ખબર

ફરી પાછો ફૂટ્યો કોરોનાનો બૉમ્બ, પાર્ટીમાં સામેલ થયેલા એક જ એપાર્ટમેન્ટના 103 લોકો કોરોના પોઝિટિવ

હાલ દુનિયામાં એવું લાગી રહ્યું છે કે કોરોનાના વળતા પાણી થી રહ્યા છે તો બીજી તરફ ખબરો એવી પણ આવી રહી છે જેને જોઈને એમ લાગે કે કોરોનાનો ખતરો વધી પણ રહ્યો છે. આવું જ કંઈક હાલ બેંગલુરુમાં જોવા મળ્યું છે.

બેગલુરુની એક જ એપાર્ટમેન્ટમાં પાર્ટીની અંદર સામેલ થયેલા 103 લોકો કોરોના પોઝિટિવ આવતા સમગ્ર એપાર્ટમેન્ટમાં હડકમ્પ મચી જવા પામ્યો છે. ત્યારબાદ આ એપાર્ટમેન્ટને કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરી દેવામાં આવી છે. આ એપાર્ટમેન્ટમાંથી એ લોકોને જ બહાર નીકળવા દેવામાં આવે છે જે લોકો પાસે કોરોના નેગેટિવ હોવાનું સર્ટિફિકેટ છે. ખબરોનું માનીએ તો બધા જ 103 પોઝિટિવ લોકો એપાર્ટમેન્ટમાં થયેલી એક પાર્ટીની અંદર સામેલ થવા માટે ગયા હતા.

જિલ્લા અધિકારીએ જણાવ્યું કે રહેણાંક સોસાયટી એસએનેએન રાજ લેકવ્યુમાં હાલમાં જ એક પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. તેના બાદ જ આ કોરોના કેસોની સંખ્યા દાખલ કરવામાં આવી છે. 103 પોઝિટિવ લોકોમાં ડ્રાઈવર, મેડ અને રસોઈયા પણ સામેલ છે. એપાર્ટમેન્ટના 435 ફેલ્ટમાં 1500 લોકો રહે છે. પ્રશાસનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર 6 ફેબ્રુઆરીના રોજ થયેલી પાર્ટીની અંદર લગભગ 500 લોકો એકત્ર થયા હતા.

10 ફેબ્રુઆરીના રોજ પહેલો મામલો સામે આવ્યો હતો. જયારે લક્ષણો દેખાવવા ઉપર તે વ્યક્તિએ કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. રવિવારના રોજ એપાર્ટમેન્ટમાં રહેવા વાળા 513 લોકોનો ટેસ્ટ કરવામાં આવ્યો. જયારે 600થી પણ વધારે લોકોનો સોમવારના રોજ ટેસ્ટ કરવામાં આવ્યો.

પોઝિટિવ મળી આવનારા લોકોમાં ઘણા યુવાનો છે. જે બધા જ ક્વોરેન્ટાઇન છે. આ મામલો સામે આવ્યા બાદ બીબીએમપીએ નિર્દેશ જાહેર કરીને કેરલમાંથી જે પણ શહેરમાં આવશે, તેને કોરોનાનો નેગેટિવ આરતી-પીસીઆર સર્ટિફિકેટ બતાવવું પડશે. ત્યાં જ બેગલુરુ મંજુશ્રી નર્સીંગ કોલેજમાં પણ 210માંથી 40 વિધાર્થીઓ પોઝિટિવ આવ્યા છે.

હાલ દેશમાં કોરોનાના બ્રિટનવાળા સ્ટ્રેન પછી હવે સાઉથ આફ્રિકા અને બ્રાઝિલવાળા સ્ટ્રેનના કેસ પણ સામે આવવા લાગ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે મંગળવારે જણાવ્યું હતું કે ફેબ્રુઆરીના પહેલા સપ્તાહમાં બ્રાઝિલ વેરિએન્ટનો એક કેસ સામે આવ્યો હતો, સાથે જ જાન્યુઆરીમાં સાઉથ આફ્રિકન વેરિઅન્ટના પણ ચાર કેસ સામે આવ્યા હતા.

દેશમાં મંગળવારે 11,573 નવા દર્દી નોંધાયા, 11,794 સાજા થયા અને 99 લોકોનાં મોત થયાં. આ રીતે એક્ટિવ કેસમાં 326નો ઘટાડો થયો છે. અત્યારસુધીમાં કુલ 1.09 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, જેમાંથી 1.06 કરોડ સાજા થઈ ચૂક્યા છે. 1.56 લાખ લોકોનાં મોત થઈ ચૂક્યાં છે.