લેખકની કલમે

બાપ ની મરજી વિરુદ્ધ ભાગીને લગ્ન કરનાર છોકરીની સત્ય ઘટના – જો જો રડી ન પડતા

ઇન્તજાર….

મયંક પટેલ – વદરાડ

એક વેદના દિલમાં દબાવીને બેઠી છું
તારા ઇન્તજારમાં દીકરીને હૈયે લગાવી બેઠી છું.

આ એક સત્યઘટના છે નામ અને સ્થળ બદલેલ છે. લખવા માટે એટલ જ મજબુર થયો છું કે એક પત્ની અને એક દીકરીની વ્યથા સાંભળીને મારૂ હ્દય કલમ ચલાવવા આતુર હતું. માં અને દીકરી ને ઇન્તજાર છે એક પતિનો, એક બાપ નો…

ગુજરાત અને મધ્યપ્રદેશના બોડર ઉપર આવેલું એક નાનકડું ગામ. ગામની ઉત્તર દિશાએ એક નાનકડું મકાન હતું. જેમાં એક પરિવાર રહેતો હતો. આ પરિવારની શોભા વધારતી હતી મહેક ગોસ્વામી. એક બાપની આ વહાલી દીકરી હતી.

શંભુનાથની હવે ચિંતા ખુબ વધી હતી. મહેક એ ઉંમર ઉપર પહોંચી હતી જ્યાં તેને આજે નાચવું, મજાક મસ્તી કરવાની હોય પણ એ આશા અહીં રખાય એમ ન હતી. કેમ કે પોતાની વહાલી દીકરી આજે એક વર્ષથી પિયરમાં હતી. તેની નાની ચાર વર્ષની દીકરી ને લઈને…….

મહેક રોજ ઇન્તજાર કરતી હતી પોતાના પતિનો કે આજે આવશે લેવા માટે. તેને જયારે પણ તેના મોબાઈલની રિંગ વાગતી કે થતું મારા પતિનો કોલ હશે. નાની દીકરી ત્રિશા પણ કહેતી કે ક્યારે મારા પિતાજી આવે ક્યારે આવે.

ઉગતી સવાર નવા સ્વપ્ન લઈને આવતી અને ડુબતી સાંજ હદયમાં અંગારા મૂકીને જતી હતી. પણ એવું શું હતું ?. તેનો પતિ ક્યાં હતો ?. કેમ આવતો ન હતો ?. એ કારણ પણ મહેક અને તેંનું ફેસબુક હતું.

આજ થી ચાર વર્ષ પહેલાની વાત છે. મહેક નાદાન ઉંમર માં પગલું નાખીને ઉભી હતી. તે બાવીસ વર્ષની હતી. હૈયું તેનું હિલોરે ચઢેલું હતું. તેના જોબનમાંથી અંગારા વરસતા હતા.

નવળી પડે કે પોતનો મોબાઈલ લઈને બેસી જતી. વધુ ખબર પડતી ન હતી. તે સોશિયલ મીડિયા નો યુઝ કરતી. તેને ફેસબુકમાં એક એકાઉન્ટ બનાવ્યું હતું. નવું નવું જોવાની નવા ચહેરા જોવામાં તેને મજા આવતી હતી.

એક દિવસ તેને એક આઈ.ડી જોઈ . જેમાં એક ખૂબસુન્દર યુવાન નો ચહેરો હતો. નામ હતું સાહિલ પટેલ!!!!!

મહેકે તેને ફ્રેન્ડ રિકવેષ્ટ મોકલી. સાહિલનું નેટ બંધ હતું. તેને જયારે નેટ ઓન કર્યું કે મહેક ગોસ્વામી ની ફ્રેન્ડ રિકવેષ્ટ પડી હતી. આ જોઈને તેના મનમાં અનેક ખ્યાલ આવવા લાગ્યા. તેને આ રિકવેષ્ટ એક્સેપ્ટ કરી લીધી.

મહેકની આજ એક જીવનની મોટી ભૂલ હતી. પણ સમજ વધારે ન હતી. તે નાદાન હતી. હવે તો રોજ વાતો ના ગપાટા બન્ને મારતા. રાતે પણ મોડા સુધી વાતો કરતા હતા. બન્ને બાજુ લાગણીઓ વધી ગઈ હતી. એનો ફાયદો સાહિલે ઉપાડી લીધો. એક દિવસ સાહિલે તેને પ્રપોઝ કર્યું. થોડા દિવસ ફેસબુક ઉપર કરેલી વાતોમાં મહેક મોહી ગઈ અને તેને એક પ્રેમ સ્વીકારી લીધો. !!!!!!!!

બન્ને બાજુ કોઈ કોઈને જાણતું ન હતું. ફક્ત વોઇસ કોલ અને ચેટ માં જ એક્બીજાની ઓળખાણ હતી.જેમ દહીં વાલોવાય ને છાસ બને એમ જ આ બન્ને હ્દય પુરેપુરા વાલોવાઈ ગયા હતા. સાહિલ તેને રાતે પણ સુવા દેતો નહિ. બસ ! વાતો જ કરવી. મહેકને પણ આ ગમતું બધું ચોરીછુપી ચાલતું હતું. દિવસે દિવસે બન્ને બાજુ પ્રેમની ગરમીનો પાળો ઉપર ચઢતો હતો.

એક દિવસ રેલ્વેસ્ટેશન ઉપર બન્નેએ મુલાકાત કરી. હાથો માં હાથ મૂકીને એકબીજામાં પરોવાઈ ગયા હતા. લોકલાજ અને ડર ના કારણે આ મુલાકત જાજી ના રહી.

સાહિલને થતું કે કોઈપણ સંજોગોમાં મહેકને પામવી જ. તેને પોતાનું બધું જ ધ્યાન મહેક ઉપર કેન્દ્રિત કરી દીધું. એક દિવસ બન્ને ભાગી ગયા. આ એમની બીજી જ મુલાકાત હતી. ગોરખનાથના ડુંગરને સાક્ષી માનીને બન્નેએ કોર્ટ મેરેજ કરી લીધા. પાસે જાજા રૂપિયા પણ હતા નહીં. એટલે બન્ને પોતાના વતને પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયા.

પોલીસ સ્ટેશનમાં બન્નેના સગા સબંધી આવી ગયા હતા. જેમાં મહેકના પિતરાઈ ભાઈઓ સાથે સાહિલની બોલાચાલી અને ઝપાઝપી થઇ ગઈ. સાહિલને આ જરાય ગમ્યું નહીં. પણ જેની દીકરી હોય એને ખબર પડે ભાઈ, કે કેમ તેને વિદાય અપાય.

લગ્ન પછી સાહિલના ઘરે મહેક ખુશ હતી. સાહિલ તેને ખુબ સંભાળ રાખતો. પ્રેમની આ લીલા હતી. જેમ કોઈ ફિલ્મનો શો પૂરો થઇ જાય ને આખી સિનેમા ખાલી ખાલી થઇ જાય. જ્યાં હસવાના, તાલીના અવાજ બંધ થઈ જાય એમ ધીરે ધીરે મહેકની ખુશબુ ઉડવા લાગી.

જે મહેક લગ્ન પહેલા જો નેટ ચાલુ ના કરે તો તેના ઇન્તજારમાં સાહિલ પાગલ થઈ જતો હતો. આજે એજ મહેકને કહેતો કે “તારે નેટ યુઝ કરવું નહીં”. જ્યાં બંને એકબીજાને આખો દિવસ શું કર્યું તે કહેતા હતા ચેટ માં. આજે સાહિલ શું કરે એની ખબર પણ મહેકને પડતી નહિ. કે તે કશું પણ કહેતો નહીં. વધુ તો પોતાનો મોબાઈલમાં પણ સ્ક્રીન લોક રાખતો જેથી મહેક કઈ પણ જુએ નહિ.

તો પણ મહેકને થતું કે મારો પ્રેમ છે. તે બદલાઈ જશે. અને થયું એવું કે મહેકને એક દીકરી અવતરી ત્રિશા. પિતાની દીકરીને ખુબ લાડ કરતો પણ પત્ની ને નહિ. નાનકડી વાતો માં તે રિસાઈ જતો અને મહિના સુધી બોલતો નહીં. આખરે મહેક થાકીને માનવતી. મોડ થોડા દિવસ આ પ્રેમ રહેતો પાછું હતું એમ જ.

પોતાની પત્ની કરતા તેની માતા અને પિતાનું વધુ માનતો. દરેક વાતો તેમને શેર કરતો હતો. આ બધું જ મહેક સહન કરીને બેઠી હતી. કેમ કે હવે તે એક માતા હતી. તેને પોતાના પ્રેમનો ખ્યાલ આવી ગયેલો પણ ભરોસો એટલો પ્રેમ ઉપર હતો. હજુ તેનો નશો ઉતરેલ ન હતો.

દુઃખ તો એ વાતનું હતું કે રાતે પણ તે મહેક જોડે આવતો નહીં. પ્રોન ફિલ્મો તેને બતાવીને તેની માનસિકતા બગાડતો હતો. અને ફિલ્મોમાં ડૂબેલો રહેતો પણ મહેકની ખુશ્બુ માં નહિ. હવે તેને આ મહેક પસન્દ ના હોય એમ કરતો.

સાહિલની આવી પ્રતિક્રિયાથી મહેક વાકેફ થઇ ગઈ હતી. પણ હવે કરે શું ?. તે પોતાના પિતાની વિરુદ્ધ ભાગીને આવી હતી. એ દિવસે એને એમ જરાય લાગ્યું ન હતું કે મને વિસ વર્ષ સુધી મારા પિતાજીએ મોટી કરી,ભણાવી અને આજે હું આ પગલું ભરું છું એમ પણ ફેસબુકના પ્રેમ માટે. જેને કદી જોયો પણ નથી. બસ મીઠી મીઠી વાતોમાં જ તેનું મન મોહિત થઇ ગયું હતું. એ સમયે તેની ઉંમરનું એક વાવાઝોડુ હતું. જો તે વાવાઝોડાનો તેને સામનો કર્યો હોત તો આજે એ દિવસ ના આવત.

પોતાના પતિને ત્યાં જે ખુશીયા મળવી જોઈએ એ હવે તેની આશાઓ ઉપર પાણી ફળી ગયું. જાણે જિંદગીનો એક એક દિવસ જીવવા માટે જ જીવતી હોય. તેના પિતાને પણ દીકરીની યાદ ખુબ આવતી હતી. એકલતામાં શંભુનાથ યાદ કરીને રડી જતા. છેવટે એક પિતાએ દીકરી આગળ નમતું જોખ્યું. તેમને દીકરીને એક દિવસ કોલ કર્યો. ” કેમ છે બેટા, મજામાં. શું કરે ?. મારી નાની દીકરી ત્રિશા….”.

રડતા આવજે એક બાપ પોતાની દીકરીને વાત કરતો હતો. પીતાનો આવાજ સાંભળીને આ દીકરી ખુબ ખુશ થઇ ગઈ તેને પિતા જોડે વાત કરી. હવે તેને પોતાના પિતાને મળવાની ખુબ તાલાવેલી જાગી. તેને સાહિલને કહ્યું ” મને મમ્મી પાપાની યાદ આવે છે. હું તેમને મળવા માટે જાઉં”.

કેવો કળીયુગ પોતાના જન્મદાતાને મળવા માટેની પણ પરવાનગી લેવી પડતી. સાહિલે તેને યોગ્ય લાગે તેવો જવાબ આપેલ. જે મહેકને કાળજે વાગ્યો હતો. પણ આ શુદ્ધ પ્રેમ હતો એક દીકરી અને પિતાનો જેને કોઈ પતિ એકબીજાને મળતા રોકી શકતો નથી. ભવિષ્યની ચિંતા કર્યા વગર મહેક પોતાની દીકરી સાથે પિયરમાં ચાલી નીકળી.

બારણાંની બહાર દીવાલને ટેકે બેઠેલી મહેક આજે પિતાના ઘરે આઝાદ હતી. અહીં તે નેટ પણ યુઝ કરતી હતી. કોઈ બંધન પણ ન હતું. ભલે ભાગી ગઈ હતી તો પણ તેને આજે પહેલા જેવો જ પ્રેમ મળતો હતો. આજે પણ તેના પિતા અને માતા તેની ઇચ્છાના ગુલામ હતા.

પણ આ બધામાં એક નાની દીકરીનું શું ? શું તેને પોતાનો સમાજ સ્વીકાર છે. પોતાના પતિને ઘરે હવે તેને સુખ મળશે અનેક વિચારોમાં તે ખોવાયેલ હતી. તેની દીકરી ત્રિશા પોતાના નાના જોડે થી આવતી દેખાઈ. મહેકની આંખના ખૂણા ભીના થઈ ગયા હતા. પણ વેદના કહે કોણે. દુઃખ જાતે જ ઓળ્યું હતું ને. દીકરી આવીને માના ખોળામાં બેસી ગઈ. આજે અચાનક બોલી….. ” મમ્મી હવે પાપા ના ઘરે નથી જાવું. એ આપણે લેવા નહિ આવે ?. “

આ સવાલના જવાબ માતા જોડે પણ ન હતા. તેને પોતાની દીકરીની વેદના સમજી ગઈ. અને તેને બીજી વાતોમાં વાળી દીધી. સવાલ તો એ મોટો હતો કે જ્યારે પોતાની દીકરી જ મોટી થઇ ને આવું પગલું ભરશે તો એક માતા તરીકે શિખામણ પણ શું આપશે.

એક વર્ષથી પોતાના પિયમાં બેઠેલી મહેકને તેના પતિએ કોલ પણ કરેલ નહીં. આ જ લવ હતો ને. બસ પિતાના ઘરે નીકળી ત્યારે કહેલું ” જવું હોય તો જ પણ ડિવોસ આપજે. કે પછી જાતે જાય તો જાતે પાછી આવજે . લેવા કોઈ આવશે નહીં.

ધિક્કાર હતો સાહિલ ઉપર કે એક દયાનો ભાવ પણ ન હતો. કે પછી પોતાની પત્નીને લેવા આવતો ડર હતો એતો એનું મન જાને……

પણ લાચાર બનેલી એક પત્ની અને દીકરી પોતાના પતિના અને પિતાના ઇન્તજારમાં પિયરમાં બેઠી છે. બસ ! એક મુંજવણ ભરેલી છે એના હદયમાં કે જવું કે ના જવું…..દોસ્તો મહેરબાની કરીને કોમેન્ટમાં જવાબ આપજો જેથી તમારો જવાબ યોગ્ય જગાએ પહોંચે અને કોઈની જિંદગી બચે…. ધન્ય છે એ બહેન ને જેને પોતાની આપવીતી જણાવી જેથી બીજી યુવતીઓ આ ફેસબૂકીયા લવ માં ફસાય નહીં..

મયંક પટેલ…..

તમે આ હદયસ્પર્શી લેખ/વાર્તા/રેસિપી ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.
મિત્રો આ લેખ તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર જણાવજો.. 🙏 અમે હજુ વધારે લેખ લાવી રહ્યા છીએ એટલે તમારા મંતવ્ય અમારા માટે અગત્યનાં છે!!