હવેથી રોજ રાશિફળ,જોક્સ-સુવિચાર,ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા → અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ગ્રુપમાં.
બેન્કમાં ખુરશીમાં બેસીન કામ કરી રહ્યો હતો બેંક કર્મચારી, અચાનક થઇ ગયો બેભાન, સાથી કર્મચારી હોસ્પિટલ લઇ ગયા પરંતુ ડોકટરોએ મૃત જાહેર કર્યો, પરિવારમાં માતમ
Bank Employee Died Of Heart Attack : ગુજરાત સમેત દેશભરમાં હાર્ટ એટેકથી મોતના મામલાઓ સતત વધી રહ્યા છે. કોઈ ચાલતી વખતે પડી જાય છે તો કોઈ રમતી વખતે અચાનક પડી જાય છે. સ્થિતિ એવી થઈ ગઈ છે કે લોકો જમતા અને કામ કરતા કરતા હાર્ટ એટેકનો ભોગ બની રહ્યા છે. તાજેતરનો મામલો ઉત્તર પ્રદેશના મહોબા જિલ્લામાંથી સામે આવ્યો છે. જ્યાં બેંક કર્મચારી પોતાના લેપટોપ પર કામ કરી રહ્યો હતો ત્યારે તે અચાનક નીચે પડી ગયો હતો.
કર્મચારીના પડી ગયા બાદ સાથે કામ કરતા કર્મચારીઓ તેને હોસ્પિટલ લઈ ગયા, પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું. તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. મૃત્યુ હાર્ટ એટેકના કારણે થયું હોવાની આશંકા છે. રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું કારણ સ્પષ્ટ થશે. 19 જૂને, કબરાઈ, મહોબા સ્થિત એક ખાનગી બેંકમાં, તમામ કર્મચારીઓ તેમની ખુરશી પર બેસીને કામ કરી રહ્યા હતા.
આ દરમિયાન 30 વર્ષીય જ્યારે રાજેશ શિંદે કામ કરતી વખતે બેહોશ થઈ ગયા. બાજુમાં બેઠેલા તેના સાથીએ બૂમ પાડી. અન્ય કર્મચારીઓ ત્યાં પહોંચી ગયા અને રાજેશને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ ગયા, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. મૃતક બિવાનર ગામનો રહેવાસી હતો. આ સમગ્ર ઘટના બેંકમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી.
સીસીટીવીમાં કેદ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે રાજેશ ખુરશી પર બેભાન થઈ જાય છે અને પછી તેના મિત્રો તેને બેંકની ગેલેરીમાં સુવડાવીને સીપીઆર આપતા રહે છે. જ્યારે તેની તબિયત સુધરતી નથી ત્યારે તેના મિત્રો તેને હોસ્પિટલ લઈ જાય છે. રાજેશના મોતથી પરિવાર આઘાતમાં છે, પરિવારના રડી રડીને હાલ બેહાલ છે.
HDFC का बैंक कर्मचारी महोबा जिले के HDFC बैंक में मैनेजर पद पर था नाम राजेश शिंदे (38 वर्ष) की लैपटॉप पर काम करते–करते मौत हो गई। साथियों ने CPR दिया, लेकिन कुछ नहीं हुआ। pic.twitter.com/K6n83F74hs
— GANESH PRASAD PANDEY (@GaneshPandeyJrn) June 26, 2024
હવેથી રોજ રાશિફળ,જોક્સ-સુવિચાર,ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા → અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ગ્રુપમાં.