વાણંદની દુકાનમાં પુરુષોની શેવિંગ અને તેલની માલિશ કરે છે આ દીકરીઓ, પાછળની કહાની જાણીને તમે રડી પડશો

આખરે કેમ વાણંદની દુકાનમાં પુરુષોની શેવિંગ અને તેલની માલિશ કરે છે આ દીકરીઓ? જાણો હૃદયસ્પર્શી સત્ય સ્ટોરી

ઉત્તર પ્રદેશના બનાવરી ટોલા ગામમાં બે છોકરીઓ પોતાના પિતાની જ દુકાનમાં વાણંદનું કામ કરે છે. તે આ કામ કરીને સમજામાં રહેલી ધારણાઓને ચુનૌતી આપી રહી છે. શેવિંગ બ્લેડ બનાવનારી ‘જીલેટ’ કંપનીએ જાહેરાત દ્વારા તેઓની કહાનીને વર્ણવી છે.પિતાની તબિયત ખરાબ થઇ જવાને લીધે તેઓ પોતાના પિતાનું કામ સંભાળવા લાગી છે. આ બંને છોકરીઓનું નામ ‘નેહા અને જ્યોતિ’ છે. બંને ના નામ પર જ આ દુકાનું નામ છે. પિતાનો ઈલાજ અને પોતાના અભ્યાસ માટે તેઓ આ કામ કરી રહી છે. તે પુરુષોની દાઢીની થી લઈને માથામાં ચંપી કરવાનું પણ કામ કરે છે.

બનવારી ટોલા નિવાસી ‘ધ્રુવ નારાયણ’ ગામમાં દાઢી-વાળ કાપવાનું કામ કરતા હતા. તે છ દીકરીઓના પિતા છે. આ નાની એવી દુકાનની કમાણીથી ધ્રુવ નારાયણે પોતાની ચાર દીકરીઓના લગ્ન કરાવી નાખ્યા હતા હવે હવે નાની બે દીકરીઓની જવાબદારી ધ્રુવ નારાયણ પર હતી.વર્ષ 2014 માં ધ્રુવ નારાયણને લકવા થઇ ગયો હતો.હાથ-પગ કામ કરવાનાં બંધ થઇ ગયા હતા, હવે દુકાન પણ બંધ થઇ ગઈ હતી. ઘરનો ચૂલો પણ મુશ્કેલીમાં આવી ગયો હતો.એવામાં 13 વર્ષની જ્યોતિ અને 11 વર્ષની નેહાએ પિતાની આ બંધ પડેલી દુકાનને ફરીથી ખોલી અને કામ કરવાનું શરૂ કર્યુ, જો કે બંને માટે આ કામ કરવું આસાન ન હ હતું.

હવે આ બંને બહેનો 18 અને 16 વર્ષની થઇ ગઈ છે.આ બંને બહેનો તે માં-બાપ માટે એક જીવતું જાગતું ઉદાહરણ છે જેઓ એક દીકરાની ઈચ્છા ધરાવતા હોય છે કે પછી જેમણે દીકરીને જન્મ પહેલાં જ મારી નાખી હોય. આ બંને દીકરીઓએ દિકરાથી પણ મોટું કામ કરી બતાવ્યું છે, અને આટલી મોટી જવાબદારી નાની ઉંમરે જ ઉઠાવી લીધી.

તેઓનો આ વાળંદનો વ્યવસાય આગળની પેઢીથી ચાલતો આવ્યો હતો. ધ્રુવ નારાયણના પિતા અને દાદાપણ દાઢી-વાળ કાપવાનું કામ કરતા હતા. માત્ર 5 જ વર્ષમાં બંને બહેનોને આ નાની એવી દુકાનને સલૂન બનાવી દીધું.જો કે તેઓના માટે આ નાના એવા ગામમાં સલૂન બનાવવું આસાન કામ ન હતું.સમાજમાં લોકો શરૂઆતમાં જાતજાતની વાતો કરતા હતા પણ જ્યોતિ અને નેહાએ કોઈની પણ ના સાંભળી અને પોતાના કામને આગળ વધારતી ગઈ.

જ્યોતિ કહે છે કે,”આ કામ ખુબ કઠિન હતું, તમામ પ્રકારની સમસ્યાઓ પણ આવી.જો કે અમારી પાસે બીજો કોઈ વિકલ્પ પણ ન હતો.મજબૂરીમાં અમે અમારી હિંમત ના છોડી. જેમ જેમ હિંમત વધતી ગઈ તેમ તેમ સંજોગો પણ બદલાતા ગયા. આજે આ કામ દ્વારા જ અમારા ઘરનો ખર્ચ ચાલી રહ્યો છે અને પિતાનો ઈલાજ પણ”.

”આપણા સમાજમાં આ કામ મોટા ભાગે પુરુષો જ કરતા આવ્યા છે, મારા દાદા-પરદાદા અને પિતા એ પણ આ કામ કર્યુ. મને આ દુકાન ચલાવવામાં એટલી સમસ્યા આવી કે મને મારો વેશ બદલાવાવાં માટે મજબુર થાવું પડ્યું. છોકરાઓ જેવા વાળ રાખ્યા, છોકરાઓ જેવા કપડા પહેર્યા અને છોકરાઓની જેમ જ વર્તન કરવાનું શરૂ કરી દીધું.આ સિવાય મેં મારું નામ પણ બદલાવીને દિપક કરી નાખ્યું.જેને લીધે મને થોડી આસાની થઇ.જો કે આજે દરેક કોઈને ખબર જ છે કે અમે બંને છોકરીઓ છીએ”.

એક દિવસના બંને બહેનો મળીને 400 રૂપિયા જેટલા કમાઈ લે છે. તેઓની યોજના આગળ જાતા એક મોટું બ્યુટી પાર્લર ખોલવાનું છે. પિતાની તબિયત પણ પહેલા કરતા સુધરી ગઈ છે. તે દુકાન પર આવે છે અને બહાર બેસે છે. માં લીલાવતીને પણ પોતાની દીકરીઓ પર ખુબ ગર્વ છે.

પિતા ધ્રુવ નારાયણે કહ્યું કે,મારી દીકરીઓ ખુબ ઈમાનદારીથી કામ કરે છે. સમાજ શું કહે છે, તેની મને કોઈ જ ચિંતા નથી. મને ખુશી છે કે તેની આ હિંમતે પરિવારને સંભાળી લીધા છે. મારી દીકરીઓ દીકરાના સમાન છે. તેના સાહસ અને સંઘર્ષને જોઈને મારી આંખોમાં આંસુ આવી જાય છે, પણ છાતી ગર્વથી ફૂલી ઉઠે છે”.

માં લીલાવતી કહે છે કે,”મારી દીકરીઓએ જે રીતે હિંમત દેખાડી છે અને પુરા પરિવારને સંભાળ્યું છે તેના પર મને ગર્વ છે.ઘર ખર્ચા પણ તેઓની કમાણીમાંથી ચાલી રહ્યા છે. અમે તો હારી જ ગયા હતા જયારે તેના પિતાને લકવા થઇ ગયો હતો. મને તો કઈ સમજણમાં આવી જ રહ્યું ન હતું કે શું કરવું, ત્યારે મારી તાકાત બનીને મારી સામે આવી મારી દીકરીઓ”.

જણાવી દઈએ કે જ્યોતિ નેહાના આ કામના વખાણ બૉલીવુડ જગત પણ કરી ચૂક્યું છે. દંગલ ગર્લ ફાતિમા,સના શેખ,સાન્યા મલ્હોત્રા,રાધિકા આપ્ટે અને હેરસ્ટાઈલીસ્ટ આલિમ હકીમ પણ તેના આ કામના વખાણ કરી ચુક્યા છે. અભિનેતા ફરહાન અખ્તરે લખ્યું કે,”બંને દીકરીઓએ મનને સ્પર્શ કરી લીધું છે.પિતા અને ગામના લોકોને સલામ, જેમણે બંનેને સપોર્ટ કર્યો”.

સ્વરા ભાસ્કરે લખ્યું કે,”દુનિયા કોણ ચલાવી રહ્યું છે?બાર્બર શોપ ગર્લ્સ!જ્યોતિ અને નેહાની સ્ટોરી જાણીને ખુબ સારું લાગ્યું કે દેશની દીકરીઓ કોઈથી પાછળ નથી.

જુઓ જીલેટ કંપની દ્વારા રજૂ કરવામાં આવેલો વિડીયો….

YC