ખબર

હેલ્મેટ પહેરીને બેંક લૂંટવા આવ્યા હતા બદમાશ, પણ જતા જતા આ એક વસ્તુ પણ લેતા ગયા જે ખુબ જ કામની હતી

બિહારના મુજફકરપુર જિલ્લામાંથી બેંક લૂંટવાની સનસની ભરેલી ઘટના સામે આવી છે. અહીંની ICICI બેંક માં છ લોકોએ ઘૂંસીને 8 લાખ રૂપિયા લૂંટી લીધા હતા. તેઓને કોઈ ઓળખી ન શકે માટે તેઓએ હેલ્મેટ પણ પહેરી રાખ્યા હતા.

Image Source

શનિવારે બનેલી આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી. જેમાં દેખાઈ રહ્યું છે કે આ છ બદમાશ લોકો હેલ્મેટ પહેરીને અંદર આવી રહ્યા છે અને સિક્યુરિટીના રોકવા પર તેઓએ તેની રાઇફલ પણ છીનવી લીધી હતી. આ બધાના હાથમાં બંધુક પણ દેખાઈ રહી હતી. બેંકમાં હાજર કર્મચારીઓ પોતાનો જીવ બચાવવાના હેતુથી તમાશો જોઈ રહ્યા હતા, અને કઈ કરી ન શક્યા.

Image Source

બેંક મેનેજરના આધારે એક વ્યક્તિએ ગાર્ડને પકડી રાખ્યો હતો અને બધા જ પૈસા લૂંટી લીધા. આ સિવાય તેઓ ગાર્ડની રાઇફલ પણ છીનવીને પોતાની સાથે લઇ ગયા હતા. ઘટના સમયે બેંક માં 10 કર્મચારીઓ અને ચાર-પાંચ એકાઉંટ હોલ્ડર હાજર હતા, અને અંદર આવેલા લુટેરાઓ 8 લાખ રૂપિયા લૂંટીને ફરાર થઇ ગયા હતા.

Image Source

આ લૂંટારાઓએએ અંદર આવતા જ બંધુક તાણી દીધી હતી જેથી દરેક હાજર લોકો ગભરાઈ ગયા હતા અને જ્યાં હતા ત્યાં જ ઉભા રહ્યા. અમુક જ મિનિટોમાં બેંકમાં ભય પૈદા કરીને ખુબ જ સહેલાઈથી પૈસા લૂંટવામા તેઓ કામિયાબ રહ્યા.

Image Source

પોલીસે કહ્યું કે ઘટના થોડી ચોંકાવનારી છે કેમ કે ઘટના માત્ર અમુક જ મિનિટોમાં બની ગઈ. પોલીસના આધારે છ લૂંટેરાઓ હતા, મામલાની જાંચ માટે ખાસ ટિમ બનાવવામાં આવી છે, જે પુરી ઘટનાની જાંચ કરશે.

જુઓ વિડીયો…

Author: GujjuRocks Team

તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.