આત્મહત્યા નહિ પણ અફેરમાં થઇ હત્યા…! યુવતીનો ફોન ફ્લાઇટ મોડ હતો, એક નહિ બે બે સાથે લફડા હતા ઉર્વશીને…પછી…

જુનિયર કલાર્કની Exam આપવા સુરત આવેલી યુવતીના આપઘાત કેસમાં સૌથી મોટો ખુલાસો, એક નહિ બે બે સાથે લફડા હતા ઉર્વશીને…પછી…

ગુજરાતમાંથી અવાર નવાર આત્મહત્યા અને હત્યાના ઘણા મામલા સામે આવે છે. કેટલીકવાર ઘણા પ્રેમી પંખીડાઓ પ્રેમમાં નાસીપાસ થવાને કારણે અથવા તો સમાજમાં બદનામીને ડરે કે પછી પરિવાર પ્રેમ સંબંધને સ્વીકારશે નહિ તેને લઇને આત્મહત્યા કરી લેતા હોય છે. તો ઘણીવાર એવું પણ બને છે કે કોઇની હત્યા કરી તેને આત્મહત્યામાં ખપાવી દેવામાં આવે છે. હાલમાં એક કિસ્સો સામે આવ્યો હતો, જેમાં જુનિયર ક્લાર્કની પરીક્ષા આપવા આવેલી યુવતીનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં અને ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો.

આ કેસમાં પ્રાથમિક કારણ તો આપઘાત જ સામે આવ્યુ પણ હવે આ મામલે ઘટસ્ફોટ થયો છે. આ યુવતિએ આપઘાત નથી કર્યો પણ તેની નિર્મમ હત્યા કરવામાં આવી છે. યુવતીના ફાંસાની ઊંચાઈ અને લાશની સ્થિતિ જોતાં ઘટના શંકસ્પદ લાગી અને યુવતીનો ફોન પણ ફ્લાઈટ મોડ પણ હોવાનું સામે આવ્યુ અને 80થી 85 મિસકોલ પણ આવેલા જોવા મળ્યા. પ્રાપ્ત જાણકારી અનુસાર, માંડવીના પુના ગામે રહેતી ઉર્વશી ચૌધરી રવિવારે યોજાયેલી જુનિયર કલાર્કની સ્પર્ધાત્મક પરીક્ષા આપવા માટે સુરત જવા રવાના થઇ હતી,

તેના પિતા તેને માંડવી બસ સ્ટોપ પર મૂકી આવ્યા હતા. તે બાદ તેનો મૃતદેહ સાંજે બારડોલીના મોરી ગામે ગૌચરમાં આવેલ બાવળના ઝાડ સાથે ઓઢણી વડે ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો. જો કે, યુવતીની લંબાઇ અને આ સાથે ફાંસાની ઊંચાઇ શંકા ઉપજાવે તેવી હતી. ઉર્વશીના એક યુવક સાથે પ્રેમ સંબંધ હતા અને ખેડબ્રહ્મામાં અભ્યાસ દરમિયાન યુવતીને અન્ય યુવક સાથે પ્રેમ થયો હોવાથી બીજા યુવક સાથે પ્રેમ સંબંધ મંજૂર ન હોવાથી યુવકે યુવતિની હત્યાનો પ્લાન બનાવ્યો અને ઉર્વશીને તાપીના કિનારે મળવા બોલાવી.

આ દરમિયાન પહેલાથી જ હાજર પહેલો પ્રેમી અને તે યુવકે ઉર્વશીને ઉધરસની દવામાં ઝેર આપી બેભાન કરી અને પછી તેની ગળું દબાવીને હત્યા કર્યા બાદ આત્મહત્યામાં ખપાવવા લાશને ઝાડ સાથે બાંધી દીધી. ઉર્વશીને જુનિયર ક્લાર્કની પરીક્ષા હોવાથી તે ઘરેથી નીકળી અને પાછી ઘરે પરત ન આવતા તેના પિતાએ ઘણા ફોન કર્યા પણ તેણે ઉપાડ્યા નહિ અને તે બાદ તેમને એવું લાગ્યુ કે સુરતથી માંડવીની બસ રાત્રિના સાડા નવથી દસ વાગ્યા સુધી આવતી હોય છે એટલે મોડેથી પણ ઉર્વશી આવશે.

જો કે, તેમણે શોધખોળ ના કરી પણ આ દરમિયાન સાતેક વાગ્યા આસપાસ ફોન આવતાં દીકરાએ જણાવ્યું કે, કડોદના મોરી ગામે બોલાવ્યા છે. બાઈક લઈને મોરી ગામના મેદાનની બાજુમાં આવેલી બાવળિયાવાળી જગ્યામાં ઉર્વશીની ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી હતી અને સાથે તેની બેગ અને મોબાઈલ પણ મળ્યાં. તપાસમાં સામે આવ્યુ કે ઉર્વશીનો ફોન ફ્લાઇટ મોડ પર હતો અને મોબાઈલ પર 80થી 85 મિસ્કોલ આવ્યા હતા. ત્યારે હવે આ મામલે પોલિસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

Shah Jina