ વાત તેણે તેના પરિવારને પણ જણાવી હતી. વિદ્યાર્થીનીના પિતાએ આચાર્ય અને અન્ય શિક્ષકોને વિનંતી કરી હતી કે તે એપ્રિલ સુધીમાં ફી જમા કરાવી દેશે. વિદ્યાર્થિની સરસ્વતી વિદ્યા મંદિરમાં અભ્યાસ કરતી હતી.બરેલીના અશોક ગંગવારની પુત્રી સાક્ષી દુર્ગા નગર ઈન્ટર કોલેજમાં ધોરણ 9માં અભ્યાસ કરતી હતી. બાળકીના પિતા ઓટો ડ્રાઈવર છે.

વિદ્યાર્થીનીના પિતાએ જણાવ્યું કે હું દીકરીની ફી જમા કરાવી શક્યો નહિ. આજે પેપર હતું, મેં દીકરીને કહ્યું કે હું પૈસાની વ્યવસ્થા કરી શકું તેમ નથી. જ્યારે વિદ્યાર્થિની શાળાએ ગઈ ત્યારે આચાર્ય અને શિક્ષકોએ તેને શાળામાંથી કાઢી મુકી અને પરીક્ષા ન આપવા દીધી. જે બાદ વિદ્યાર્થિની તેના ઘરે પહોંચી પણ પેપર આપવાથી વંચિત અને શાળામાંથી કાઢી મુકવામાં આવેલી વિદ્યાર્થીનીએ સીલિંગ ફેન સાથે લટકીને આત્મહત્યા કરી લીધી. પિતાએ જણાવ્યું કે મારી પુત્રી અને પુત્ર એક જ સ્કૂલમાં અભ્યાસ કરતા હતા.

જેની ફી 20 થી 25 હજાર રૂપિયા હતી. શુક્રવારે દીકરીને પેપર આપવાનો ઈન્કાર કરી દીધો અને કહ્યુ કે, જ્યાં સુધી ફી જમા નહીં થાય ત્યાં સુધી તે પેપર આપી શકશે નહીં. આ પછી વિદ્યાર્થિનીને શાળામાંથી કાઢી મુકવામાં આવી હતી. 14 વર્ષની પુત્રીના મોત બાદ પરિવારની હાલત રડી રડીને ખરાબ છે. આ મામલે એસપી સિટીનું કહેવું છે કે વિદ્યાર્થીનીની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવી છે. પોલીસે પરિવારજનોની ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે. આત્મહત્યાનું કારણ ગમે તે હોય, પોલીસ તેની તપાસ કરી રહી છે.

Shah Jina