ખબર

ભારતના પાડોશી દેશે કર્યો ચમત્કાર..ડૉક્ટરનો દાવો શોધી લીધી છે દવા, 4 દિવસમાં 60 દર્દીઓ ઠીક કર્યા

કોર્ન વાયરસનો ખતરો છેલ્લા ઘણા મહિનાઓથી આખી દુનિયા ઉપર મંડરાઈ રહ્યો છે, પરંતુ હજુ સુધી તેની દવા શોધવામાં કોઈપણ દેશ સક્ષમ નથી રહ્યો ત્યારે બાંગ્લાદેશના ડોકટરો દ્વારા કોરોના વાયરસની દવા શોધી કાઢવાનો દાવો કરવામાં આવ્યો છે.

Image Source

બાંગ્લાદેશની એક મેડિકલ ટિમ દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે દવાઓને મેળવીને તૈયાર કરવામાં આવેલા એન્ટીડોટ દ્વારા કોરોના વાયરસના લક્ષણો ધરાવતા દર્દીઓને સાજા કરવામાં ચોંકાવનારા પરિણામો મળી રહ્યા છે.

Image Source

બાંગલાદેશની બાંગ્લાદેશ પ્રાઇવેટ મેડિકલ કોલેજ હોસ્પિટલ (BHMC)ના મેડિસન વિભાગના પ્રમુખ ડોકટર મોહમ્મદ તારેકનું આલમનું કહેવું છે કે બે દવાઓને મળીને બનાવવામાં આવેલા એન્ટીડોટ દ્વારા 60 જેટલા દર્દીઓને સાજા થઇ ચુક્યા છે.

Image Source

બાંગ્લાદેશમાં થયેલી આ શોધ અનુસાર એક એન્ટિબાયોટિક, ડ્રોક્સીસાઇક્લિનની સાથે એક સીન્ગલ ડોઝમાં મોટાભાગે ઇવરમેકટીન નામનો એન્ટીપ્રોતોજોઅલ  દવાનો ઉપયોગ કરવામાં આવે છે. જે કોરોના વાયરસના મરીજોને સાજા થવા માટે ચમત્કારિક પરિણામ આપે છે.

Image Source

બાંગ્લાદેશની અંદર કોરોના સંક્રમિત લોકોના આંકડા 22,268 છે અને તેમાંથી સાજા થનારા દર્દીઓની સંખ્યા 4,373 અને મૃત્યુના આંકડા 328 સુધી પહોંચી ગયા છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.