ભડભડ સળગી ઉઠી બાળકોથી ભરેલી સ્કૂલ બસ, 25 લોકો જીવતા થયા ભડથુ- દુર્ઘટનાનું અસલી કારણ આવ્યું સામે, જાણો

બેંગકોકમાં એક ભયાનક અકસ્માત થયો જ્યારે એક સ્કૂલ બસમાં આગ લાગી, જેમાં વિદ્યાર્થીઓ સહિત 25 લોકોના મોત થયા. આ અકસ્માત ત્યારે થયો જ્યારે બસ સેન્ટ્રલ ઉથાઈ થાની પ્રાંતથી અયુથયા તરફ શાળાના પ્રવાસ માટે જઈ રહી હતી. બસમાં અચાનક લાગેલી આગથી ચારેબાજુ અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. આગને કારણે મુસાફરોને બચવાની તક પણ ના મળી.

પરિવહન મંત્રીએ જણાવ્યું હતું કે આ ઘટના મંગળવારે બપોરે ત્યારે બની હતી જ્યારે બસ રાજધાનીના ઉત્તરી ઉપનગર પથુમ થાની પ્રાંતથી પસાર થઈ રહી હતી. આગ એટલી ઝડપથી ફેલાઈ કે થોડીવારમાં જ આખી બસ લપેટમાં આવી ગઇ. બસમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા, પરંતુ આગની તીવ્રતાને કારણે બચાવ કામગીરીમાં અડચણ આવી રહી હતી.

ઘટનાસ્થળે હાજર સુરક્ષાકર્મીઓને આગ ઓલવવા અને બસમાં પ્રવેશવા માટે જહેમત ઉઠાવવી પડી હતી કારણ કે લાંબા સમય સુધી બસ ખૂબ જ ગરમ હતી. બચી ગયેલા લોકોની સંખ્યાના આધારે 25 લોકોના મૃત્યુની પુષ્ટિ કરવામાં આવી. દુર્ઘટના બાદ કેટલાક કલાકો સુધી બસની અંદર ફસાયેલા લોકોને બહાર કાઢવા મુશ્કેલ હતા, કારણ કે આગ ખૂબ જ તીવ્ર હતી.

આ ભયાનક ઘટનાની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી છે, જેમાં બસમાંથી નીકળતો કાળો ધુમાડો અને ચારે તરફ આગ ફેલાઈ રહેલી જોઈ શકાય છે. પ્રાથમિક તપાસ મુજબ, ટાયર ફાટવાને કારણે અકસ્માત થયો હોવાનું કહેવાઇ રહ્યુ છે. સ્થળ પર હાજર એક બચાવકર્મીએ જણાવ્યું કે આગ ખૂબ જ ઝડપથી ફેલાઈ ગઈ, જેના કારણે બચાવ કામગીરી મુશ્કેલ બની ગઈ.

Shah Jina