ખબર

પિતા કમાતા હતા માત્ર 200 રૂપિયા, પણ દીકરીએ 12માં ધોરણની પરીક્ષામાં 99.50% લાવીને નામ કર્યું રોશન

સફળતા મેળવવા માટે સાહસની જરૂર છે, મહેનતની જરૂર છે., ઘણા લોકો માત્ર સપના જોતા હોય છે, પરંતુ તેને પુરા કરવા માટે પ્રયાસો નથી કરતા. ઘણા લોકો પાસે સુખ સુવિધાઓ અપાર હોય છે, પરંતુ તેમનામાં મહેનત કરવાની ધગસ હોતી નથી, અને ઘણા એવા પણ હોય છે જેમની પાસે કઈ ના હોવા છતાં પણ જે છે તેનો ઉપયોગ કરીને જીવનમાં સફળતાનાં શિખરો પોતાની મહેનતથી સર કરે છે. આવું જ કંઈક પંજાબમાં જોવા મળ્યું.  પંજાબમાં માનસા જિલ્લાની રહેવાવાળી જસપ્રીત કૌરે ધોરણ 12ની પરીક્ષામાં 99.50 ટકા મેળવી તેના પિતાનું નામ રોશન કર્યું.

Image Source

બુધવારના રોજ પંજાબ બોર્ડનું ધોરણ 12નું પરિણામ જાહેર થયું, પંજાબ શિક્ષા બોર્ડ દ્વારા આ વર્ષે મેરીટ લિસ્ટ જાહેર નથી કરવામાં આવ્યું, જસપ્રીત કૌરે કુલ 450 માર્ક્સમાંથી 448 માર્ક્સ લઇ આવી અને રાજ્યના ટોપરમા સ્થાન હાંસલ કર્યું.

Image Source

જસપ્રિતના પિતા એક બાર્બર છે. તે રોજના માત્ર 200 રૂપિયા કમાય છે. એવામાં જસપ્રિતની કઠોર મહેનત અને લગનના કારણે તેને આ મુકામ હાંસલ કર્યું છે. જસપ્રીત માટે આ મુકામ મેળવવું એટલું સહેલું પણ નહોતું, તે પરિવારની મદદ કરવા માંગતી હતી. અભ્યાસની સાથે સાથે તે કામ કરવામાં પણ પોતાના પરિવારની મદદ કરતી હતી.

જસપ્રિતનું સપનું છે કે તે એક અંગ્રેજી શિક્ષિકા બને. પરંતુ તેના પહેલા તે એલિમેન્ટરી ટીચર્સ ટ્રેનિંગમાં એડમિશન લઈને ટીચર્સ એલિજિબિલિટી ટેસ્ટ પાસ કરવા માંગે છે. જેનાથી તે થોડા પાસ પણ કમાઈ શકે.

Image Source

જસપ્રીત પોતાના પાંચ લોકોના પરિવાર સાથે એક બે રૂમના એક જુના ઘરની અંદર રહે છે. તેના 10માં ધોરણમાં 79 ટકા આવ્યા હતા. 99.50 ટકા લાવવા ઉપર જસપ્રિતનું કહેવું છે કે “મેં મારુ લક્ષ નક્કી કરી લીધું, પછી લાંબા સમય સુધી અભ્યાસ કરતી રહી. હું મારી સમસ્યાઓને પોતે ઉકેલતી હતી. જો કોઈ મોટી સમસ્યા હોતી ત્યારે સ્કૂલ ટીચર મારી મદદ કરતા હતા.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.