ખબર જાણવા જેવું

ઓક્ટોબર મહિનામાં 11 દિવસ સુધી રહેશે બેંક બંધ, જાણો ક્યારે-કયારે રહેશે બેંક બંધ- નહીંતર ધક્કા ખાવાનો વારો આવશે

ઓક્ટોબર મહિનો એટલે તહેવારોનો મહિનો. આ જ મહિનામાં દશેરા અને દિવાળી જેવા તહેવારો આવે છે. ત્યારે જો તમે આ મહિનામાં બેન્કના કોપ કામ નિપટાવવાના હોય તો આ ખબર ફક્ત તમારી માટે જ છે. કારણકે આ મહિનામાં ઘણા દિવસ સુધી બેંક બંધ રહેશે. આ મહિનામાં દશેરા અને દિવાળી જેવા 2 મોટા તહેવારને કારણે ઓક્ટોબર મહિનામાં લગભગ 11 દિવસ બેંક બંધ રહેશે. આ આર્ટિકલ દ્વારા અમે તમને જણાવવા માંગીએ છીએ કે, આ મહિનામાં કયારે-ક્યારે બેંક રહેશે બંધ.

Image Source

આ મહિનામાં11 દિવસ બેંક બંધ રહેશે.

2 ઓક્ટોબરે ગાંધી જ્યંતિના દિવસે બેંકોમાં રજા રહેશે.

6 ઓક્ટોબરે રવિવારના કારણે બેંકોમાં રજા રહેશે.

7 ઓક્ટોબર સોમવારે રામ નવમી તેમજ 8 ઓક્ટોબરે દશેરાના કારણે બેંકોમાં રજા રહેશે.

Image Source

12 ઓક્ટોબરે મહિનાનો બીજો શનિવાર તેમજ 13 ઓક્ટોબરે રવિવારની બેંકોમાં રજા રહેશે.

20 ઓક્ટોબર રવિવારે બેંકોમાં રજા રહેશે.

26 ઓક્ટોબરના રોજ ચોથો શનિવાર હોવાને કારણે બેંકમાં રજા રહેશે.

દિવાળી પર ચાર દિવસ 26 ઓક્ટોબરના રોજ ચોથો શનિવાર, 27 રવિવાર અને દિવાળી, 28 ઓક્ટોબરે બેસતું વર્ષ અને 29 ઓક્ટોબરે ભાઈબીજના કારણે બેંકોમાં રજા રહેશે.

Image Source

તો નવેમ્બરમાં 7 દિવસ બેંક બંધ રહેશે. નવેમ્બર 2019માં 3, 10, 17 અને 24 નવેમ્બરે રવિવારે છે. અને 9 અને 23 નવેમ્બરે બીજો અને અને ચોથો શનિવાર છે. ગુરૂ નાનક જયંતિ 12 નવેમ્બરે આવે છે, તે દિવસે પણ બેંકમાં રજા રહેશે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.