કૌશલ બારડ લેખકની કલમે

જે થાણામાં બાપ હતો સિપાહી ત્યાં જ IPS બનીને આવ્યો દિકરો! પિતાએ કરી પુત્રને સલામ, વાંચો ગર્વ થાય એવી સ્ટોરી

એ શનિવારનો દિવસ હતો. ઉત્તરપ્રદેશના વિભૂતિનગર પોલીસ સ્ટેશન પર એક અદ્ભુત સ્થિતી સર્જાયેલી હતી. વાત જાણે એમ હતી કે, ૨૦૧૪ની બેન્ચમાં યુપીએસસીની પરીક્ષા પાસ કરીને IPS બનેલા એક યુવકની અહીં એસપી(સુપ્રીન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ) તરીકે નિમણૂક થઈ હતી. ઓફિસરનું નામ હતું અનુપ કુમારસિંહ. આમાં નવાઈ જેવું શું હતું? હરેક થાણે આવી નિમણૂક તો થતી રહેતી હોય છે.અહીં નવાઈ એ હતી કે, વિભૂતિનગરના પોલીસ સ્ટેશન પર સિપાઈ તરીકે ફરજ બજાવનાર એક માણસે IPS અનુપ કુમારસિંહને સેલ્યુટ મારીને વધામણી આપી, દરેક પોલીસે કર્યું તેમ. આમાં પણ કશી નવાઈ નહોતી? હતી. એ સિપાહી નિમણૂક પામેલા સુપ્રીન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ અનુપકુમારના પિતા હતા! જનાર્દનસિંહ વર્ષો થયે અહીં ફરજ બજાવતા હતા. તે દિવસ તેમના માટે સોનવર્ણો હતો. અહા! પોતાના પેટનો દિકરો ભારતની કઠિનત્તમ પરિક્ષા ઉત્તીર્ણ કરીને એક જબરદસ્ત પોસ્ટ પર બિરાજ્યો હતો.

ઉત્તરપ્રદેશની આ વાત હરેક વિદ્યાર્થીઓ, યુવાનો માટે પ્રેરણાદાયી છે. બાપ માટે આનાથી મોટી ખુશી શું હોઈ શકે? પોતાનો દિકરો હવે થાણાનો સર્વોપરી બનીને આવ્યો એટલે હવે તો….પણ નહી! જનાર્દનસિંહ કહે છે કે, એમની વચ્ચે પહેલો સબંધ હંમેશા હોદ્દાનો રહેશે, જ્યાં સુધી તેઓ ડ્યુટી પર હશે. એ મારો ઉપરી અધિકારી છે ને એનો હુકમ માનવાની મારી ફરજ છે. આ ફરજ હું કદી નહીં ત્યજું. ઘરે અમે બાપ-દિકરો છીએ, અહીંયા નહી!અનુપ કુમારસિંહે જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી(JNU)માંથી ભુગોળ સાથે અનુસ્નાતકની ડિગ્રી મેળવ્યા બાદ કઠોર મહેનત કરીને ૨૦૧૪ની બેન્ચમાં યુપીએસસીની એક્ઝામ પાસ કરી. ત્યારબાદ સર્વપ્રથમ પોસ્ટીંગ વિભૂતિનગરમાં મળ્યું કે જ્યાં પોતાના પિતા સિપાહી તરીકે હતા.

અનુપ કુમાર કહે છે કે, મારા પિતા હંમેશા મારે માટે વંદનીય રહ્યા છે. દિવસની શરૂઆત એમના ચરણસ્પર્શથી જ થાય છે. મારા પિતાએ કદી મને એમ નથી કહ્યું કે, તું ચોપડી પકડીને જ બેસ અને રમતો રમવાની છોડી દે. તેઓ હંમેશા કહે છે કે, જે પણ કામ કરો એ દિલ લગાવીને કરો. એ કામ પછી બગીચામાં ફૂલછોડને પાણી પાતા માળીનું જ કેમ ના હોય!જનાર્દનસિંહની શરૂઆતી સ્થિતી બહુ સારી નહોતી. સાઇકલ પર અનુપને અને દિકરી મધુને લઈને સ્કુલે મુકવા જતા. પણ તેમણે કદી બાળકોના ભણવામાં અંતરાય ના આવવા દીધો. અને બાપની મહેનત રંગ લાવી જ હો! પરીવારમાંથી કોઇ પણ આટલી ઉંચી પોસ્ટ પર નહોતું. અનુપકુમારે તે કરી દેખાડ્યું. પેટે પાટા બાંધીને સંતાનોને ભણાવતા મા-બાપને ગૌરવ આપનારા બાળકો જ ખરેખર ‘જણ્યાં પરમાણ’ કહેવાને લાયક હોય છે!

Author: Kaushal Barad GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks