બાલાશિનોરના બેંક મેનેજર કારમાં કરોડો રૂપિયા લઈને બીજી બ્રાન્ચમાં પૈસા જમા કરાવવા ગયા, રસ્તામાં ગાડી સળગેલી હાલતમાં મળી, 10 કિમિ દૂરથી મળી મેનેજરની લાશ અને..

બેંક મેનેજર બેંકના કરોડો રૂપિયા લઇને નિકળ્યાં, ગાડી સળગી ગઇ અને મેનેજર ગુમ થઇ ગયો પણ…આવી કહાની તમે આજ સુધી નહિ વાંચી હોય…

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Bank manager murdered in Balasinore : ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી લૂંટ અને હત્યાના ઘણા મામલાઓ સામે આવી રહ્યા છે, જેમાં ધોળા દિવસે પણ કોઈની લૂંટના ઇરાદે હત્યા કરી દેવામાં આવતી હોય છે, તો ઘણીવાર અંદરની જ કોઈ વ્યક્તિ પણ હત્યા કરી દેવાનું સામે આવતું હોય છે. ત્યારે હાલ મહીસાગર જિલ્લાના બાલાસિનોરમાંથી એક એવી જ ચકચારી ભરેલી ઘટના સામે આવી છે, જેમાં એક બેંક મેનેજરની ફિલ્મી ઢબે હત્યા કરી નાખવામાં આવી હતી અને કરોડોની લૂંટ પણ કરાઈ હતી, પરંતુ પોલીસે ગણતરીના સમયમાં જ આખો ભેદ ઉકેલી નાખ્યો.

1 કરોડ 17 લાખ લઈને બેંકમાં જવા નીકળ્યા હતા મેનેજર :

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર બાલાસિનોરમાં આવેલી ICICI બેંકમાં મેનેજર તરીકે ફરજ બજાવી રહેલા વિશાલ પાટીલ પોતાની કારમાં 1 કરોડ 17 લાખ રૂપિયા લઈને દાહોદમાં આવેલી ICICI બેંકની બ્રાન્ચમાં જઈ રહ્યા હતા. ત્યારે તમેની કાર રાતના 11 વાગ્યાની આસપાસ ગોદર ગામની સીમમાં સળગેલી હાલતમાં મળી આવી હતી. આ ઉપરાંત કારની અંદર જે કેસ ભરેલી પેટી મુકવામાં આવી હતી તે પણ ખાલી હાલતમાં મળી આવી હતી અને મેનેજર પણ ગુમ હતા.

હત્યા કરીને કાર સળગાવી લાશ દૂર ફેંકી :

ત્યારે આ ઘટનાની જાણ થતા જ રિજનલ મેનેજર પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પોલીસ કાફલો પણ તપાસમાં લાગ્યો હતો. ત્યારે મેનેજર વિશાલ પાટીલની લાશ ત્યાંથી 10 કિમિ દૂર ગોળી મારેલી હાલતમાં મળી આવી હતી. ત્યારે આ મામલે પણ પોલીસે સઘન તપાસ હાથ ધરી અને વિશાલ પાટીલની મોબાઈલ ડિટેઇલ તપાસતા છેલ્લો કોલ હર્ષિલ પટેલ નામના એક વ્યક્તિનો હોવાનું સામે આવતા તેને ઝડપીને પુછપરછ પણ હાથ ધરવામાં આવી હતી.

મિત્રએ જ લૂંટના ઇરાદે હત્યા કરી હોવાનો આરોપ :

ત્યારે પોલીસ પૂરછપરછમાં સામે આવ્યું કે હર્ષિલ પટેલ અને મેનેજર વિશાલ પાટીલ  બંને મિત્રો હતો, ત્યારે હર્ષિલે આ મિત્રતાનો ફાયદો ઉઠાવીને લૂંટના ઇરાદે મેનેજરની હત્યા કરી અને કારને સળગાવી લાશ થોડે દૂર ફેંકી દીધી. ત્યારે હાલ પોલીસ આ મામલે બીજા લોકો પણ સંકળાયેલા છે કે નહિ તે અંગેની પણ તપાસ કરી રહી છે. પોલીસ હજુ લૂંટની રકમ કબ્જે કરી લીધી છે અને હાલ પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Niraj Patel