મહોબ્બતના બદલે માગ્યો જીવ : પ્રેમિકા બોલી- પ્રેમ કરે છે તો મરીને બતાવ….પરણિત પ્રેમીએ ફાંસી લગાવી કર્યુ મોતને વહાલુ, લખી સુસાઇડ નોટ

‘મને પ્રેમ કરે છે મરીને બતાવ…’, પ્રેમિકાના કહેવા પર ફાંસીએ લટકી યુવકે આપી દીધો જીવ

‘મને પ્રેમ કરે છે મરીને બતાવ’, પછી બોયફ્રેન્ડે કર્યુ એવું પાગલપન કે…

ઘણીવાર એવું જોવા મળે છે કે પ્રેમમાં લોકો એકબીજા સાથે જીવવા અને મરવાના સોગંદ લે છે અને પ્રેમમાં કંઈ પણ કરતા પહેલા વિચારતા નથી. આવું જ કંઈક ઉત્તર પ્રદેશના બાંદામાં જોવા મળ્યું. અહીં બિસંડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક યુવકે તેની ગર્લફ્રેન્ડના કહેવા પર આત્મહત્યા કરી લીધી. યુવકની ગર્લફ્રેન્ડે તેને કહ્યું કે, જો તું મને ખરેખર પ્રેમ કરે છે તો મરીને બતાવ. પ્રેમિકાના પ્રેમમાં પાગલ થયેલા યુવકે પહેલા પાંચ પાનાની સુસાઈડ નોટ લખી અને પછી ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી.

આ મામલો જિલ્લાના બિસંડા પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. ગામના રહેવાસી ઈન્દ્રબાબુ ગુપ્તાના પુત્ર પારસ ગુપ્તા ઉર્ફે માતા પ્રસાદનો મૃતદેહ રવિવારે સાંજે રૂમની અંદર પંખા સાથે લટકતો મળી આવ્યો હતો. જ્યારે પારસ લાંબા સમય સુધી રૂમમાંથી બહાર ન આવ્યો ત્યારે નાનો ભાઈ વિષ્ણુ જોવા માટે રૂમમાં ગયો. રૂમનો દરવાજો અંદરથી બંધ હતો.

આના પર વિષ્ણુએ બારીમાંથી ડોકિયું કર્યું ત્યારે અંદરનું દ્રશ્ય જોઈને તેણે બૂમો પાડી. તેણે પારસની લાશ પંખા સાથે લટકતી જોઇ હતી. વિષ્ણુની ચીસો સાંભળીને ઘરમાં હાજર અન્ય લોકો પણ આવ્યા અને પોલીસને જાણ કરી. માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને દરવાજો તોડીને પંખેથી લાશને નીચે ઉતારી. પોલીસને મૃતદેહ પાસે પાંચ પાનાની સુસાઈડ નોટ મળી આવી છે.

પારસના નાના ભાઈ વિષ્ણુએ જણાવ્યું કે, તેના ભાઈનું સંબંધી યુવતી સાથે ત્રણ મહિનાથી અફેર ચાલી રહ્યુ હતું. મૃતક પારસે આપઘાત પહેલા સુસાઈડ નોટમાં લખ્યું હતું કે, “યુવતિએ તેને કહ્યું હતું કે તું મને પ્રેમ કરે છે તો મને મરીને બતાવ, તો જ હું સમજીશ કે તારો પ્રેમ સાચો છે. “હું મારા પ્રેમની સલાહ પર જ આત્મહત્યા કરી રહ્યો છું.” પારસે એ પણ લખ્યું કે જેના માટે હું મારો જીવ આપી રહ્યો છું તે યુવતિને છોડતા નહિ.

હું માતા અને ભાઈની માફી માંગુ છું. ભાઇ વિષ્ણુએ જણાવ્યું કે પારસના લગ્ન 9 વર્ષ પહેલા થયા હતા. તે ત્રણ મહિના પહેલા જ કમિશનરના ત્યાં ફાલોવર હતો. કેટલાક દિવસ પહેલા જ તેણે કામ છોડ્યુ હતુ. જણાવી દઇએ કે, પારસના પિતાનું બે વર્ષ પહેલા રોડ અકસ્માતમાં અવસાન થયું હતું. માત્ર પારસ પરિવારની દેખરેખ રાખી રહ્યો હતો.

Shah Jina