બેંકે લોન આપવાની ના પાડી તો સાધુ હાથમાં બંદૂક લઈને પહોંચી ગયા બેંકમાં, દીકરીના ભણતરમાં હતી જરૂર, પછી થયું એવું કે નજારો જોઈ હેરાન રહી જશો

દેશભરમાં લૂંટ અને હત્યાના મામલાઓ સતત સામે આવતા રહે છે. ઘણીવાર આપણને લૂંટની એવી એવી ઘટનાઓ જોવા મળે છે જેને જોઈને આપણે હેરાન પણ રહી જતા હોય છે. ઘણીવાર આવી ઘટનાઓના વીડિયો પણ સોશિયલ મીડિયામાં સામે આવતા હોય છે, ત્યારે હાલ એવી જ એક ઘટના સામે આવી છે, જેમાં એક સાધુ બેંકમાં બંદૂક લઈને ઘૂસતો જોવા મળી રહ્યો છે. જેનો વીડિયો પણ વાયરલ થઇ રહ્યો છે.

આ ઘટના સામે આવી છે તામિલનાડુના તિરવરુર જિલ્લામાંથી. જ્યાં એક સાધુ લોન બેંક દ્વારા લોન ના મળતા ગુસ્સે થયા, તે તેની રાઇફલને બેંકની અંદર લઈને આવ્યો અને ફેસબુક લાઈવ પણ કર્યું હતું. માત્ર આટલું જ નહીં સાધુએ બેંકના અધિકારીઓને ધમકી આપી અને લાઈવમાં જ બેંક લૂંટવાનું કહ્યું. આ સાધુએ બેંકની અંદર ધૂમ્રપાન કરવાનું શરૂ કર્યું અને પોતાની આ હરકતોને તેના પોતાના ફેસબુક પર લાઈવ કરવાનું શરૂ કર્યું.

પોલીસને સાધુની આ પ્રવૃત્તિઓ વિશે જાણ થતાં જ તે સ્થળે પહોંચી અને સાધુને પકડ્યો. પોલીસે આ મામલાની તપાસ શરૂ કરી છે. માહિતી અનુસાર, આરોપી સાધુ તિરુમાલાઇ સ્વામીએ મૂલાંગુડીમાં એક ઇડી-મીલ (થંડર અને સ્ટોર્મ) સંગમ ચલાવે છે. તેમની દીકરી ચીનથી મેડિકલનો અભ્યાસ કરી રહી છે. તે અભ્યાસ માટે લોન લેવા માટે સિટી યુનિયન બેંક પહોંચ્યો.

બેંકના અધિકારીઓએ સાધુને લોનના બદલામાં સંપત્તિના દસ્તાવેજો માંગ્યા. આના પર, સાધુએ સવાલ ઉઠાવ્યો કે જ્યારે બેંકને વ્યાજ સાથે પૈસા પાછા મળશે, તો પછી તેઓ સંપત્તિના દસ્તાવેજો કેમ માંગે છે ? બેંક અધિકારીઓ દ્વારા જમીનના દસ્તાવેજો માંગતા જ સાધુ ગુસ્સે ભરાયા. તેમણે અધિકારીઓને પૂછ્યું કે લોન માટે દસ્તાવેજો કેમ માંગવામાં આવી રહ્યા છે. સાધુએ કહ્યું કે જ્યારે તે લોનની રકમ વ્યાજ સાથે આપે છે, તો પછી જમીનના દસ્તાવેજો શા માટે માંગવામાં આવે છે.

આના પર, બેંક અધિકારીઓએ તેમને લોન આપવાની ના પાડી. જેના પર સાધુ ઘરે ગયો અને તેની રાઇફલ સાથે બેંકમાં આવ્યો. તે ત્યાં બેઠો અને ધૂમ્રપાન કરતો અને તમામ હરકતોને ફેસબુક પર લાઈવ કરતો હતો. જેમાં તેમણે અધિકારીઓને બેંક લૂંટવાની ધમકી આપી હતી. હવે પોલીસ તેની પૂછપરછ કરી રહી છે.

Niraj Patel