મનોરંજન

મલાઈકા અરોરા સાથે સ્ટેજ પર ડાન્સ કરતા જોવા મળ્યા ‘બાપુજી’, ડાન્સ જોઈને જેઠાલાલે બંધ કરી દીધી આંખ – જુઓ વિડીયો

બોલિવૂડની મુન્ની અને જાણીતી એક્ટ્રેસ મલાઈકા અરોરા તેના ડાન્સથી અને તેના અંદાજથી લોકોનું દિલ જીતવામાં કોઈ કસર છોડતી નથી. આજકાલ મલાઈકા અરોરા ‘ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સર’માં જજ તરીકેની  ભૂમિકા નિભાવી રહી છે.

મલાઈકા અહીં ફક્ત સ્પર્ધકોને જ જજ નથી કરતી પરંતુ પોતે પણ ધમાકેદાર ડાન્સ કરીને લોકોના દિલમાં અલગ જ જગ્યા બનાવી લે છે. આ અઠવાડિયે ‘ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સર’ ના સ્ટેજ પર ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની ટિમ આવી હતી. આ ટીમે શોના સેટ પર ખુબ જ મસ્તી કરી હતી. જેનાથી જોડાયેલો એક પ્રોમો હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યી છે.

 

View this post on Instagram

 

A post shared by Aman Shah (@dance13_amanshah) on

આ વાયરલ વીડિયોમાં ‘બાપુજી’ મલાઈકા અરોરા સાથે ડાન્સ કરતા નજરે ચડે છે. ‘ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સર’ ના સ્ટેજ પર ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની ટીમે ખૂબ મસ્તી કરી હતી. તે જ સમયે ‘બાપુજી’ પણ અનારકલી ડિસ્કોચાલી ગીત પર મલાઇકા અરોરા સાથે ડાન્સ કરતા જોવા મળ્યા હતા. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે મલાઇકા અને બાપુજીનો ડાન્સ જોઈને જેઠાલાલે આંખો બંધ કરી દીધી હતી. વીડિયોમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની ટીમ ‘ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સર’ના સ્ટેજ પર ખૂબ મસ્તી કરતી જોવા મળી હતી. જેઠાલાલથી લઈને શોના બાકીના સભ્યો પણ મલાઇકા અરોરા સાથે જોરદાર ડાન્સ કરતા હતાં.આ વિડીયો ‘ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સર’ ફેન પેજ પર શેર કરવામાં આવ્યો છે.

જણાવી દઈએ કે ‘ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સર’ના આ એપિસોડને લઈને ફેન્સ ખૂબ જ ઉત્સાહિત જોવા મળી રહ્યા છે.ફેન્સ પણ આ શોના આ એપિસોડની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. મલાઇકા અરોરાના વર્ક ફ્રન્ટ વિશે વાત કરવામાં આવે તો, એક્ટ્રેસ ‘ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સર’માં નજરે આવી રહી છે. આ અગાઉ તે ભારતના નેક્સ્ટ ટોપ મોડેલમાં પણ જજ તરીકે જોવા મળી હતી. કામ સિવાય મલાઈકા અરોરા તેના ગ્લેમરસ લુક અને સ્ટાઇલને લઈને હંમેશાં ચર્ચામાં રહે છે. મલાઈકાની તસ્વીર અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે.

 

View this post on Instagram

 

A post shared by 🇮🇳🔥_THE_INDIAN_DANCE_FIRE_🔥🇮🇳 (@the_indian_dance_fire_786) on