નવેમ્બરમાં અડધો મહિનો બેંકો રહેશે બંધ, ચેક કરી લો નહીં તો દિવાળીની ખરીદી અટકી જાશે

આ વખતે નવેમ્બર મહિનામાં ઘણા તહેવારો આવે છે. જેના કારણે બેંકો કુલ 17 દિવસ સુધી ખુલશે નહીં. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા જારી કરાયેલી રજાઓ અનુસાર, એવા પણ ઘણા દિવસો છે જ્યારે તહેવારો અથવા જયંતીને કારણે અમુક વિસ્તારોમાં બેંકો ખુલશે નહીં. નવેમ્બરની શરૂઆતમાં દીપાવલી જેવો મોટો તહેવાર આવે છે. આ દિવસે અગરતલા, અમદાવાદ, બેંગ્લોર, ભોપાલ, ભુવનેશ્વર, ચંદીગઢ, ચેન્નાઈ, દહેરાદૂન, ગંગટોક, લખનૌ, ગુવાહાટી, હૈદરાબાદ, જયપુર, કાનપુર, કોચી, મુંબઈ, નાગપુર જેવા શહેરોમાં બેંક કર્મચારીઓ રજા પર રહેશે.

જો કે હવે છઠ પૂજાની ઝલક આખા દેશમાં જોવા મળી રહી છે, પરંતુ બિહાર, ઝારખંડ અને ઉત્તર પ્રદેશના કેટલાક જિલ્લાઓમાં તે ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. પટના અને રાંચીમાં 10 નવેમ્બરે છઠ પૂજાના કારણે બેંકો બંધ રહેશે. આ મહિનાની 19 તારીખે ગુરુ નાનક દેવની જન્મજયંતિ પણ છે. આ દિવસે કારતક પૂર્ણિમાનો તહેવાર પણ છે. જેના કારણે બેલાપુર, ભોપાલ, ચેન્નાઈ, ગંગટોક, હૈદરાબાદ, જયપુર, જમ્મુ, કાનપુર, કોલકાતા, લખનૌ, મુંબઈ, નાગપુર, નવી દિલ્હી, રાંચી, શિમલા, શ્રીનગરમાં બેંકો ખુલશે નહીં.

આ તારીખોએ નવેમ્બરમાં બેંકો બંધ રહેશે

  • 1 નવેમ્બર – કન્નડ રાજ્યોત્સવ – ઈમ્ફાલ અને બેંગ્લોરમાં બેંકો બંધ રહેશે.
  • 3 નવેમ્બર – નરક ચતુર્દશીના કારણે બેંગલુરુમાં બેંકો બંધ રહેશે.
  • 4 નવેમ્બર – અગરતલા, અમદાવાદ, બેંગ્લોર, ભોપાલ, ભુવનેશ્વર, ચંદીગઢ, ચેન્નાઈ, દેહરાદૂન, ગંગટોક, ગુવાહાટી, હૈદરાબાદ, જયપુર, કાનપુર, કોચી, મુંબઈ, નાગપુર, લખનઉ જેવા શહેરોમાં દિવાળી/કાલી પૂજાને કારણે બેંક કર્મચારીઓની રજા હશે.
  • 5 નવેમ્બર – ગોવર્ધન પૂજા – અમદાવાદ, બેલાપુર, બેંગ્લોર, ગંગટોક, દેહરાદૂનમાં બેંકો બંધ રહેશે.
  • 6 નવેમ્બર- ​​ભાઈ બીજના દિવસે ગંગટોક, ઈમ્ફાલ, કાનપુર, લખનૌમાં બેંક કર્મચારીઓની રજા રહેશે.
  • 7 નવેમ્બર – રવિવારની રજા
  • 10 નવેમ્બર – છઠ પૂજાને કારણે પટના, રાંચીમાં બેંકો ખુલશે નહીં.
  • 11 નવેમ્બર- ​​છઠ પૂજાને કારણે પટનામાં બેંકો બંધ રહેશે.
  • 12 નવેમ્બર- ​​વંગલા તહેવારને કારણે શિલોંગમાં બેંકો બંધ રહેશે.
  • 13 નવેમ્બર- ​​શનિવારના કારણે બેંકો બંધ રહેશે.
  • 14 નવેમ્બર- ​​રવિવારના કારણે બેંકો બંધ રહેશે.
  • 19 નવેમ્બર – ગુરુ નાનક જયંતિ/કાર્તિક પૂર્ણિમાના કારણે, બેલાપુર, ભોપાલ, ચેન્નાઈ, ગંગટોક, હૈદરાબાદ, જયપુર, જમ્મુ, કાનપુર, કોલકાતા, લખનૌ, મુંબઈ, નાગપુર, નવી દિલ્હી, રાંચી, શિમલા, શ્રીનગરમાં બેંકો ખુલશે નહીં.
  • 21 નવેમ્બર- ​​રવિવારના કારણે બેંકો બંધ રહેશે.
  • 22 નવેમ્બર- ​​કનકદાસ જયંતિ નિમિત્તે બેંગ્લોરમાં બેંક કર્મચારીઓની રજા રહેશે.
  • 23 નવેમ્બર- ​​સેંગ કુત્સાનેમને કારણે આ દિવસે શિલોંગમાં બેંકો ખુલશે નહીં.
  • 27 નવેમ્બર- ​​શનિવારના કારણે બેંકો બંધ રહેશે.
  • 28 નવેમ્બર – રવિવારના કારણે બેંકો બંધ રહેશે
YC