PM મોદી થયા ભાવુક, કહ્યું કે મન બહુ વ્યથિત હતું કે કાર્યક્રમ કરું કે ન કરું પરંતુ મારા સંસ્કારો…

જ્યાં એક તરફ પીએમ મોદી હાલ ગુજરાતના પ્રવાસે છે ત્યારે ગઈકાલે મોરબીની અંદર એક ખુબ જ મોટી દુર્ઘટના ઘટી ગઈ, જેમાં મોરબીની શાન ગણવામાં આવતો ઝૂલતો પુલ અચાનક તૂટી પડ્યો અને તેના ઉપર ફરી રહેલા 400 જેટલા લોકો પાણીમાં ગરકાવ થઇ ગઈ, આ દરમિયાન સમસ્ત માહોલ પણ મોતની ચીચીયારીઓમાં ફરી વળ્યો. અત્યાર સુધી આ દુર્ઘટનામાં 190 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે.

ત્યારે સવારે પ્રધાનમંત્રી મોદીએ કેવડિયામાંથી સંબોધતા ભાવુક થયા હતા. આ કાર્યક્રમ બાદ પીએમ મોદી બનાસકાંઠા જિલ્લાના થરાદમાં 8034 કરોડના વિવિધ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત અને વિકાસના કામોનું મુહૂર્ત કરવા માટે પહોંચ્યા હતા. આ દરમિયાન પણ સભાને સંબોધતા પ્રધાનમંત્રી મોરબીની ઘટનાને યાદ કરીને ફરીથી ભાવુક થયેલા જોવા મળ્યા હતા. આ ઘટના વિશે પણ પીએમ મોદીએ કહ્યું હતું.

તેમને જણાવ્યું હતું કે, “આપણા અનેક સ્વજનોએ, નાના ભૂલકાઓએ જીવ ગુમાવ્યા. આપણી સૌની સંવેદનાઓ પીડિત પરિવારોની સાથે છે. ભુપેન્દ્રભાઈ અને તેમની સરકારના સાથીઓ શક્ય તેટલા પ્રયાસોથી કામ કરી રહ્યાં છે. કાલે રાત્રે ભુપેન્દ્રભાઈ મોરબી પહોંચ્યા હતા. તેમણે રાહત કામની કમાન સંભાળી હતી. હુ પણ સતત સંપર્કમાં રહ્યો. મોરબીમા NDRF, લશ્કર, વાયુ સેનાના જવાનો રાહત કામગીરીમાં જોડાયા છે.”

વડાપ્રધાને આગળ જણાવ્યું કે, “આજે બનાસકાંઠાની ધરતીથી હુ લોકોને વિશ્વાસ અપાવુ છું કે, આ વિકટ પરિસ્થિતિમાં સરકાર તરફથી કોઈ કસર બાકી રહેવા દેવાય નહિ. મન બહુ જ વ્યથિત હતું, હું દુવિધામાં હતો કે આ વિકાસના કામો છે. બનાસકાંઠામાં પાણીનું મહાત્મય હુ જાણુ છુ, કાર્યક્રમ કરુ કે નહિ. કર્તવ્યથી બંધાયેલા મારા સંસ્કારને કારણે મન મજબૂત કરીને તમારી વચ્ચે આવ્યો. ગુજરાતના લોકો મુસીબતોમાં મોટા થયા છે, ભૂકંપનો ભયંકર સામનો કર્યો. પરંતુ ગુજરાતના લોકોના સ્વભાવે કાયમ મુસીબતોનો મુકાબલો કર્યો. પગ વાળીને બેઠો નહિ, અને પરિણામ મેળવવાના પ્રયાસ કર્યા.”

Niraj Patel