દીકરાના સ્વપ્નને ઉડાન આપવા માટે માતાએ લોકોનાં ઘરનું કામ કરવાનું શરૂ કર્યું. એ સાથે સાથે ઘરનાં બધાં મળીને રોજ સવારે હોટેલનાં ઓર્ડર મુજબ રોટલી બનાવી નાખતાં

0

જીવનમાં બધાને સફળતા નથી. બધાને નક્કી કરેલો સફળતાનો માર્ગ નથી મળતો. કેમકે જો માર્ગ મળે તો આગળ ઘણાં રસ્તાઓ એક જે સરખાં દેખાતા હોવાથી વિચલીત મને ખોટો માર્ગ નક્કી કરી લેતાં હોઈએ છીએ. આમ જોવો તો ખાલી હાથ લંબાવો ને સફળતા સુધી તમે તમે પહોંચી જાવ તેટલી જે સફળતા દૂર હોવાં છ્તાં તમે કેમ ખોટાં માર્ગે વળો છો ? ક્યારેય વિચાર્યું છે ખરાં ?

ના, નથી વિચાર્યું. પણ કેમ ? નથી વિચાર આવતો આપણને? એનાં માટે એક જે ખામી રહી છે આત્મવિશ્વાસની. જો તમારો ધ્યેય નક્કી હોય અને આત્મવિશ્વાસ ભરપૂર હોય તો તમારે સફળતાના કોઈ માર્ગને ગોતવાની જરૂર જ નથી. તમે આત્મવિશ્વાસ સાથે ડગ ભરવા માંડો ને તરત કેડી સફળતાની આપોઆપ બની જશે.


આજે વાત કરવાની છે. આવા જ આત્મવિશ્વાસ ને દૃઢ મનોબળવાળાં ગુજરાતનાં એક બાવીસ વર્ષીય યુવાનની. જેને હમણાં જે તાજેતરમાં લેવાતી UPSCની પરીક્ષા પાસ કરનાર આ ગુજરાતી યુવાનની સકસેસ સ્ટોરી વિશેની.


મૂળ કણોદર ગામનો રહેવાસી સફિન હુસેન. કણોદરા બનાસકાંઠામાં આવેલું એક નાનકડું ગામ છે. આ વ્યક્તિને પણ ખબર નહોતી કે કલેક્ટર બનવું હોય તો કેવી રીતે બની શકાય, એણે તો બસ કલેકટર એટ્લે જિલ્લાનાં રાજા. એમનો વટ, ઠસ્સો ને રુઆબ એક નવાબથી ઓછો તો નથી જે. ને એકવાર એને ખબર પડી કે કલેક્ટર બનવા માટે UPSCની પરીક્ષા (સિવિલ સર્વિસની)પાસ કરવી જોઈએ.બસ, ત્યારથી જે એણે તૈયારી શરૂ કરી એણે ખુલ્લી આંખે જોયેલાં સ્વપ્નો પૂરા કરવાની.


સાફિનનું સ્વપ્ન આખા પરિવારનું સ્વપ્ન હોય એમ બધાં એને થોડી થોડી મદદ કરવાં લાગ્યાં. સાફિન ભણવામાં ખૂબ હોંશિયાર હતો. એનો ધ્યેય અર્જુનની જેમ એક જ હતો. કે ગમે એ સંજોગોમાં પણ કલેક્ટર તો બનવું જ. એનાં ઘરની આર્થિક હાલાત તેટલી હદે ખરાબ હતી કે એની કોલેજની ફી પણ નહોતાં ભરી શકતાં. એ સમયે પણ એને સગાવહાલાએ ખૂબ મદદ કરી હતી.


તેણે જોયલાં સ્વપ્નો પૂરા કરવાં તે એ માર્ગે ચાલવા માંડ્યો. પરંતુ એ માર્ગ ખૂબ કઠીન હતો. કેમકે એનાં ઘરની આર્થિક હાલાત ખૂબ જે નબળી હતી. કેમકે તેનાં પિતાની રોજી રોટી પર જે ઘર ચાલતું હતું. એમાં ભણવાનો ખર્ચ કેમ પોસાય. એનાં પિતા મુસ્તફા એક કારખાનામાં હિરા ઘસતાં હતાં. એટલે સફીનને ભણાવવો ને એનાં સ્વપ્નો પૂરા કરવાંએ શક્ય જ ન હતું. પરંતુ દીકરાના સ્વપ્નને ઉડાન આપવા માટે તેની માતાએ લોકોનાં ઘરનું કામ કરવાનું શરૂ કર્યું. એ સાથે સાથે ઘરનાં બધાં મળીને રોજ સવારે હોટેલનાં ઓર્ડર મુજબ રોટલી બનાવી નાખતાં. 45 ડિગ્રી તાપમાનમાં પણ દરરોજ સવારે 3 વાગ્યે ઉઠીને 20 કિલોની રોટલી બનાવતા હતા. જેમાંથી તેને દર મહિને 5 8થી હજારની આવક થતી હતી. જે બધા જ પૈસા સફીનને મોકલાવાતા હતા.

કોલેજ પૂરી કર્યા બાદ એને એટલી મહેનત કરી કે માત્ર એક જ વર્ષની મહેનતમાં એણે UPSCની પરીક્ષા પાસ કરી જ લીધી. નાના એવાં ઘરમાં રહેતો સાફિન પાસે એવી કોઈ સગવડતાં ન હતી કે એ શાંતિથી વાંચવા માટે એને પ્રાઈવેટ રૂમ મળી શકે. રાત્રે બધાં સૂઈ જાય તો કોઈને લાઇટનો પ્રકાશ નડે નહી. એટલે રસોડાને જ રીડિંગ રૂમ બનાવી ત્યાં આખી રાત વાંચ્યા કરતો.જેમાં ત્યાંના વેપારી હુસૈન પોલર અને તેની પત્નીએ  3.5 લાખ  રૂપિયાનો સાફિન પાછળ ખર્ચ કર્યો હતો. જેમાં તેનો ભણવાનો ખર્ચ, ચોપડા, અને અન્ય ખર્ચ થતા હતા.

પરિવારનો સાથને એની અથાગ મહેનતે એણે અંતે UPSC પરીક્ષા આપીને આખા ગુજરાત ભરમાંથી માત્ર 20 જ લોકોએ UPSC પાસ કરી એમાનો એક આ સફીન હુસેન. દુનિયાની સૌથી મૂલ્યવાન જો કોઈ વસ્તુ હોય તો એ તમારું સ્વપ્ન છે. એને પૂરું કરવાં માટે અથાગ પરિશ્રમ કરવાં માંડો. સ્વપ્ન આપો આપ તમારી સિધ્ધી બની જશે!

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here