અમદાવાદ બેન્કના સિનિયરે મહિલા કર્મીને કાર અને હોટેલમાં લઇ ગયો ને વારંવાર લાજ લૂંટી, પછી ન કરવાનું કર્યું
Bank Senior Raped Girl in Car :ગુજરાતની અંદર છેલ્લા ઘણા સમયથી મહિલાઓ અને યુવતીઓ સાથે છેડતી અને દુષ્કર્મ થવાના ઘણા બધા મામલાઓ સામે આવી રહ્યા છે. આ સાથે જ ઘણા લોકો કેટલીક યુવતીઓ અને મહિલાઓને ખોટું બોલીને પણ પ્રેમજાળમાં ફસાવતા હોય છે અને પછી પોતાની હવસ સંતોષીને છોડી દેતા હોય છે

તો ઘણા લોકો તસવીરો અને વીડિયો લઈને તેમને બ્લકેમેઇલ પણ કરતા હોય છે. ત્યારે હાલ એવી જ એક ઘટના અમદાવાદમાંથી પણ સામે આવી છે. જેમાં એક ખાનગી બેંકના સિનયર દ્વારા તેની સાથે કામ કરતી યુવતીને પ્રેમજાળમાં ફસાવી ફાયદો ઉઠાવ્યો. (તમામ તસ્વીરો પ્રતીકાત્મક છે.)

સિનિયરે મહિલા સાથે કરી મિત્રતા :
આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદની એક પ્રાઇવેટ બેંકમાં નોકરી કરતી 28 વર્ષીય યુવતીની મુલાકાત બેંકમાં જ સિનિયર તરીકે કામ કરતા વિક્રાંતસિંહ ગોહિલ સાથે થઇ હતી. યુવતી બેંકમાં બિઝનેસ ડેવલોપમેન્ટ મેનેજર તરીકે કામ કરતી હતી અને વિક્રાંત વેજપુરમાં રહેતો હતો. આ બંને અવાર નવાર મળતા હોવાના કારણે મળતા હોવાના કારણે મિત્રતા થઇ હતી. જેના બાદ તે ઓફિસ પહેલા અને ઓફિસ પછી પણ બહાર મળતા હતા.
હોટલમાં લઇ જઈને બાંધ્યા સંબંધો :
આ દરમિયાન વિક્રાંતે મહિલાને જણાવ્યું હતું કે તે સિંગલ છે અને તેના લગ્ન પણ નથી થયા. એક દિવસ તે મહિલાને લંચ પર લઇ ગયો. મહિલાને જાણ નહોતી કે તે તેને ક્યાં લઇ જાય છે. જેના બાદ તેને એક હોટલ પાસે ગાડી ઉભજી રાખી અને પછી હોટલમાં લઇ જઈને રૂમમાં બળજબરીથી સંબંધો પણ બનાવ્યા હતા, જેના બાદ વિક્રાંતે મહિલા સાથે લગ્ન કરવાનું વચન પણ આપ્યું હતું અને પછી બંને અવાર નવાર હોટલમાં જતા અને સંબંધો પણ બાંધતા હતા.
ગાડીમાં પણ કરી બળજબરી :
આ દરમિયાન મહિલાને જાણ થઇ કે વિક્રાંત પરણિત છે અને તે ખોટું બોલી રહ્યો છે. તે તેની સાથે માત્ર પોતાની હવસ સંતોષતો હતો. જેના બાદ વિક્રાંતને તેને ફરી ના મળવાની ચેતવણી પણ આપી. વિક્રાંતે એમ પણ કહ્યું કે તેની પત્નીનું કોવિડમાં નિધન થયું છે. પરંતુ મહિલાએ તેનો વિશ્વાસ ના કર્યો. થોડા દિવસ બાદ વિક્રાંતે તેને રાત્રે મળવા માટે બોલાવી અને મહિલા આવતા જ તેને ગાડીમાં સુમસાન જગ્યાએ લઇ જઈને ગાડીમાં જ બળજબરી કરીને સંબંધો બાંધ્યા હતા.
મહિલાએ નોંધાવી ફરિયાદ :
આ ઘટના બાદ મહિલા જે બેંકમાં નોકરી કરતી હતી એ છોડી દીધી, છતાં પણ વિક્રાંત તેનો પીછો કરતો હતો. યુવતી બીજે નોકરી કરવા જતી ત્યાં પણ તે તેની સાથે સંબંધો બાંધવા માટે સતત દબાણ કરતો હતો. આ બધાથી કંટાળીને આખરે મહિલાએ તેની માતાને સમગ્ર હકીકત જણાવી દીધી અને ત્યારબાદ તેમને વિક્રાંત સિંહ ગોહિલ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી દીધી. હાલ પોલીસે આ મામલે ગુન્હો નોંધીને વધુ તપાસ હાથ છે.