પાકિસ્તાનથી ગેરકાયદેસર ભારત આવેલી સીમા હૈદરની જેમ બાંગ્લાદેશની સોનિયા અખ્તર પણ આ દિવસોમાં ચર્ચામાં છે. બાંગ્લાદેશથી નોઈડા આવેલી સોનિયા અખ્તર પણ પતિ વિના બાંગ્લાદેશ જવા તૈયાર નથી. તે કહે છે કે તે તેના પતિ સાથે જ જશે. તાજેતરમાં સોનિયા અખ્તરે કહ્યું હતું કે તમે મને 10 કરોડ આપો તો પણ હું મારા પતિને છૂટાછેડા નહીં આપીશ.
બાંગ્લાદેશથી નોઇડા આવેલી સોનિયા અખ્તરનો વીડિયો થયો વાયરલ
મારા બાળકને પણ પિતાની જરૂર છે, ત્યારે હવે સોનિયા અખ્તરનો સૌરભકાંત તિવારી સાથેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.વીડિયોમાં સૌરભકાંત તિવારી તેની કથિત બીજી પત્ની સોનિયા અખ્તર સાથે ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ વીડિયો બાંગ્લાદેશનો છે. વીડિયોમાં કપલને એકસાથે ડાન્સ કરતા, કિસ કરતા અને એકબીજાને ગળે લગાવતા જોઈ શકાય છે.
ડાંસ કરતા કરતા હદ કરી પાર
જણાવી દઈએ કે બાંગ્લાદેશથી નોઈડા આવેલી સોનિયા અખ્તરનો દાવો છે કે તેણે વર્ષ 2021માં નોઈડાના સૌરભકાંત તિવારી સાથે લગ્ન કર્યા હતા. સૌરભકાંત તિવારી નોકરી માટે ભારતથી બાંગ્લાદેશ ગયા હતા. સોનિયાએ જણાવ્યું કે લગ્ન કરતી વખતે સૌરભકાંત તિવારીએ તેને કહ્યું હતુ કે તેની પહેલી પત્નીનું અવસાન થઈ ગયું છે,
ખોટુ બોલી કર્યા હતા સોનિયા સાથે લગ્ન
ત્યારબાદ જ્યારે તે ગર્ભવતી થઈ ત્યારે સૌરભકાંત તિવારીએ કહ્યું કે તેની પહેલી પત્ની જીવિત છે. આ પછી સોનિયા અખ્તર તેના પતિની શોધમાં થોડા દિવસ પહેલા બાંગ્લાદેશથી નોઈડા આવી ગઇ હતી.
ग्रेटर नोएडा के सौरभकान्त तिवारी के साथ बांग्लादेशी महिला सोनिया अख्तर का डांस वीडियो वायरल pic.twitter.com/GgNqcpI03b
— Privesh Pandey (@priveshpandey) August 26, 2023