હાલમાં અમદાવાદના ઓગણજમાં ચાલી રહેલો પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ આખી દુનિયા માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે, આ મહોત્સવ એક મહિના સુધી ચાલવાનો છે. આ મહોત્સવમાં રોજ લાખો લોકો આવે છે, જેમાં ફક્ત ગુજરાતના જ નહિ પરંતુ દેશ વિદેશના લોકો પણ ઉત્સાહભેર આવે છે. પીએમ મોદી આ શતાબ્દી મહોત્સવનું ઉદ્દઘાટન કર્યુ હતુ અને તે બાદ આ મહોત્સવમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ આવી પહોંચ્યા હતા. જે બાદ તારક મહેતાના જેઠાલાલ એટલે કે દીલિપ જોશી સહિત અનેક જાણિતા કલાકારો પણ આ કાર્યક્રમમાં સામેલ થવા પહોંચ્યા હતા.
તમને ક્યાંકને ક્યાંક તો એમ થતુ જ હશે કે આ મહોત્સવમાં રોજના લાખો લોકો આવે છે, તો આ બધાનું મેનેજમેન્ટ સંસ્થા કઇ રીતે કરતી હશે. તો તમને જણાવી દઇએ કે, આ દરમિયાન સોશિયલ મીડિયા સાઇટ ફેસબુક પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જે પ્રેમલ પટેલ નામના યુઝર દ્વારા શેર કરવામાં આવ્યો છે, જેમાં જોઇ શકાય છે કે એક સ્વયંસેવક છે અને તે ડિશ કાઉન્ટર પાસે ઊભો છે. તેને વીડિયો બનાવનાર દ્વારા પૂછવામાં આવે છે કે તમે આટલી બધી ડિશો મૂકો છો તો ગણતરી કેવી રીતે કરો છો.
કારણ કે તેઓ એવું કહે છે કે એક કાઉન્ટ પર એક હજાર ડિશો હોય છે, તો શું 1000 ડિશો અલગથી ગણવામાં આવે છે ? આ સવાલના જવાબમાં સ્વયં સેવક કહે છે કે BAPSના સ્વયંસેવકો ટેક્નોલોજીમાં એટલા આગળ છે કે ગમે ત્યાંથી રસ્તો શોધી નાખે છે અને ટૂંક સમયની અંદર સ્પીડમાં કામ થાય એવો પ્રોજેક્ટ બનાવ્યો છે. આ દરમિયાન આ સ્વયંસેવક એક લાકડી બતાવે છે જેમાં નિશાન કરી તેમાં આંકડા લખવામાં આવ્યા છે જેમ કે 50, 60…90, 100. સ્વયંસેવક જણાવે છે કે ડિશોની ગણતરી કેવી રીતે થાય છે. ઉલ્લેખનીય છે કે,
અમદાવાદમાં પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ 15 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી સુધી ચાલશે. PM મોદીએ આ શતાબ્દી મહોત્સવમાં કહ્યું હતુ કે, “દુનિયાના કોઈપણ ભાગમાં જાઓ, તમે પ્રમુખ સ્વામી મહારાજ જીની દ્રષ્ટિનું પરિણામ જોશો. તેમણે સુનિશ્ચિત કર્યું કે આપણા મંદિરો આધુનિક છે અને તે આપણી પરંપરાઓને પ્રકાશિત કરે છે. તેમના જેવા મહાન લોકો અને રામકૃષ્ણ મિશન સંત પરંપરાને ફરીથી વ્યાખ્યાયિત કરે છે. તમને જણાવી દઈએ કે, પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં ભાગ લેવા માટે સ્વામી નારાયણ સંપ્રદાય સાથે જોડાયેલા 50 લાખ લોકો દેશના ખૂણે-ખૂણેથી આવવાના છે. આ ફેસ્ટિવલ માટે લગભગ 90 ટકા બુકિંગ પણ થયુ હતુ.