છોકરીને પ્રેમજાળમાં ફસાવીને ગુજરાત લવાઈ !  દુષ્કર્મ આચર્યા બાદ સેક્સવર્કરના ધંધામાં ધકેલાઇ…જાણો સમગ્ર મામલો 

હાલમાં સુરતમાંથી એક એવો કિસ્સો સામે આવ્યો, જેમાં બાંગ્લાદેશી કિશોરીને ગેરકાયદે બોર્ડર ક્રોસ કરાવી ગુજરાતમાં દેહવિક્રયના વ્યવસાયમાં ધકેલવામાં આવી અને આ મામલે કાપોદ્રા પોલીસે કાર્યવાહી કરતા ત્રણ લોકોની ધરપકડ કરી છે. પોલીસે તરુણીની ઉંમરની જ્યારે ખરાઈ કરી તો તે યુવતી નહીં પણ 16 વર્ષની હોવાનો ઘટસ્ફોટ થયો. દલાલ બાંગ્લાદેશનો હોવાનું અને સાડા ત્રણ વર્ષથી અમદાવાદમાં રહેતો હોવાનું જાણવા મળ્યુ હતુ, જેથી તેના પર જુદી-જુદી કલમનો ઉમેરો કરાયો છે.

એવું પણ સામે આવ્યુ છે કે ગુજરાત લેવાયેલી કિશોરી પર પહેલા દુષ્કર્મ આચરતા અને પછી સેકસવર્કર બનાવતા…કપોદ્રમાંથી હાલમાં બાંગ્લાદેશી યુવતીને પ્રેમજાળમાં ફસાવી તે બાદ ગેરકાયદે બોર્ડર ક્રોસ કરાવી ગુજરાતમાં દેહવિક્રયના વ્યવસાયમાં ધકેલાઈ હોવાનો મામલો આવ્યો છે. બાંગ્લાદેશી યુવતી સાથે દુષ્કર્મની ઘટના અમદાવાદ અને ગાંધીનગરમાં બની હતી અને તેમ છતાં પણ કાપોદ્રા પોલીસે ઉપરી અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ત્રણ લોકો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

કાપોદ્રા પોલીસે કિશોરીને દેહવિક્રય માટે સુરત લાવનારી અડાજણની મહિલા દલાલ સોનિયાની ધરપકડ કરી હતી અને પૂછપરછના આધારે એક ટીમ અમદાવાદ મોકલી. તરુણીને અમદાવાદ સ્ટેશને તેડવા આવી બાદમાં દુષ્કર્મ આચરી દેહવિક્રય માટે દબાણ કરનાર દલાલ મો.જમાલ ઉર્ફે જમીલ, મો.ફજલુ ઉર્ફે ફાજુલ મંડલની અને જમાલે તેને ગાંધીનગરની હોટલમાં રાખી અને ત્યાં દુષ્કર્મ કરનાર સ્પા સંચાલક અરવિંદ અમરતભાઈ પારેખની ધરપકડ કરી હતી. પૂછપરછમાં એવું સામે આવ્યુ કે, જમાલ મૂળ બાંગ્લાદેશનો છે અને છેલ્લાં સાડા ત્રણ વર્ષથી અમદાવાદમાં રહે છે.

પોલીસને તેની પાસેથી આધારકાર્ડ મળતાં તેના વિરુદ્ધ એ અંગેની કલમનો ઉમેરો કર્યો છે. તપાસમાં એું જાણવા મળ્યુ કે કિશોરીને પ્રેમજાળમાં ફસાવી મોકલનાર શોએબ જમાલ પાસે છોકરી મોકલતો અને જમાલ તેની સાથે દુષ્કર્મ કરતો અને પછી સ્પામાં સોંપી દેહવિક્રય કરાવતો. જમાલે આ મહિનામાં આવી જ રીતે ત્રણ છોકરીને સપ્લાય કરી હોવાનું પણ સામે આવ્યુ છે. તરુણીને અમદાવાદના મણિનગર રેલવે સ્ટેશન ખાતે ઉતારી અને ત્યાં જમાલ તેને આવીને લઇ ગયો અને કહ્યું કે તારે અહીં સેક્સવર્કર તરીકે કામ કરવાનું છે.

જો કે, ભોગ બનનારે જમાલને કહ્યું કે મારે આવું કામ કરવાનું નથી અને મારે મારા વતન ખાતે જવાનું છે, એમ કહેતાં જમાલે તેની સાથે મારઝૂડ કરી હતી અને જબરદસ્તીથી સેક્સવર્કરના ધંધામાં તેને ધકેલવા માગતો હતો. જે બાદ ભોગ બનનાર જમાલના કબજામાંથી ભાગી જતાં તેની સુરતની સોનિયા નામની મહિલા સાથે ઓળખાણ થઇ અને તે તેને અમદાવાદથી સુરત લઇ આવી. આ સોનિયા પણ ભોગ બનનારને સેક્સવર્કરના ધંધામાં ધકેલવા માટેની ફિરાકમાં હતી.

Shah Jina