આ વિદેશી યુવતીએ સુરતમાં આવીને જીસ્મ વેચવાનો ધંધો ચાલુ કર્યો, પોલીસે ઝડપી પડી આ મામલે….

સીધી અને સુંદર દેખાતી આ વિદેશી મહિલાએ સુરતમાં હવસખોરોનો ભૂખ મિટાવાનો ધંધો ચાલુ કર્યો, ચેલેલ થઇ આવી હાલત

ગુજરાતમાંથી અવાર નવાર કોઇ જગ્યાએ દેહવિક્રયનો વેપાર થતો હોવાનો પર્દાફાશ થાય છે. ઘણીવાર આવી જગ્યાઓની બાતમી મળતા જ તે આધારે દરોડા પાડતી હોય છે. ત્યારે હાલમાં સુરતમાંથી એક ઘટના સામે આવી, જેમાં SOG પોલીસ દ્વારા એક બાંગ્લાદેશી મહિલાને સુરતના રેલવે સ્ટેશન પાસેથી ઝડપી લેવામાં આવી. આ મહિલા ગેરકાયદેસર રીતે ભારતમાં ઘૂસણખોરી કરી સુરત પહોંચી હતી અને તેણે બોગસ ડોક્યુમેન્ટ્સ આધારે ભારતીય પાસપોર્ટ પણ બનાવ્યો હતો.

મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં આ મહિલા સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.પોલીસ તપાસમાં એવું સામે આવ્યુ છે કે, આ મહિલા બાંગ્લાદેશ બોર્ડર પર દલાલને પૈસા ચૂકવી તેની મદદથી ભારતમાં ઘુસી હતી અને તેણે બોગસ ડોક્યુમેન્ટના આધારે ભારતીય પાસપોર્ટ પણ બનાવ્યો હતો. તે કામરેજ વિસ્તારમાં રહી દેહવિક્રયના ધંધા સાથે સંકળાયેલી હતી. ઉલ્લેખનીય છે કે,

જયારે સુરત એસઓજી પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે તેમને માહિતી મળી હતી કે એક બાંગ્લાદેશી મહિલા ભારતમાં ગેરકાયદે ઘૂસણખોરી કરી ટ્રેન મારફતે સુરત આવી રહી છે. ત્યારે આ જ માહિતીના આધારે પોલીસે વોચ ગોઠવી અને સુરત રેલ્વે સ્ટેશન પાસેથી આ મહિલાની ધરપકડ કરી. પોલિસે તેની પાસે રહેલ રેલ્વે ટિકિટ, બાંગ્લાદેશનું નેશનલ આઈડી કાર્ડની કલર ઝેરોક્ષ, બાંગ્લાદેશી પાસપોર્ટની કલર ઝેરોક્ષ, અસલ ભારતીય પાસપોર્ટ, આધાર કાર્ડ, પાનકાર્ડ અને મોબાઈલ ફોન મળી કુલ 10 હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે.

તસવીર સૌજન્ય : દિવ્ય ભાસ્કર

મહિલાની કડક પૂછપરછ કરવામાં આવી ત્યારે તેણે કહ્યુ કે, તે બાંગ્લાદેશની વતની છે અને પૈસા કમાવવાની લાલચે તેણે બાંગ્લાદેશ બોર્ડર ઉપર દલાલને પૈસા ચૂકવી તેની મદદથી બોર્ડર ક્રોસ કરી ભારત દેશમાં ઘૂસણખોરી કરી હતી. જે બાદ તે બસ અને ટ્રેન મારફતે સુરત આવી અને કામરેજ વિસ્તારમાં રહી દેહવિક્રયના ધંધા સાથે સંકળાયેલી હતી. તેણે એ પણ જણાવ્યુ કે, તેણે બાંગ્લાદેશ બોર્ડર પાસે એક ઇસમની મદદથી ભારતીય તરીકેનો જન્મનો પુરાવો, આધાર કાર્ડ, પાનકાર્ડ વગેરે બનાવ્યા હતા અને પછી ભારતનો પાસપોર્ટ પણ બનાવ્યો હતો.

તેણે પાસપોર્ટ પર વિદેશ પ્રવાસ પણ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, આ મહિલા ગત 1 જાન્યુઆરી 2023ના રોજ દલાલ મારફતે બોર્ડર ક્રોસ કરી ભારત દેશમાં ઘૂસણખોરી કરી ટ્રેન મારફતે સુરત ખાતે આવી ત્યારે પોલિસના હાથે ઝડપાઇ ગઇ હતી. પોલિસ હાલ એ તપાસ પણ કરી રહી છે કે મહિલા સાથે અન્ય કોઈ આરોપી સંડોવયેલા છે કે કેમ.

Shah Jina