પ્રધાનમંત્રી મોદી અને શેખ હસીનાનો વીડિયો બનાવીને મજાક ઉડાવવા ઉપર યુવકની થઇ ધરપકડ, થઇ શકે છે આટલા વર્ષની સજા

સોશિયલ મીડિયા ઉપર ઘણા લોકો એવા વીડિયો પોસ્ટ કરે છે જે આપત્તીજનક બની જતા હોય છે, અને જેના કારણે તેમને સજા પણ થતી હોય છે. આવી જ એક ઘટના હાલ બાંગ્લાદેશમાં બની છે. જ્યાં એક 19 વર્ષીય યુવકની ધરપકડ કરવામાં આવી છે.

19 વર્ષના રાબિઉલ ઇસ્લામ નામના આ યુવકે પ્રધાનમંત્રી મોદી અને શેખ હસીનાની કેટલીક તસવીરો ભેગી કરીને એક આપત્તિજનક વીડિયો બનાવીને ફેસબુકમાં પોસ્ટ કર્યો હતો. જેના આરોપસર બુધવારના રોજ સરકાર સમર્થક એક યુવકની ફરિયાદ બાદ તેની ધરપકડ કરી લેવામાં આવી હતી.

પોલીસ અધિકરી અબ્દુલ અલ મામુન દ્વારા જણાવવામાં આવ્યું છે કે, “તેને બાંગ્લાદેશી અને ભારતીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની તસ્વીરોનો ઉપયોગ કરીને ભડકાઉ વીડિયો બનાવ્યો અને ફેસબુક ઉપર પોસ્ટ કર્યો. ” સખ્ત ડીઝીટલ સુરક્ષા કાયદા અંતર્ગત ધરપકડ કરવામાં આવેલા આરોપી યુવક ઉપર કલમો લગાવવામાં આવી છે. તેના આ[રાંધી જાહેર થવા ઉપર તેને 14 વર્ષ સુધીની જેલ થઇ શકે છે.

આ આરોપીને પીએમ મોદીના બે દિવસીય બાંગ્લાદેશના પ્રવાસ બાદ ધરપકડ કરવામાં આવી છે. બાંગ્લાદેશની આઝાદીના 50 વર્ષ પૂર્ણ થવા ઉપર આયોજિત કાર્યક્રમમાં પ્રધાનમંત્રી મોદી બાંગલાદેશ પહોંચ્યા હતા. ત્યાંના કેટલાક કટ્ટરપંથી સમૂહો દ્વારા વિરોધ પણ કરવામાં આવ્યો હતો. ઘણી જગ્યાએ હિંસક ઝડપ પણ થઇ જેમાં લગભગ એક ડર્ઝન લોકો માર્યા ગયા. તો ઘણી જગ્યાએ હિન્દૂ સમુદાયના ઘરો અને મંદિરો ઉપર પણ હુમલો કરવામાં આવ્યો.

Niraj Patel