દીકરાએ ઉઠાવી બપ્પી દાની અર્થી, દીકરીના રડી રડીને હાલ થયા બેહાલ, થોડીવારમાં જ થશે અંતિમ સંસ્કાર, જુઓ વીડિયો

છેલ્લા થોડા દિવસમાં આપણો દેશ બે મોટી હસ્તીઓને ખોઈ ચુક્યો છે. જેમાં મહાન ગાયિકા લતા મંગેશકર અને બીજા એક પ્રખ્યાત ગાયક બપ્પી લહેરીનો સમાવેશ થાય છે. ગઈકાલે બપ્પી દાએ 69 વર્ષની ઉંમરમાં છેલ્લા શ્વાસ લીધા. બપ્પી દાના નિધન બાદ ચાહકોમાં પણ ઊંડો શોક જોવા મળી રહ્યો છે.

થોડીવારમાં જ બપ્પી દાના અંતિમ સંસ્કાર થવાના છે.  તે પહેલા તેમના નિવાસસ્થાનેથી કેટલીક ભાવુક કરી દેનારી તસવીરો સામે આવી છે. તેમની દીકરો બપ્પા લહેરી ગત રાત્રે જ પિતાના અંતિમ સંસ્કાર માટે અમેરિકાથી મુંબઈ પરત ફર્યો છે. બપ્પી દાના પાર્થિવ દેહને જે સમયે ઘરેથી સ્મશાન ઘાટ લઇ જવામાં આવી રહ્યો હતો ત્યારે તમેની દીકરી ધ્રુસકે ધ્રુસકે રડી રહી હતી. તો દીકરાની આંખોમાં પણ આંસુઓ છલકાયેલા હતા.

બપ્પી દાની દીકરીને ધ્રુસકે ધ્રુસકે રડતા જોઈને ત્યાં ઉપસ્થિત સૌ લોકોની અંખોમાં પણ આંસુઓ આવી ગયા હતા. બપ્પી લહેરીના નિધન બાદ તેમની પરિવાર તૂટી ચુક્યો છે. ગાયકના બાળકો ઉપર દુઃખોનો પહાડ તૂટી પડ્યો હોય તેમ લાગી રહ્યું છે. જયારે બપ્પી લહેરીનું નિધન થયું ત્યારે તેમનો દીકરો તેમની પાસે હાજર નહોતો, તે સાત સમુદ્ર પાર લોસ એન્જલ્સમાં હતો.

 

View this post on Instagram

 

A post shared by E24 Bollywood (@e24official)


બપ્પી લહેરીનો દીકરો બપ્પા લહેરી તેમની એકદમ નજીક હતો. તે પોતાના પિતાને જ પોતાના આઇડલ માનતો હતો. પરંતુ હવે બાપ-દીકરાનો આ સાથ હંમેશા માટે છૂટી ગયો. બપ્પી લહેરી છેલ્લા ઘણા સમયથી બીમાર હતા. 15 ફેબ્રુઆરીના રોજ તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી અને તેના થોડા સમય બાદ જ તેમનું નિધન થઇ ગયું. બપ્પી લહેરીએ હોસ્પિટલમાં તેમની દીકરીના ખોળામાં જ છેલ્લા શ્વાસ લીધા.

Niraj Patel