બપ્પી દાની પ્રેયર મીટથી સામે આવી હ્રદય કંપાવી દે તેવી તસવીર, દિવંગત પિતાની તસવીરને ચૂમતી જોવા મળી દીકરી રીમા, પત્ની ચિત્રાણી અને દીકરાના ચહેરા પર છવાઇ ઉદાસી

સુપ્રસિદ્ધ ગાયક-સંગીતકાર બપ્પી લહેરીનું 15 ફેબ્રુઆરીએ નિધન થયું હતું. તેમના નિધન પર શોક વ્યક્ત કરતા મુંબઈ ખાતે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતુ. બપ્પી દાની પ્રાર્થના સભામાં તેમની પત્ની ચિત્રાણી લહેરી, પુત્ર બપ્પા અને પુત્રી રીમા ફરી એકવાર ભાવુક જોવા મળ્યા હતા. દિવંગતને શ્રદ્ધાંજલિ આપવા માટે ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સેલિબ્રિટીઓ ત્યાં પહોંચી હતી, જેની તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી હતી.

તમને જણાવી દઈએ કે, પ્રખ્યાત ગાયક અને સંગીતકાર બપ્પી લહેરીનું 69 વર્ષની વયે નિધન થયું હતુ. નિધન પહેલા તેમને એક મહિના સુધી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 14 ફેબ્રુઆરીએ તેમને રજા આપવામાં આવી હતી, પરંતુ મંગળવારે તેમની તબિયત વધુ ખરાબ થઈ હતી. બપ્પી દાના પરિવારે ડૉક્ટરને ઘરે બોલાવ્યા. બપ્પી દાને તાત્કાલિક હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જોકે, લગભગ 11.45 કલાકે તેમણે આ દુનિયાને હંમેશા માટે અલવિદા કહી દીધું.

તેમના નિધનના લગભગ એક અઠવાડિયા પછી, તેમના પરિવારે પ્રાર્થના સભાનું આયોજન ગઇકાલના રોજ કર્યું હતુ. તેમના પુત્ર બપ્પા લહેરી તેમના પરિવાર અને બહેન રીમા લહેરી સાથે પ્રાર્થના સભામાં પહોંચ્યા હતા. બપ્પાની પ્રાર્થના સભાની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. બપ્પી લહેરીના અવસાનથી તેમની પુત્રી રીમા ખૂબ ભાંગી પડી હતી.

તેમને અંતિમ વિદાય આપતી વખતે તે ખૂબ જ રડતી જોવા મળી હતી. ત્યાં, પિતાની પ્રાર્થના સભામાંથી હૃદયદ્રાવક તસવીરો ફરી એકવાર સામે આવી છે. તસવીરમાં રીમા તેના સ્વર્ગસ્થ પિતાની તસવીરને ચુંબન કરતી જોઈ શકાય છે. તસવીરને ફૂલોથી શણગારેલી છે. ત્યાં જ બપ્પી દાનો પુત્ર બપ્પા પણ આ દરમિયાન ખૂબ જ ભાવુક દેખાઈ રહ્યો હતો.

બપ્પી લહેરીના અકાળ અવસાનથી સમગ્ર બોલિવૂડ જગતની સાથે તેમના ચાહકોની આંખોમાં આંસુ આવી ગયા. બપ્પી લહેરીએ દુનિયાને અલવિદા કહી દીધાને એક સપ્તાહ પૂર્ણ થયુ છે. તમને જણાવી દઈએ કે બપ્પી દાના નિધન બાદ બંને બાળકો દુઃખમાંથી બહાર નીકળી શક્યા નથી. આ દરમિયાન હવે પરિવારની કેટલીક તસવીરો સામે આવી છે.

પ્રાર્થના સભાની આ તસવીરોમાં તેમના પરિવારના લોકો દેખાઈ રહ્યા છે, બધા ખૂબ જ ભાવુક દેખાઈ રહ્યા છે. પ્રાર્થના સભાની આ તસવીરોમાં તેમના પરિવારના તમામ લોકો દેખાઈ રહ્યા છે. બપ્પી દાની આ પ્રાર્થના સભામાં ઘણા સેલેબ્સ પહોંચ્યા હતા. બોલિવુડ અભિનેત્રી શ્રદ્ધા કપૂર તેના પરિવાર સાથે બપ્પી દાની પ્રેયર મીટમાં સામેલ થઇ હતી.

Shah Jina