પહેલીવાર મુસ્લિમ દેશમાં બની રહ્યું છે ભવ્ય મંદિર, ભારતમાંથી ગયા છે પથ્થર, નવી તસવીરો આવી સામે

હિન્દૂ મંદિરો દુનિયાભરની અંદર ફેલાયેલા છે, પરંતુ ઘણા મુસ્લિમ દેશો એવા પણ છે જ્યાં હિન્દૂ મંદિર નથી તો ઘણી જગ્યાએ હિન્દૂ મંદિરોને તોડી પણ પાડવામાં આવે છે, પરંતુ હવે એક મુસ્લિમ દેશની અંદર પહેલીવાર કોઈ હિન્દૂ મંદિર બનવા જઈ રહ્યું છે અને તે પણ ખુબ જ વિશાળ.

સંયુક્ત આરબ અમીરાત (યુએઈ)ની રાજધાની આબુધાબીની અંદર પહેલા હિન્દૂ મંદિરનું નિર્માણ શરૂ થયું છે. આ મંદિરની ખાસિયત છે કે તેની અંદર લોખંડ અથવા તો તેનાથી બનેલી સામગ્રીનો ઉપયોગ નહીં થાય.

આ મંદિરનું નિર્માણ ભારતની પારંપરિક મંદિર વાસ્તુકલા અનુસાર કરવામાં આવી રહ્યું છે. જેની કેટલીક સુંદર તસવીરો પણ સામે આવી છે. તમને જણાવી દઈએ કે આબુધાબીમાં બનનારું આ મંદિર ભગવાન શ્રી સ્વામિનારાયણનું મંદિર બનવાનું છે.

સંયુક્ત આરબ અમીરાતના પહેલા પારંપરિક હિન્દૂ મંદિરની પાયાનું કામ આવતા મહીનાના અંત સુધી પૂર્ણ થઇ જશે. બોચાસણવાસી શ્રી અક્ષર પુરષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS) તરફથી આબુ ધાબીમાં 45 કરોડ દીહરામ (લગભગ 888 કરોડ રૂપિયા)ના ખર્ચે આ મંદિરનું  નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આબુ ધાબીના અબુ મુરેઈખાહ ઉપર 27 એકડ આ મંદિરનું ક્ષેત્ર ફેલાયેલું છે.

પ્રોજેક્ટ ઈજનેરના જણાવ્યા પ્રમાણે મંદિરના પાયાનું નિર્માણ કાર્ય ફાઇનલ સ્ટેજ ઉપર છે. જે ગ્રાઉન્ડ લેવલથી 4.5 મીટર ઉપર છે. આ ફાઉન્ડેશનમાં બે સુરંગ છે, આ સુરંગો માટે પથ્થર ભારતમાંથી આવશે. આ પથ્થરોને પાથરવાનું કામ આવતા અઠવાડીએ શરૂ થઇ જશે. ફાઉન્ડેશનનું કામ એપ્રિલના અંત સુધી પૂર્ણ થઇ ગયા બાદ મે મહિનાથી કોતરેલા પથ્થર એસેમ્બલ કરવાનું કામ શરૂ કરવામાં આવશે.

મંદિર માટે પથ્થરો કોતરવાનું કામ ભારતમાં રાજસ્થાન અને ગુજરાતના સંગતરાશો દ્વારા કરવામાં આવ્યું છે, હાથથી કોતરવામાં આવેલા આ પથ્થરોમાં ભારતની સમૃદ્ધ સંસ્કુતિ અને ઇતિહાસની ઝલક જોવાની સાથે આરબ પ્રતીક પણ હશે. તેમાં રામાયણ, મહાભારત સમેત હિન્દૂ પુરાણોના પ્રસંગોથી જોડાયેલા ચિત્ર પણ હશે. મંદિરનું નિર્માણ પ્રાચીન હિન્દૂ શિલ્પ શાસ્ત્ર પ્રમાણે કરવામાં આવી રહ્યું છે.

આ મંદિરની નાદાર 7 શિખર હશે. આ યૂએઇના 7 અમીરાતના પ્રતીક પણ હશે. મંદિર માટે ગુલાબી પથ્થર રાજસ્થાનથી અને માર્બલ ઈટાલીથી મંગાવવામાં આવ્યા છે. મંદિર 2023માં સંપૂર્ણ રીતે બનીને તૈયાર થઇ જવાની આશા છે.

બીએપીએસ હિન્દૂ મંદિરના ધાર્મિક નેતા બ્રહ્મવિહારી સ્વામી ઘણા સ્થાનો ઉપર અધિકારીઓની સાથે મંદિર નિર્માણ માટે સમન્વય કરી રહ્યા છે. મંદિરમાં વિઝીટર સેન્ટર, પૂજા હોલ, લાયબ્રેરી, કલાસરૂમ, કમ્પ્યુનિટી સેન્ટર, એમ્ફિથિયેટર, પ્લે એરિયા, બગીચા, પાણીના ઝરણાં, ફૂડ કોર્ટ, પુસ્તકો અને ગિફ્ટ શોપ સમેત તમામ સુવિધાઓ હશે.

Niraj Patel