ખબર

ભારતમાં વધતા કોરોનાના કેસને લઇને આ દેશોએ મૂક્યો ભારતીય ફ્લાઇટ્સ પર બેન, જાણો

કેનેડાની ફેડરલ સરકારે ભારત અને પાકિસ્તાનમાં ઝડરપભેર વધી રહેલા કોરોનાના કેસને કારણે આ બંને દેશોમાંથી આવતી તમામ કમર્શિયલ અને પ્રાઈવેટ ફ્લાઇટ્સ પર ગુરુવારથી 30 દિવસ માટે પ્રતિબંધ મૂકી દીધો છે.

દેશમાં સતત કોરોના કેસ વધી રહ્યાં છે. ભારતમાં કોરોનાનો પ્રકોપ દિન પ્રતિદિન વધી રહ્યો છે. રોજ નવા કેસમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. મૃત્યુઆંક પણ ચિંતાજનક રીતે વધી રહ્યો છે. ભારતની આ સ્થિતિને જોતા કેટલાક દેશોએ ભારતીયોની તેમના દેશમાં એન્ટ્રી પર પ્રતિબંધ લગાવી દીધો છે અને ભારતથી ફ્લાટસનું આવન-જાવન બંધ કરતાં તમામ કોમોર્શિયલ અને પ્રાઇવેટ ફ્લાઇટ બંધ કરી દીધી છે.

યુનાઇટેડ અરબ એમિરેટ્સ UAEએ પણ ભારતમાં વધતા કોરોનાના કેસને લઇને ભારતીય ફ્લાઇટ્સ પર પ્રતિબંધ મૂકી દીધો છે. 10 દિવસ માટે ભારતીય ઉડાન પર બેન લગાવ્યો છે. આ ટ્રાવેલ બેન 24 એપ્રિલથી 10 દિવસ માટે શરૂ થશે, તે બાદ હાલાતની સમીક્ષા કરવામાં આવશે.

ટ્રાન્સપોર્ટ મંત્રી ઓમર અલઘાબરાએ એક વર્ચ્યુઅલ પ્રેસ-કોન્ફરન્સમાં આ જાણકારી આપી હતી. તેમણે કહ્યું હતું કે કેનેડા સરકાર આ હંગામી પ્રતિબંધ ભારત અને પાકિસ્તાનથી આવનારી ફ્લાઈટ્સ માટે મૂકી રહી છે, કેમ કે બંને દેશઓમાંથી આવતા મુસાફરોમાંથી મોટા ભાગના લોકો કોરોના પોઝિટિવ હોય છે, એવું ટેસ્ટ દરમિયાન જોવા મળે છે.