અજબગજબ

ફૂટપાથ ઉપર છોડ વેચતા આ દાદાની જિંદગી પણ સોશિયલ મીડિયાએ બદલી નાખી, વાંચવા જેવી એક વાર્તા

સોશિયલ મીડિયા ઉપર ઘણા બધા લોકોની કહાનીઓ વાયરલ થતી હોય છે. થોડા સમય પહેલા જ “બાબા કા ઢાબા”ની સ્ટોરી વાયરલ થઇ અને રાતો રાત આ ઢાબુ ચલાવતા વૃદ્ધ દંપતીનું જીવન બદલાઈ ગઈ ગયું હતું. હવે એવા જ એક બેંગ્લુરુનાં વૃદ્ધનુ જીવન પણ સોશિયલ મીડિયા દ્વારા બદલાઈ ગયું છે.

Image Source

વાયરલ તસ્વીરોમાં બેંગ્લુરુનાં એક મોલની બહાર ધોમ ધખતા તડકામાં એક વૃદ્ધ છોડવા વેંચતા દેખાઈ રહ્યો છે. તેને હાથમાં છત્રી પણ પકડી રાખી છે. આજકાલ સોશિયલ મીડિયા ઉપર આ તસવીરો વાયરલ થી રહી છે.

Image Source

સોમવારે અભિનેતા રણદીપ હૂડાએ પણ આ તસ્વીરોને શેર કરીને લોકોને અપીલ કરી હતી કે દિલ્હીના “બાબા કા ઢાબા”ની જેમ બેંગ્લુરુની જનતા આ બાબાની પણ મદદ કરે. રણદીપ હુડા આ તસવીરો શેર કર્તાની સાથે જ ઇન્ટરનેટ પોતાનો કમાલ બતાવી દીધો. હવે તેમની કેટલીક નવી તસવીરો પણ સામે આવી છે જેને જોઈને સ્પષ્ટ દેખાઈ શકે છેકે બેંગ્લુરુનાં લોકોનું દિલ ખરેખર ખુબ જ મોટું છે.

અભિનેતા રણદીપ હુડ્ડાએ સોમવારે ટ્વીટર પર ટ્વીટ કરીને લખ્યું કે: “હે બેંગલુરુ, થોડો પ્રેમ બતાવો…. આ બાબા બેંગલુરુના જેપી નગર, સારાક્કી સિગ્નલ, કનક્કાપુરા રોડ સ્થિત વૂલર ફેશન ફેક્ટરી સામે બેસે છે.”

તો બીજા એક ટ્વીટર યુઝર્સે જણાવ્યું કે:  “બાબાનું નામ રેવના સિદપ્પા છે. જે 10-30 રુપિયામાં છોડ વેચે છે.” ઇન્ટરનેટ ઉપર આ તસવીરો વાયરલ થયા બાદ રણદીપ હૂડાની પોસ્ટ ઉપર હજારો લાઈક અને રીટ્વીટ આવી ગઈ હતી.

Image Source

સોશિયલ મીડિયા ઉપર ઝડપથી તસવીરો વાયરલ થયા બાદ દાદાની મદદ માટે લોકો આવી પહોંચ્યા હતાં. “ચેન્જમેકર ઓફ કનક્કાપુરા રોડ”ના નામથી ટ્વિટર યૂઝર ચલાવતા યુઝર્સે દાદાની કેટલીક નવી તસવીરો શેર કરી અને લખ્યું હતું કે: “આજે અમે બાબાને કેટલાક છોડવાઓ અને પ્લાસ્ટિકનું શેલ્ટર આપ્યું અને હા, તેમને ખુરશી અને ટેબલ પણ આપશું. આ સાથે જ, તેમના માટે ફંડ પણ એકઠું કરી રહ્યાં છીએ. જેથી એક નિશ્ચિત આવક બની રહે.”