ઘોર કળિયુગ ! કંપનીની CEO એવી સગી માતાએ પોતાના પેટના જણેલા 4 વર્ષના માસુમની બેરહેમીથી કરી હત્યા, બેગમાં લાશ લઈને નીકળતી હતી ત્યારે જ…

મહિલા CEOએ ગોવામાં દીકરાની હત્યા કરી : 4 વર્ષના દીકરાની લાશ લઈને બેંગ્લુરુ ગઈ, હોટલના રૂમમાં લોહી મળવાથી થયો ખુલાસો

Bangalore CEO Son Goa Hotel Murder : દેશભરમાંથી કેટલીક ચોંકાવનારી ઘટનાઓ સામે આવતી હોય છે. કેટલીક ઘટનાઓ તો એવી પણ હોય છે જે સંબંધોને પણ શર્મસાર કરી નાખે. છેલ્લા ઘણા સમયથી હત્યાના મામલાઓ પણ દેશમાં સતત વધી રહ્યા છે અને ઘણી હત્યાઓ તો પરિવારના અંદરના સભ્ય દ્વારા જ કરવામાં આવતી હોવાનું પણ સમયે આવે છે,  પરંતુ હાલ એક એવી હત્યાનો મામલો સામે આવ્યો છે જે જાણીને તમારા રૂંવાડા પણ ઉભા થઇ જશે. એક સગી જનેતાએ પોતાના 4 વર્ષના માસૂમની હત્યા કરી નાખી છે.

મહિલા CEO કરી દીકરાની હત્યા :

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર કર્ણાટક પોલીસે તેના ચાર વર્ષના માસૂમ પુત્રની હત્યાના આરોપમાં મહિલા CEOની ધરપકડ કરી છે. મહિલાએ આ પગલું એટલા માટે લીધું કારણ કે તે ઈચ્છતી ન હતી કે તેના છૂટાછેડા લીધેલા પતિ તેના પુત્રને મળે. મહિલાની ઓળખ સુચના સેઠ તરીકે થઈ છે, જે એક આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સ્ટાર્ટ-અપની સીઈઓ છે. સૂચનાની સોમવારે કર્ણાટકના ચિત્રદુર્ગમાં ધરપકડ કરવામાં આવી હતી.

પતિને દિકરાથી મળવા દેવાથી હતી નારાજ :

સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, મહિલાના લગ્ન 2010માં થયા હતા, પરંતુ 2019માં છૂટાછેડા થઈ ગયા હતા. કોર્ટે પુત્રની કસ્ટડી માતાને આપી હતી, પરંતુ એ પણ કહ્યું હતું કે પિતા દર રવિવારે પુત્રને મળી શકશે. મહિલા ઈચ્છતી ન હતી કે તેનો પૂર્વ પતિ તેના પુત્રને મળે. આ રવિવારે પુત્રને તેના પૂર્વ પતિને મળવાથી રોકવા માટે મહિલા તેના પુત્ર સાથે ગોવા ગઈ હતી. અહીં એક હોટલમાં રોકાઈને પુત્રની હત્યા કરી નાખી. તેણીએ મૃતદેહને બેગમાં પેક કર્યો અને બેંગલુરુ જવા રવાના થઈ.

ગોવાના રૂમમાં કરી હત્યા :

મહિલા સીઈઓએ રૂમમાંથી ચેકઆઉટ કર્યા બાદ જ્યારે સ્ટાફ સફાઈ માટે ગયો તો તેમને રૂમની અંદર લોહીના ડાઘ જોવા મળ્યા. આ જોઈને તે ચોંકી ગયો. હોટલના સ્ટાફે તુરંત જ આ અંગે પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ કરતાં તેઓ પણ સ્તબ્ધ થઈ ગયા હતા. ગોવા પોલીસના એલર્ટના આધારે મહિલા સીઈઓને કર્ણાટકના ચિત્રદુર્ગ જિલ્લામાંથી કસ્ટડીમાં લેવામાં આવી હતી. એપાર્ટમેન્ટમાં હત્યા કર્યા બાદ મહિલાએ બાળકના મૃતદેહને બેગમાં ભરીને ત્યાંથી કારમાં આગળની મુસાફરી પૂર્ણ કરવાનું કહ્યું હતું.

આ રીતે થયો પર્દાફાશ :

આના પર સ્ટાફે તેમને હવાઈ માર્ગે જવાનું કહ્યું, પરંતુ સુચના સેઠ રાજી ન થયા અને વાહન બોલાવવાનું કહ્યું. આ પછી મહિલા પોતાની સાથે બેગ લઈને કારમાંથી નીકળી ગઈ હતી. દરમિયાન, રૂમમાં લોહીના નિશાન મળ્યા પછી, તપાસ કરી રહેલી પોલીસે ડ્રાઇવરને બોલાવ્યો અને તેને મહિલાને કર્ણાટકના આઈમંગલા પોલીસ સ્ટેશન લઈ જવા કહ્યું. ડ્રાઈવર મહિલાને જાણ કર્યા વગર પોલીસ સ્ટેશન લઈ ગયો, જ્યાં આઈમંગલા પોલીસે મહિલાને કસ્ટડીમાં લીધી. જ્યારે પોલીસે મહિલા પાસે મળેલી બેગની તપાસ કરી તો તેમાં બાળકનો મૃતદેહ મળ્યો.

Niraj Patel