ખબર

ફેસબુક પર થયો પ્રેમ, પ્રેમિકાને મળવા માટે બાંગ્લાદેશનો યુવક 2000 કિમી દૂર પગપાળા ગયો પંજાબ, ત્યાં જઈને જોયું તો…

ઈન્ટરનેટના સમયમાં સોશિયલ મીડિયા પર મિત્રતા અને પ્રેમ હવે ખૂબ જ સામાન્ય વાત બની ગઈ છે. સમય-સમય પર સોશિયલ મીડિયા પર પાંગરેલા પ્રેમના કિસ્સાઓ સામે આવતા રહે છે, ત્યારે આવો જ એક કિસ્સો હાલમાં કોરોનાના સમયગાળામાં પણ સામે આવ્યો છે, જેમાં બાંગ્લાદેશનો એક યુવક પોતાની ગર્લફ્રેન્ડને મળવા માટે 2000 કિમી દૂર અમૃતસર પગપાળા ચાલીને આવી પહોંચ્યો, પણ અટારી બોર્ડર પર એ પકડાઈ ગયો.

Image Source

પાકિસ્તાન જવાની કોશિશ કરતા સમયે એ બીએસએફના હાથે ચઢી ગયો, પૂછપરછ દરમ્યાન આ પ્રેમી યુવકે પોતાની નામ નયન મિયાં ઉર્ફે અબ્દુલ્લાહ જણાવતા બધી જ હકીકત જણાવી. મિયાંએ જણાવ્યું કે કેવી રીતે એ લાહોરની રૂબીનાને ફેસબૂક પર મળ્યો અને કેવી રીતે બંને વચ્ચે પહેલા મિત્રતા અને પછી પ્રેમ થયો. બંને હવે લગ્ન કરીને હંમેશા માટે એકબીજાના થઇ જવા માંગતા હતા.

Image Source

આ જ કારણ હતું કે રુબીનાએ એને લાહૌર બોલાવ્યો તો એ બધી જ સરહદો પાર કરીને પાકિસ્તાન જવાની કોશિશ કરવા લાગ્યો. પોતાના દેશની સરહદ પાર કરીને એ ભારત આવ્યો, કોલકાતામાં ઘૂસીને એ દિલ્હી પહોંચ્યો અને ત્યાંથી અમૃતસર. જયારે કોરોનાના કારણે જયારે લોકડાઉન લાગી ગયું અને દરેક તરફથી રસ્તાઓ બંધ થઇ ગયા. એવામાં રૂબીનાને વાંચન આપ્યું હતું કે જો મિયાં લાહૌર આવી જાય છે એ એની સાથે નિકાહ કરી લેશે.