જલદી પતાવી લો કામ, ડિસેમ્બરમાં 16 દિવસ બેંક રહેશે બંધ

ડિસેમ્બર મહિનો તહેવારોનો મહિનો છે. ખ્રિસ્તી ધર્મનો મુખ્ય તહેવાર ક્રિસમસ પણ આગામી મહિનામાં ઉજવવામાં આવશે. આ મહિનામાં રવિવાર, બીજા અને ચોથા શનિવાર સહિત લગભગ 16 દિવસ બેંક બંધ રહેશે.

જો કે, આમાંની ઘણી રજાઓ એવી પણ છે, જે ચોક્કસ રાજ્યમાં લાગુ પડે છે. જો તમે આગામી મહિનામાં બેંક સંબંધિત કોઈ મહત્વપૂર્ણ કામ કરવાનું વિચારી રહ્યા છો, તો તેને જલદી પતાવી લો.

નીચે મુજબ ડિસેમ્બરમાં બેંકો બંધ રહેશે.

ડિસેમ્બર 3 – ફેસ્ટ ઓફ સેન્ટ ફ્રાન્સિસ ઝેવિયર (પણજીમાં બેંકો બંધ)
5 ડિસેમ્બર – રવિવાર (સાપ્તાહિક રજા)
11 ડિસેમ્બર – શનિવાર (મહિનાનો બીજો શનિવાર)
12 ડિસેમ્બર – રવિવાર (સાપ્તાહિક રજા)
18 ડિસેમ્બર – યુ સો સો થમની પુણ્યતિથિ (શિલોંગમાં બેંકો બંધ)

19 ડિસેમ્બર – રવિવાર (સાપ્તાહિક રજા)
24 ડિસેમ્બર – ક્રિસમસ ફેસ્ટિવલ (આઈઝોલમાં બેંકો બંધ)
25 ડિસેમ્બર – ક્રિસમસ (બેંગલુરુ અને ભુવનેશ્વર સિવાય તમામ સ્થળોએ બેંકો બંધ) શનિવાર, (મહિનાનો ચોથો શનિવાર)

26 ડિસેમ્બર – રવિવાર (સાપ્તાહિક રજા)
27 ડિસેમ્બર – નાતાલની ઉજવણી (આઈઝોલમાં બેંકો બંધ)
30 ડિસેમ્બર – યુ કિઆંગ નોંન્ગબાહ (શિલોંગમાં બેંકો બંધ)
31મી ડિસેમ્બર – નવા વર્ષની સાંજ (આઈઝોલમાં બેંકો બંધ)

YC