જીવનશૈલી

બેન્કની 20 લાખની નોકરીનું પેકેજ છોડીને આ ચીજની ખેતી શરુ કરી, હવે કમાય છે 30 લાખ – રસપ્રદ મહત્વનો લેખ વાંચો

મહારાષ્ટ્રના મહાબળેશ્વર અને હિલ સ્ટેશનનું ફળ માનવવમાં આવતી સ્ટ્રોબેરી હવે માલવાના ખેતરોમાં પણ ઉગી રહી છે. આ કારનામો કરી દેખાડ્યો ઈંદોરના સુરેશ શર્મા એ. સુરેશ શર્મા 20 લાખના પૈકેજ મા બેંકમાં નોકરી કરતા હતા. સુરેશનું માનવું છે કે જેવી રીતે આ પાક આવી રહ્યો છે, તેને તે બે એકડ જમીનમાં લગાવેલા છોડથી આ વર્ષે 30 લાખ રૂપિયાથી પણ વધારે સ્ટ્રોબેરી ઉગાડી લેશે.

Image Source

સુરેશ શર્મા વર્ષના 20 લાખના પૈકેજ પર પ્રાઇવેટ બેંકમાં નોકરી કરતા હતા. પણ તેણે આ નોકરી છોડીને એક ખેડૂતના રૂપે જીવન જીવવાનો નિર્ણય લીધો. મહાબળેશ્વરનું ફળ સ્ટ્રોબેરીને મધ્યપ્રદેશના માલવાના ખેતરોમાં સુરેશે ઉગાડી દીધી છે.

Image Source

ઘઉં, ચણા અને સોયાબીનની ખેતીવાળા વિસ્તારમાં સ્ટ્રોબેરી ઉગાડવાનો વિચાર શર્માને આગળના વર્ષે મહાબળેશ્વરની યાત્રાના સમયે મળ્યો હતો. ત્યાં ફરવાના સમયે અલગ અલગ જગ્યાઓ પર તેની વહેંચણીની સાથે તેણે ઘણા સો એકડના ખેતરો પણ જોયા હતા, જ્યાં સ્ટ્રોબેરી ઉગાડવામાં આવી રહી હતી. ત્યાંથી જ તેને મનમાં ને મનમાં વિચાર આવ્યો કે કંઈપણ થઇ જાય, પોતે સ્ટ્રોબેરીની ખેતી ઇન્દોરમાં કરશે. જો કે આ ખેતી પુરી રીતે મોસમ અને ઋતુ પર આધાર રાખે છે, શર્માએ તેનું ઊંડાણપૂર્વક અધ્યયન કરીને ત્યાંના ખેડૂતો પાસેથી તેની ખેતીની પદ્ધતિ પણ સમજી લીધી.

Image Source

ખેતી આધારિત પુરી જાણકારી મેળવ્યા પછી શર્માએ ઇન્દોર સાંવેર બાયપાસની પાસે જમીન ખરીદી લીધી, જેમાં મહાબળેશ્વરથી લાવેલા સ્ટ્રોબેરીના લગભગ 50 છોડ વાવ્યા. મહાબળેશ્વરમાં ખેડૂતો એક છોડ દીઠ સ્ટ્રોબેરીનું એક  કિલો ઉત્પાદન લે છે. જ્યારે ઇન્દોરમાં પોતાના ખેતરમાં શર્માને એક છોડ દીઠ 700 ગ્રામ ઉત્પાદન થાવાનું અનુમાન છે.

Image Source

એક ઇન્ટરવ્યૂમાં સુરેશ શર્માએ કહ્યું કે, ઋતુમાં આવતા ઉતાર-ચઢાવને લીધે સંયમના પહેલા જ છોડમાં સ્ટ્રોબેરી આવવાનું શરૂ થઇ ગયું છે, જેને લીધે તે થોડા ચિંતાજનક પણ છે. જો કે તેને અપેક્ષા છે કે તે આ વર્ષે 30 લાખની સ્ટ્રોબેરી ઉગાડી લેશે.

Image Source

ઉત્તર અમેરિકા અને યુરોપમાં થનારી સ્ટ્રોબેરી ભારતમાં હજી સુધી દેહરાદૂન, નૈનિતાલ, દાર્જિલિંગ, ઝારખંડ, પંજાબ, મહારાષ્ટ્રના મહાબળેશ્વર અને કાશ્મીર ક્ષેત્રમાં જ થાતી હતી. અમુક વર્ષો પહેલા રતલામ, મંદસૌરમાં ખેડૂતોએ તેના છોડ વાવ્યા હતા, પણ પ્રયોગ સફળ રહ્યો ન હતો. જેની તુલનામાં સુરેશ શર્મા પોતાને સફળ માની રહ્યા છે.

Image Source

વ્યાવસાયિક ઉત્પાદનમાં સમસ્યા એ છે કે સારા આકારના ફળો તો બજારમાં ટકી શકે છે પણ નાના આકારની સ્ટ્રોબેરી માટે કોઈ પ્રોસેસિંગ સેન્ટર નથી. તેનું કહેવું છે કે જો ઇન્દોરમાં સારું ફૂડ પ્રોસેસિંગ બની જાય, તો સ્ટ્રોબેરીના લીધે અહીંના ખેડૂતોના હાલત સુધરી શકે તેમ છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App