ખબર

આજમગઢની અંદર મોડી રાત સુધી ચાલ્યો બારગર્લનો ડાન્સ, કોરોનાના નિયમોના ઉડ્યા ધજાગરા, જુઓ તસવીરો

કોરોના વાયરસનો પ્રકોપ દુનિયાભરમાં છે ત્યારે ભારતમાં પણ સરકાર દ્વારા કોરોના વિરુદ્ધ ગાઇડલાઇન અને કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે, તે છતાં પણ ઘણા લોકો આ નિયમોના અને ગાઈડલાઇનના ધજાગરા ઉડાવતા જોવા મળી રહ્યા છે.

Image Source

આવો જ એક કિસ્સો સામે આવ્યો છે યુપીના આજમગઢથી. અહીંયા કોરોનાની ગાઈડલાઇનને બાજુ ઉપર રાખીને ડીજે ઉપર આખી રાત બારગર્લ સાથે ડાન્સ થતો રહ્યો, જેને જોવા માટે પણ લોકો પોતાના જીવની ચિંતા કર્યા વગર ઉમટી પડ્યા અને ભારે ભીડ જામી હતી.

આજમગઢના જિલ્લા કંધારપુરમાં એક સમારંભની અંદર બારગર્લના ડાન્સનું મોડી રાત સુધી આયોજન કરવામાં આવ્યું હતું. એક બે નહિ પરંતુ આ સંમારંભની અંદર અડધો ડઝન બારગર્લનો ડાન્સ મોડી રાત સુધી ડીજેના તાલ ઉપર થતો રહ્યો.

Image Source

નિયમોના ધજાગરા ઉડાવતા સોશિયલ ડિસ્ટેંસીન્ગ અને માસ્ક પહેર્યા વગર ભીડમાં લોકો એ રીતે એકબીજા સાથે નજીક બેઠા હતા જાણે તેમને પોતાના જીવની કોઈ ચિંતા જ નથી.

આ સમગ્ર મામલામાં ના તો ત્યાં કોઈ સ્થાનિક પોલીસ કે ના બીજું કોઈ તેને રોકવા વાળું હતું. હવે સવાલ પણ આવા આયોજનની અનુમતિ કોણે આપતું હશે હતી ? આ સમગ્ર માહોલ જોઈને એમ જ લાગી રહ્યું છે કે આ લોકોને કોરોનાનો સહેજ પણ ડર નથી લાગી રહ્યો.

Image Source

હવે જોવાનું એ છે કે આવા કાર્યક્રમોના આયોજનો ઉપર પ્રસાશન દ્વારા કેવા પગલાં લેવામાં આવે છે. કોરોના ગાઇડલાઇન અંતર્ગત લગ્ન અને સમારંભમાં 100થી વધારે લોકોના ભેગા થવાની અનુમતિ નથી અને સોશિયલ ડિસ્ટેંસીન્ગનું પણ પાલન કરવાનું હોય છે.